ઘરમાં રાખી લો આ 1 ચીજ, સફાઈને લગતા અનેક કામમાં બચી જશે તમારો સમય

વરસાદની સીઝનમાં ઘરની સફાઈનું ખાસ મહત્વ હોય છે. વાતાવરણમાં ભેજ અને તાપમાન મેળવીને કિચન, બાથરૂમ અને ગાર્ડન એરિયામાં અનેક કીડા, મકોડા, બેક્ટેરિયા વગેરે જન્મે છે. તેની સફાઈ કરવાનું કામ મુશ્કેલ બને છે. એવામાં આપણે શોર્ટકટ શોધી લઈએ છીએ.

image source

તો જાણો એવો ઉપાય કે જેની મદદથી તમે તમારા અનેક કામ સરળતાથી અને ફટાફટ કરી શકો છો. હા અમે અહીં વાત કરી રહ્યા છીએ બોરેક્સ પાવડરની. જાણો તમે કયા નાના અને મોટા કામ તેનાથી કરી શકો છો.

વરસાદી કીડાને દૂર કરવા

image source

વરસાદની સીઝનમાં કિચન અને બાથરૂમ એરિયામાં કીડા મકોડા વધારે રહે છે. તેને દૂર કરવાનું કામ સરળ હોતુ નથી. તેને ભગાવવા માટે તમે બોરેક્સ પાવડરનો ઉપયોગ કરી શકો છો. તેને માટે તમે 2 મગ પાણીમાં 2-3 ચમચી બોરેક્સ પાવડર અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને તેને હલાવી લો. આ પાણીને સ્પ્રેની બોટલમાં ભરીને ઘરના દરેક ભાગમાં છાંટી લો. આમ કરવાથી કીડા ભાગી જશે.

ગાર્ડનને રાખશે સેફ

image source

વરસાદી કીડા મકોડા નાના છોડને પણ નુકસાન કરે છે. એવામાં તમે છોડને કીડા મકોડાથી દૂર રાખવા માટે બોરેક્સ પાવડરનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક મગ પાણીમાં 2-3 ચમચી બોરેક્સ પાવડર લો અને સાથે એક ચમચી સિરકાનો રસ મિક્સ કરી લો. એક પ્રોપર મિશ્રણ તૈયાર કરો. તેનો છંટકાવ ગાર્ડનના છોડ પર કરો. છોડને કીડા મકોડાથી રક્ષણ મળશે.

ટાઈલ્સની સફાઈ

image source

જો ટાઈલ્સ પર ચા, પેન્ટ, શાકના ડાઘ પડી જાય તો તેને હટાવવા માટે બોરેક્સ પાવડરનો ઉપયોગ કરી શકાય છે. ડાઘવાળી જગ્યા પર થોડી મિનિટો માટે બોરેક્સ પાવડર નાંખો અને થોડી વાર પછી તેને સાફ કરશો તો ડાઘ પણ જલ્દી ગાયબ થઈ જશે. તમારે કોઈ મહેનત કરવાની રહેશે નહીં.

વાસણોની સ્મેલ હટાવો

image source

વાસણમાંથી જો ગંદી સ્મેલ આવી રહી છે તો તેને દૂર કરવા માટે તેને ઉપયોગમાં લઈ શકાય છે. તમે લિક્વિડ ડિટરજન્ટમાં થોડો બોરેક્સ પાવડર મિક્સ કરો અને તેનાથી વાસણને સાફ કરી લો.

તો આ તમામ ઉપાયો જાણી લીધા બાદ વરસાદની સીઝનમાં પરેશાન થયા વિના ઘરમાં બોરેક્સ પાવડર લઈ આવો અને અનેક કામ ચપટીમાં થઈ જશે. આ સાથે તમારો સમય પણ બચી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!