વડોદરાનો નફ્ફટ ઘરજમાઈ, પત્ની અને પુત્રીના આઈસ્ક્રીમમાં ઝેર ભેળવી દીધું, પછી ગળું દબાવીને બન્નેને પતાવી દીધી

વડોદરા શહેરના સમા વિસ્તારમાં સી-48, ચંદનપાર્ક સોસાયટીમાં થયેલા ડબલ મર્ડરમાં એક મોટી ખબર સામે આવી છે. આ સમગ્ર કેસમાં પતિએ પત્ની અને પુત્રીને મારી નાખવા માટેના વિવિધ રસ્તાઓ વિશે ગૂગલ અને યુટ્યૂબ પર સર્ચ કર્યું હતું.
પોલીસને હત્યારા પતિના મોબાઇલ ફોનમાંથી એને ગુગલ અને યુટ્યુબ પર રેટ કિલર… જહર કોન કોન સા હૈ, મોત કૈસે હોતા હૈ….”હાઉ ટુ ગિવ ડેથ…રેટ કિલર વોટ ઇફેક્ટ ઓન મેન” પોઇઝન , ધ રેટ કિલર પોઇઝન..હાઉ ટુ કિલ અ મેન વિથ પિલો….જેવું સર્ચ કરેલું મળી આવ્યું હતું અને એના પરથી જ પતિએ જ પત્ની અને પુત્રીની હત્યા કરી હોવાનો પદાર્ફાશ થયો હતો.
તમને જણાવી દઈએ કે પત્નીને પતિના આડાસંબંધની જાણ થયા બાદ ઘરમાં રોજ જ ઝગડા થતા હતા.

image socure

આ સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપતાં નાયબ પોલીસ કમિશનર ઝોન-4ના લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે તેજસ પટેલે ધોરણ-12 સુધીનો અભ્યાસ કર્યો છે અને ગેંડા સર્કલ પાસે આવેલા ક્રોમા સ્ટોરમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. તેજસ પટેલના લગ્ન વર્ષ 2012માં શોભનાબહેન સાથે થયા હતા અને તે 2016થી સી-48, ચંદન પાર્ક સોસાયટીમાં એમના સસરાના મકાનમાં ઘરજમાઇ તરીકે રહેતો હતો. તેજસને ઘરજમાઇ રહેવું પસંદ ન હતું, પરંતુ મજબૂરીથી રહેતો હતો.

તેજસની પત્ની શોભના વારંવાર તેની નણંદો અને સાસુના કારણે પતિ તેજસ સાથે ઝઘડા કરતી હતી, તે પતિને નણંદ અને સાસુ વિશે ખરાબ અપશબ્દો બોલતી હતી. પત્ની દ્વારા થતું આ અપમાન તેજસથી સહન થતું ન હતું. એને કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.

image soucre

તેજસના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હતા જેની જાણ પત્ની શોભનાને થતાં ઝઘડાઓએ ઘરમાં મોટું સ્વરૂપ લીધું હતું. તેજસ પત્નીના કકળાટથી ત્રાસી ગયો હતો, આથી તે પત્ની અને પુત્રી કાવ્યાને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્લાન છેલ્લા બે મહિનાથી કરી રહ્યો હતો. તેણે પત્ની અને પુત્રીને એકસાથે કેવી રીતે મોતને ઘાટ ઉતારી દેવાય એ માટે સોશિયલ સાઇટ ગૂગલ અને યુટ્યૂબ પર સર્ચ પણ કર્યું હતું.

image soucre

તમને જણાવી દઈએ કે ડબલ મર્ડર બાદ પોલીસે ઘરમાં શોધખોળ કરતાં માળિયામાંથી ઝેરી દવાની ખાલી બોટલ પણ પોલીસને મળી આવી હતી. નાયબ પોલીસ કમિશનર ઝોન-4ના લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે રહસ્યમય ભાવનાબહેન તેજસભાઇ પટેલ જેમની ઉંમર 36 વર્ષની હતી અને 6 વર્ષની કાવ્યાનાં મોતનો ભેદ ઉકેલવામાં મદદનીશ પોલીસ કમિશનર ભરત રાઠોડ અને સમા પોલીસ મથકના પીઆઇ એન. એચ. બ્રહ્મભટ્ટ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવતાં સફળતા મળી છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવશે.

તેમને આગળ જણાવ્યું હતું કે આરોપીના રિમાન્ડ દરમિયાન ડબલ મર્ડરની અન્ય ખૂટતી કડીઓ ભેગી કરવામાં આવશે. હાલ સમા પોલીસ મથકમાં તેજસ અંતરસિંહ પટેલ સામે પત્ની અને પુત્રીની હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે ડબલ મર્ડરકેસ અંગે પોલીસની ટીમોએ મંગળવારની મોડી રાત સુધી મહિલાનાં પતિ અને પરિવારજનોની ઝીણવટભરી પૂછપરછ કરી હતી. જેમાં તેજસ પટેલ ભાંગી પડ્યો હતો. પત્ની શોભના તથા પુત્રી કાવ્યાની ગળું દબાવી હત્યા કર્યા બાદ ઉંદર મારવાની દવા પીવડાવી દીધી હોવાની વાત સ્વીકારી લીધી હતી.