જાણો વાસ્તુ અનુસાર કઇ દિશામાં હોવુ જોઇએ તમારા ઘરનુ મંદિર…

વાસ્તુ અનુસાર, જાણી લો કઈ રીતે બનાવવું જોઈએ તમરા ઘરમાં પૂજા ઘર…

image source

ઘરમાં મંદિર બનાવવા વિચારો છો? તો તેમાં પૂજા કરવા માટે કેટલીક મહત્વની વાસ્તુ ટીપ્સ જાણી લો…

ઘરમાં પૂજા સ્થળને સૌથી મહત્વનું સ્થાન માનવામાં આવે છે. આ ઘરનો એક એવો ભાગ છે જ્યાં તમને ખૂબ શાંતિ, ઊર્જા અને શક્તિ મળે છે. દિવસની શુભ શરૂઆત અને શુભ કાર્યો માટે, ઘરનું નિર્માણ કરતી વખતે અને પૂજા કરવાના સ્થાનને બનાવવાની ગોઠવણા કરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ એ જાણવું ખૂબ જ જરૂરી બની રહે છે.

જેથી આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે. આપણાં ઘરમાં પૂજા કરવાનું મંદિર પણ વાસ્તુના નિયમો અનુસાર હોવું જોઈએ, નહીં તો ખોટી દિશા પ્રમાણે તેની ગોઠવણ કરવાથી આપણી ઉપાસનાનો લાભ મેળવવાને બદલે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

image source

આવો જાણીએ ઘરમાં જો પૂજા ઘર કે મંદિર ગોઠવવું હોય તો તે કેવું હોવું જોઈએ અને કઈ દિશામાં હોવું જોઈએ. આની સાથે પૂજા કરતી વખતે પણ કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ પણ જાણી લો.

જે બધું આપણાં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અનુસરવાથી ભગવાની કૃપા આપણાં ઘર – પરિવારમાં કાયમ માટે બની રહે છે અને સુખ – શાંતિ – સમૃદ્ધિ જળવાઈ રહે છે.

પૂજાની દિશા

image source

ઘરે બનાવવામાં આવેલ પૂજા ઘરની દિશાનું વિશેષ મહત્વ હોય છે. વાસ્તુ મુજબ પૂજા ઘરની ઉત્તમ દિશા ઇશાન દિશા માનવામાં આવે છે. આ દિશાએ પૂજા કરવાનું મંદિર ગોઠવવાથી ઘરનું વાતાવતણ ખૂબ જ શુભ અને લાભદાયી બની રહે છે.

પૂજા કરવા બેસવાની દિશા

image source

જે રીતે પૂજા ઘર ક્યાં રાખવું તેની દિશા નક્કી કરવાનું મહત્વ હોય એજ રીતે પૂજા કરતી વખતે પણ કઈ દિશામાં બેસવું એનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. આ બાબતે બે મંતવ્ય હોય છે.

કોઈનું માનવું છે કે પૂજા કરતી વખતે પૂર્વ દિશા તરફ ચહેરો રાખીને બેસવું જોઈએ અથવા બીજો મત એવો પણ છે કે પૂજા કરવા માટે ઉત્તર દિશા તરફ જોઈને બેસવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર જણાવે છે કે તમારે કયા હેતુસર પૂજા કરવી છે, એ પણ ખૂબ અગત્યની વાત રહે છે.

image source

જો તમારે સંપત્તિ મેળવવા માટેની પૂજા કરવી હોય તો ઉત્તર દિશામાં બેસીને કરવામાં આવતી પૂજા શુભ માનવામાં આવે છે અને જ્ઞાન તેમજ શુભ ઊર્જાની પ્રાપ્તિ માટે પૂર્વ દિશા તરફ બેસીને પૂજા કરવાથી ચમત્કારીક લાભ પ્રાપ્ત થાય છે.

ઘરના પૂજા સ્થળે આ કામ અચૂક કરો…

image source

પૂજા સ્થળે સવાર – સાંજ નિયમિત રીતે દીવા – અગરબત્તી કરવા જોઈએ અને શંખ રાખીને મંદિરને શણગારવું જોઈએ. આમ કરવાથી, નકારાત્મક ઉર્જા દૂર થશે અને પરિવારમાં સુખ અને સુમેળનું વાતાવરણ બનેલું રહેશે.

અહીં ઘરનું મંદિર બનાવશો નહીં

image source

પૂજા સ્થળ ક્યારેય બાથરૂમની આસપાસ કે સીડીની નીચે અથવા સ્ટોરરૂમમાં ન બાંધવું જોઈએ. પૂજા ઘર બનાવતી વખતે એ પણ ધ્યાન રાખવું કે સીડીનો ખૂણો ન આવતો હોય વચ્ચે.

આનું એક જ કારણ છે કે કોઈ રીતે પણ ઊર્જા આવતી અટકવી ન જોઈએ અને નકારાત્મક ઊર્જાનો પ્રવેશ ન થવો જોઈએ જ્યાં ઘરમાં દરરોજ પૂજા – પાઠ થતાં હોય.

પૂજા ગૃહમાં આવી મૂર્તિઓ રાખશો નહીં

image source

મંદિરમાં ભગવાનની મૂર્તિઓ કે છબીઓ રાખતી વખતે આ વાત જરૂર યાદ રાખશો કે કોઈપણ ભગવાનની ખંડિત કે તૂટેલી મૂર્તિ રાખવી જોઈએ નહીં. છબીના કાચ તૂટેલા ન હોવા જોઈએ.

એવું લાગે તો તરત જ બદલાવીને ખંડિત મૂર્તિ કે છબીને વહેતાં પાણીમાં પધરાવી દેવી જોઈએ. ઉપરાંત, એક જ ભગવાનની ઘણી મૂર્તિઓ ન હોવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત