ક્રિકેટ રમવા માટે આ ગુજરાતીએ અમેરિકાની જાહોજલાલી છોડી, હવે રચી દીધો ઈતિહાસ

વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ રવિવારે IPL 2021 ના યુએઈ લીગમાં પોતાનો પ્રથમ વિજય નોંધાવવામાં સફળ રહી. આ જીતમાં આરસીબીના ઝડપી બોલર હર્ષલ પટેલનું પ્રભુત્વ રહ્યું, જેમણે હેટ્રિક સહિત કુલ 4 વિકેટ લીધી.

image soucre

હર્ષલ RCB તરફથી IPL માં હેટ્રિક લેનાર ત્રીજો અને એકંદરે 17 મો બોલર બન્યો. ‘પર્પલ’ કેપ હોલ્ડર હર્ષલે 17 રનમાં ચાર વિકેટ લીધી હતી. RCB એ 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને 54 રનથી હરાવ્યું. કેપ્ટન વિરાટ કોહલીના 51 અને ત્યારબાદ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (56 રન) ની અર્ધસદી, આરસીબીએ છ વિકેટે 165 નો સન્માનજનક સ્કોર નોંધાવ્યો હતો. મેક્સવેલે પણ બોલિંગમાં બે વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

17 મી ઓવરમાં હર્ષલે સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લીધી હતી

image source

જ્યારે મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી 4 ઓવરમાં જીતવા માટે 61 રનની જરૂર હતી, ત્યારે હાર્દિક પંડ્યા અને કિરોન પોલાર્ડ જેવા ઓલરાઉન્ડર ક્રિઝ પર હાજર હતા. મુંબઈની ઇનિંગની 17 મી ઓવરના પહેલા ત્રણ બોલમાં 30 વર્ષના હર્ષલ પટેલે પંડ્યા, પોલાર્ડ અને રાહુલ ચાહરને આઉટ કરીને આઈપીએલમાં પોતાની પ્રથમ હેટ્રિક પૂરી કરી હતી.

હર્ષલ અને વિરાટે હેટ્રિક પૂરી કરતા જ મેદાનમાં દોડવાનું શરૂ કર્યું

image source

હર્ષલ પટેલે હેટ્રિક પુરી કરતા જ સેલિબ્રેશન મેદાનમાં દોડવાનું શરૂ કર્યું. કેપ્ટન વિરાટ કોહલી પણ પટેલની ખુશીમાં જોડાયો અને તેણે પણ ઝડપી બોલરને પકડવા માટે પીછો શરૂ કર્યો. જોકે, બાદમાં કોહલીએ પટેલને પકડ્યો હતો અને બંને ખેલાડીઓએ પોતાની શૈલીમાં ખુશી વ્યક્ત કરી હતી. હર્ષલ અને કોહલીનો સેલિબ્રેશનનો વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, હર્ષલ પટેલનો જન્મ 23 નવેમ્બર 1990ના રોજ ગુજરાતના સાણંદમાં થયો હતો. તેની માતાનું નામ દર્શના પટેલ અને પિતાનું નામ વિક્રમ પટેલ છે. નોંધનિય છે કે, હર્ષલ પટેલ ડોમેસ્ટિક ક્રિકેટમાં હરિયાણા તરફથી રમે છે. તેણે 2019-20ની સીઝનમાં હરિયાણા વતી રણજી ટ્રોફીની 9 મેચમાં 52 વિકેટ લીધી હતી. તો ગયા વર્ષે તે IPLમાં દિલ્હી કેપિટલ્સની ટીમમાં હતો. જો કે આ વખતે તેને સીઝનમાં બેંગલોરે પોતાની ટીમમાં સામેલ કર્યો છે અને હાલ તે બેંગ્લોર એક સૌથી વિશ્વાસપાત્ર બોલર બની ગયો છે. હાલમાં સમગ્ર ક્રિકેટફફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.

image soucre

નોંધનિય છે કે, હર્ષલ પટેલનો પરિવાર 2005થી અમેરિકામાં સ્થાઈ છે, તો બીજી તરફ હર્ષલ પટેલ માત્ર ક્રિકેટ રમવા માટે અમદાવાદ આવતો હતો, તમને જાણીને આશ્ચર્ય થશે કે, ક્રિકેટ માટે તેમણે અમેરિકામાં રહેવાને બદલે ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું.