પાસવર્ડ દ્વારા પણ થઈ શકે ઓનલાઇન ફ્રોડ, જાણો મજબૂત પાસવર્ડ કેવો હોવો જોઈએ

થોડી ખાસ ટિપ્સને અનુસરી તમે તમારો પાસવર્ડ સ્ટ્રોંગ કરી શકો છો. આનાથી.તમને ઓનલાઇન ફ્રોડ સામે રક્ષણ મળી શકે છે. મજબૂત પાસવર્ડ દ્વારા તમે એક હદ સુધી તમારા પૈસા અને માહિતીને સુરક્ષિત રાખી શકો છો.

image source

ઝડપથી ડિજિટલ થતી દુનિયામાં એટલી જ ઝડપથી ઓનલાઇન ફ્રોડ પણ વધ્યા છે. કોરોના મહામારીને લીધે બેન્કિંગ ફ્રોડ અને ઓનલાઈન છેતરપીંડી વધી છે. વધી રહેલા ઓનલાઇન ફ્રોડ્સને જોતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ નાગરિકોને નેટ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગના પાસવર્ડ સ્ટ્રોંગ રાખવાની સલાહ આપી છે.

image source

જેમ ઉપર વાત કરી તેમ થોડી ખાસ ટિપ્સને અનુસરી તમે તમારો પાસવર્ડ સ્ટ્રોંગ કરી શકો છો. આનાથી.તમને ઓનલાઇન ફ્રોડ સામે રક્ષણ મળી શકે છે. મજબૂત પાસવર્ડ દ્વારા તમે એક હદ સુધી તમારા પૈસા અને માહિતીને સુરક્ષિત રાખી શકો છો.

આ રીતે બનાવી શકાય છે તમારા પાસવર્ડને સ્ટ્રોંગ

1. પાસવર્ડમાં Uppercase અને Lowercase બંનેનું કોમ્બિનેશન રાખો. દાખલા તરીકે aBjsE7uG.

image source

2. પાસવર્ડમાં નંબર અને સિમ્બોલ બન્નેનો ઉપયોગ કરો. દાખલા તરીકે AbjsE7uG61!@

3. તમારા પાસવર્ડમાં ઓછામાં ઓછા 8 લેટર્સ અવશ્ય રાખો. દાખલા તરીકે aBjsE7uG

4. કોમન ડિક્શનરીના શબ્દો જેમ કે itislocked અને thisismypassword નો ઉપયોગ ન કરો.

5. કીબોર્ડ પાથ જેમ કે ‘qwerty’ કે ‘asdfg’નો ઉપયોગ ન કરવો જોઈએ. તેના સ્થાને “:)”, “:/’ નો ઉપયોગ કરો.

image source

6. બહુ સામાન્ય પાસવર્ડ જેમ કે 12345678 કે abcdefg ને પાસવર્ડ ન બનાવો.

7. સરળતાથી અંદાજ લગાવીને ખુલી જાય તેવા પાસવર્ડ ન રાખો. દાખલા તરીકે DOORBELL-DOOR8377

8. પાસવર્ડને તમારા નામ અને જન્મતારીખ સાથે ન રાખો. દાખલા તરીકે Ramesh@1967.

આ છે હેલ્પ લાઈન નંબર

હોમ મિનિસ્ટ્રી અને દિલ્હી પોલીસની સાયબર સેલ એ 155260 હેલ્પ લાઈન શરૂ કરી છે. જો તમારી સાથે કોઈ પ્રકારનું ઓનલાઇન ફ્રોડ થાય તો તમે તરત આ નંબર ડાયલ કરી ફરિયાદ કરી શકો છો. આ હેલ્પ લાઈન નંબર દિલ્લીય રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, અસમ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં સાતેય દિવસ 24 કલાક ઉપલબ્ધ છે. અન્ય રાજ્યો અને UT માં આ નંબર સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.

આ છે સાયબર પોર્ટલ

ઓનલાઇન ફ્રોડની ઘટનાઓ રોકવા માટે ગૃહ મંત્રાલયના સાયબર પોર્ટલ https://cybercrime.gov.in/ અને દિલ્હી પોલીસના સાયબર સેલ સાથે 155260 પાયલોટ પ્રોજેકટ ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ કરવામાં આવ્યો હતો અને હવે તેને પૂર્ણ રીતે લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ ઇન્ડિયન સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશનનું એક એવું પ્લેટફોર્મ છે જેનું પહેલું યુઝર દિલ્હી બન્યું છે.

આ.પ્લેટફોર્મ દ્વારા લોકોને મળે છે સહાયતા

image source

લગભગ 55 બેંકસ, ઇ વોલેટ્સ, ઇ કોમર્સ સાઇટ્સ, પેમેન્ટ ગેજેટ્સ અને અન્ય સંસ્થાનો સાથે મળીને ઇન્ટરકનેક્ટ પ્લેટફોર્મ છે જેનું નામ ” સીટીઝન ફાઇનાન્સિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ સિસ્ટમ “. આ પ્લેટફોર્મ દ્વારા ઘણા ઓછા સમયમાં ઓનલાઇન ફાઇનાન્સિયલ ફ્રોડ્સનો શિકાર બનેલા લોકોને સહાયતા કરવામાં આવે છે.