હવે ગુજરાતમાં આ તારીખ સુધી રહેશે રાત્રિ કર્ફ્યૂ, જન્માષ્ટમી પર મળશે થોડી છૂટ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર આમ જોવા જઈએ તો હવે બિલકુલ શાંત થવાના આરે છે. રાજયમાં દૈનિક 15ની આસપાસ કેસો આવી રહ્યા છે. આમ છતા પણ ત્રીજી લહેરની આશંકાને કારણે સરકાર વધુ જોખમ લેવા નથી માગતી. જેને કારણે રાજ્ય સરકારે ગુજરાતના 8 મહાનગરના વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યની મુદ્દતમાં વધારો કરી દીધો છે. તમને જણાવી દઈએ કે, હવે 28 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે.

image source

નોંધનિય છે કે શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે જેને કારણે લોકો વધુ ભીડ ભેગી ન કરે તે માટે તહેવારોને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. નોંધનિય છે કે તહેવાર પર વધુ પડતી ભીડ ન થાય તે માટે અને કોરોના નિયમનો પાલન થાય તે માટે અગાઉથી ચાલતા આવી રહેલઆ સમય મુજબ 28 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે હવે રાજ્યમાં 8 મહાનગરોમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે.

image soucre

તમને જણાવી દઈએ કે, 30 ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી શકાય તે માટે રાજ્ય સરકારે 8 મહાનગરોમાં રાત્રિના સમયમાં ફેરફાર કર્યો છે. તમને જણાવી દઈએ કે તા.30 ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કર્ફ્યૂ રાત્રિના 1 વાગ્યાથી અમલમાં આવશે. તો બીજી તરફ સરકારની ગાઈડલાઈન પ્રમાણે મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે. તો બીજી તરફ મંદિરોમાં દર્શન માટે આવનારા બધા ભક્તોએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સનું પાલન ફરજિયાત પણે કરવુ પડશે.

image soucre

કોરોના ગાઈડલાઈન પ્રમાણે સંક્રમણ ન ફેલાય તે માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ સર્કલ કરીને તેમાં ઊભા રહીને દર્શન કરવાના રહેશે. આ ઉરરાંત મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનું રહેશે. તો બીજી તરફ રાજયમાં જન્માષ્ટમીના તહેવારો પર યોજાતા લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નથી. આ ઉપરાંત મટકી ફોડ ઉત્સવ પણ આ વર્ષે નહીં યોજી શકાય. તો બીજી તરફ રાજ્યના 8 મહાનગરોમાં ગણેશોત્સવ દરમ્યાન રાત્રે 11 વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો દરનિયાન એટલે કે તા.9 મી સપ્ટેમ્બરથી તા.19 મી સપ્ટેમ્બર દરમ્યાન તમામ મહાનગરોમાં રાત્રિ કરફયુનો સમય રાત્રે 12 વાગ્યાથી કરવામાં આવશષે.

image source

નોંધનિય છે કે, ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવી છે. તો બીજી તરફ સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇનનું પાલન પણ ફરજીયાત કરવાનું રહેશે, દર્શન કરવા આવતા ભક્તોએ માસ્ક પહેરવુ પડશે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવું પડશે. આ માટે બે ફૂટના અંતરે લોકો ઉભા રહેવાનું રહેશે. નોંધનિય છે કે, સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે.

તો બીજી તરફ હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસ સામે આવ્યા છે જ્યારે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. તમને જણાવી દઈએ કે રાજ્યમાં 20થી ઓછા કેસ નોંધાયા હોય તેવું સળંગ આઠમાં દિવસે બન્યું છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ-સુરત-વડોદરા-દાહોદમાંથી સૌથી વધુ 3, કચ્છમાંથી 2 જ્યારે ગાંધીનગર-રાજકોટમાંથી 1-1 નવા કેસ નોંધાયા છે.

image soucre

તો બીજી તરફ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 8,25,363 અને કોરોનાથી કુલ મૃત્યું આંક 10,080 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દી કોરોનાથી સાજા થયા છે. તમને જણાવી દઈએ કે અત્યારસુધી કુલ 8,15,126 દર્દી કોરોનાને મ્હાત આપી છે અને રાજ્યમાં રિકવરી રેટ 98.76% પર પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં હાલમાં 157 એક્ટિવ કેસ છે જ્યારે 4 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં હવે કુલ 15 જિલ્લા એવા છે જ્યાં કોરોનાનો એકપણ એક્ટિવ કેસ નથી. આ જિલ્લામાં તાપી-વલસાડ-બનાસકાંઠા-ભરૂચ-છોટા ઉદેપુર-ડાંગ-દેવભૂમિ દ્વારકા-ગીર સોમનાથ-જુનાગઢ-ખેડા-મોરબી-પંચમહાલ-પાટણ-સાબરકાંઠા-સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. તો બીજી તરફ વડોદરામાં સૌથી વધુ 51, અમદાવાદમાં 39 એક્ટિવ કેસ છે.