આ કંપનીએ 6000 રૂપિયા કરતા ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરી સ્માર્ટવોચ, જાણો શું હશે ખાસ ફીચર્સ

ભારતમાં લોન્ચ થયેલી નવી સ્માર્ટવોચમાં ઘણા નવા ફીચર્સ જેમ કે હાર્ટ રેટ, બ્લડ ઓક્સિજન મોનીટરીંગની સાથે સાથે બ્લુટુથ કોલિંગ અને અનેક સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. ત્યારે આ સ્માર્ટવોચની કિંમત અને તેની સ્પેશિફિકેશન વિશે વિસ્તૃત વિગત જાણીએ.

image source

ભારતીય બજારમાં તાજેતરમાં જ Timex Fit 2.0 સ્માર્ટવોચ લોન્ચ કરવામાં આવી હતી. આ સ્માર્ટવોચમાં ઘણા લેટેસ્ટ ફીચર્સ જેમ કે હાર્ટ રેટ, બ્લડ ઓક્સિજન મોનીટરીંગની સાથે સાથે બ્લુટુથ કોલિંગ અને અનેક સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. કંપનીના દાવા મુજબ આ સ્માર્ટવોચની બેટરી 7 દિવસ સુધીનું બેટરી બેકઅપ ધરાવે છે. કંપનીએ આ વોચને ગોળ ડાયલ સાથે માર્કેટમાં ઉતારી છે. અને તેમાં ત્રણ કલર વિકલ્પ સાથે લોન્ચ કરવામાં આવી છે. આ સ્માર્ટવોચમાં યુઝરને ઘણા બધા વોચ ફેસ પણ મળશે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે આ સ્માર્ટવોચ વિશે વિગતથી જાણીએ.

કેવા છે Timex Fit 2.0 ના ફીચર્સ ?

image source

Timex એ પોતાની આ નવી સ્માર્ટવોચ Timex Fit 2.0 ને ભારતમાં લોન્ચ કરી છે. કંપનીએ આ સ્માર્ટવોચને ત્રણ કલર વિકલ્પ સાથે માર્કેટમાં રજૂ કરી છે. આ કલરમાં વ્હાઈટ, બ્લેક અને બ્લુ કલર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ સ્માર્ટવોચમાં યુઝરને બ્લુટુથ કોલિંગ, મ્યુઝિક કન્ટ્રોલ અને પેયર્ડ સ્માર્ટફોન દ્વારા રિમોટ ફોટોગ્રાફી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

એ સિવાય આ સ્માર્ટવોચથી તમે તમારા હાર્ટ રેટ, બ્લડ ઓક્સિજન લેવલ, સ્લીપની સાથે સાથે તમારા બ્લડ પ્રેશરને પણ ટ્રેક કરી શકો છો. આ સ્માર્ટવોચમાં 7 સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યું છે. સ્માર્ટવોચની બેટરી સિંગલ ચાર્જમાં એક સપ્તાહ સુધી ચાલે છે.

image source

આ સ્માર્ટવોચને IP54 રેટિંગ મળ્યું છે જેનો અર્થ એ થાય છે કે આ ડસ્ટ અને વોટર રેજીસ્ટન્સ છે. કંપનીએ આ સ્માર્ટવોચના ડાયલને ગોળ આકારનું બનાવ્યું છે અને સ્માર્ટવોચની જમણી બાજુએ નેવિગેશન માટે સિંગલ બટન પણ આપવામાં આવ્યું છે. કંપનીએ આ સ્માર્ટવોચની સ્ક્રીનની ડિસ્પ્લે સાઈઝ વિશે કોઈ ખુલાસો નથી કર્યો.

કિંમત અને બજારમાં ઉપલબ્ધતા

હાલ આ Timex Fit 2.0 સ્માર્ટવોચ Timex કંપનીની સત્તાવાર વેબસાઈટ પર જ વેંચાણ અર્થે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ઓનલાઇન ઇ કોમર્સ પ્લેટફોર્મ કે ઓફલાઇન રિટેલર પાસે હજુ સુધી Timex Fit 2.0 સ્માર્ટવોચ ઉપલબ્ધ નથી. માહિતી માટે જણાવી દઈએ કે આ Timex Fit 2.0 સ્માર્ટવોચની કિંમત કંપનીએ 5995 રૂપિયા રાખી છે.

image source

જો તમને પણ સારી કંપનીની અને આધુનિક ફીચર્સ ધરાવતી સ્માર્ટવોચ ખરીદવાની ઈચ્છા હોય તો તમારે માટે Timex ની આ Timex Fit 2.0 એક વિકલ્પ બની શકે છે.