ગુરુના આર્શિવાદ મેળવવા માટે 23 જુલાઈએ કરી લો આ ખાસ ઉપાયો, ભૂલથી પણ ન કરશો આ કામ

અષાઢ મહિનાની પૂનમને ગુરુ પૂર્ણિમાના રૂપમાં ઉજવવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમાનું નામ પણ આપવામાં આવ્યું છે. આ દિવસે મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાજીનો જન્મ થયો હતો. આ વર્ષ પાવન તિથિ 23 જુલાઈ 2021ના દિવસે સવારે 10.43 મિનિટથી 24 જુલાઈના સવારે 8.06 મિનિટ સુધી પૂનમ રહેશે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ગોવિંદથી મોટી માનવામાં આવે છે. આ માટે ગુરુને સમર્પિત આ પાવન પર્વની મહત્તા તમે સમજી શકો છો.

કેવી રીતે કરશો ગુરુનું પૂજન

image source

આ દિવસે સવારે નહાઈને સૌ પહેલા ગુરુના પૂજનની સામગ્રી તૈયાર કરો. તેમાં ફૂલ, માળા, તાંબુલ, શ્રીફળ, રોલી, મૌલી, જનોઈ, સામર્થ્યના અનુસાર દક્ષિણા અને પંચવસ્ત્ર લઈને ગુરુના સ્થાને જાઓ. આ પછી ગુરુના ચરણની ધૂળ લઈને તેની પૂજા કરો. આ સિવાય તમે તમારી શ્રદ્ધા અને શક્તિ અનુસાર ફૂલ, ફળ, મેવા, મિષ્ઠાન અને ધન આપીને તેમને સમ્માનિત કરો તે જરૂરી છે.

જાણો પૂર્ણિમાના ચમત્કારિક ઉપાયો પણ

પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડ પર અને મૂળમાં પાણી ચઢાવી લેવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને સાધક પર કૃપા વરસાવે છે.

પૂર્ણિમાના દિવસે સાંજે પતિ – પત્ની સાથે મળીને ચંદ્રના દર્શન કરે અને તેમને ગાયના દૂધનું અર્ધ્ય આપે છે તો તેમના દામ્પત્ય જીવનમાં મધુરતા આવે છે.

પૂર્ણિમાની સાંજે તુલસીજીની સામે શુદ્ધ અને દેશી ઘીનો દીવો કરવામાં આવે તો સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

image source

આ દિવસે સાંજે ચંદ્રદર્શન કર્યા બાદ દૂધ, ગંગાજળ અને ચોખા મિક્સ કરીને ચંદ્રને અર્ધ્ય આપવાથી ચંદ્ર દોષ પણ દૂર થાય છે. અર્ધ્ય આપ્યા બાદ ચંદ્રદેવના મંત્ર ઓમ સોં સોમાય નમઃનો જાપ કરી લેવાનું ચૂકશો નહીં.

પૂનમના દિવસે ભૂલથી પણ ન કરશો આ કામ

  • પૂનમના દિવસે ઘરને ગંદુ ન રાખો.
  • આ દિવસે કોઈની સાથે લડાઈ કે ઝઘડો કરવો નહીં.
  • કોઈ વૃદ્ધ વ્યક્તિ કે સ્ત્રીનું અપમાન કરવું નહીં.
  • આ દિવસે માંસ અને મદિરાના સેવનથી દૂર રહેવું યોગ્ય છે.
image source

ક્યારે ક્યારે આવશે પૂર્ણિમાનું વ્રત

  • 24 જુલાઈ 2021 – અષાઢ પૂર્ણિમા વ્રત
  • 22 ઓગસ્ટ 2021 – શ્રાવણ પૂર્ણિમા વ્રત
  • 20 સપ્ટેમ્બર 2021 – ભાદરવાની પૂર્ણિમા વ્રત
  • 20 ઓક્ટોબર 2021 – અશ્વિન પૂર્ણિમા વ્રત
  • 19 નવેમ્બર 2021 – કારતક પૂર્ણિમા વ્રત
  • 19 ડિસેમ્બર 2021 – માર્ગશીષ પૂર્ણિમા વ્રત

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ