હવેથી નવાઝુદ્દીન સિદ્દીકી નહિ દેખાય વેબ સિરીઝમાં, લીધો આ મોટો નિર્ણય

નેટફ્લિક્સની જાણીતી વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સની સાથે ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરનાર નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. વર્ષ 2018માં આવેલી આ સીરિઝના પહેલા ભાગને દર્શકોનો ખુબ જ પ્રેમ મળ્યો હતો, તો વર્ષ 2020માં આવેલ એના બીજા ભાગને પણ દર્શકોને ખૂબ જ વખાણ્યો હતો.

image soucre

આ સિરીઝ પછી અભિનેતા ડીઝીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ઘણી ફિલ્મોમાં દેખાઈ ચુક્યા છે. આ ફિલ્મોમાં રાત અકેલી હે, ધૂમકેતુ અને સિરિયસ મેન જેવી ફિલ્મો સામેલ છે. તો છેલ્લા થોડા સમયથી નવાઝુદ્દીન સરેઆમ ઓટીટી કન્ટેન્ટને લઈને એમની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. વાત જાણે એમ છે કે અભિનેતાએ ઓટીટી પ્લેટફોર્મ પર સીરિઝના ઘટતા લેવલને લઈને ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. એવામાં હવે નવાઝુદ્દીનસિદ્દીકીએ મોટો ખુલાસો કરતા એ જણાવ્યું છે કે એ હવે વેબ સિરીઝ માટે કામ નહીં કરે.

image soucre

એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતા એક્ટરે કહ્યું કે આ મંચ અનાવશ્યક શો માટે ડંપિંગ ગ્રાઉન્ડ બની ગયું છે. અમારી પાસે કાં તો આવા શો છે જે જોવાલાયક નથી કા તો એવા શોની સિકવલ જેમની પાસે કહેવા માટે બીજું કંઈ નથી. જ્યારે મેં નેટફ્લિક્સ માટે સેક્રેડ ગેમ્સમાં કામ કર્યું ત્યારે ડીઝીટલ પ્લેટફોર્મમાં કામ કરવાનો એક ઉત્સાહ અને ચેલેન્જ હતો પણ હવે એ તાજગી જતી રહી છે.

image soucre

આ મોટા પ્રોડક્શન હાઉસ અને અભિનેતાઓ માટે રેકેટ બની ગયું છે જે હવે ઓટીટી પ્લેટફોર્મ પર તથાકથિત સ્ટાર્સ છે. બોલિવુડના પ્રમુખ ફિલ્મ નિર્માતાઓએ ઓટીટી પ્લેટફોર્મના બધા મોટા ખિલાડીયો સાથે આકર્ષક સોદા કર્યા છે. અસિમિત કન્ટેન્ટ બનાવવા માટે નિર્માતાઓને ઊંચી કિંમત મળે છે. જો કે કોન્ટીટીએ ક્વોલિટીને મારી નાખી છે.

image soucre

એ સાથે જ એમને પુષ્ટિ કરી કે એ હવે ઓટીટી શો સાઈન અપ નહિ કરે. અભિનેતાએ કહ્યું કે જ્યારે હું એને જોવા માટે સહન નથી કરી શકતો તો હું એમાં કામ કેવી રીતે કરી શકું?

image source

વર્કફ્રન્ટની વાત કરીએ તો નવાઝુદ્દીન સિદ્દીકી જલ્દી જ ટીફૂ ઓર શેરુના દેખાવાના છે. આ ફિલ્મ કંગના રાનૌતના પ્રોડક્શન હાઉસ મણિકર્ણીકા ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી રહી છે. આ એક ડાર્ક કોમેડી ફિલ્મ છે જે સીધી ડીઝીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.