આજે જ ફટાફક ટ્રાય કરી લો આ ખાસ હેર ટ્રીટમેન્ટ, વાળને મળશે નવી ચમક

લાંબા અને ભરાવદાર વાળ દરેક લોકોને પસંદ હોય છે. કારણ કે વાળ ની મદદથી તમે ચહેરાનું આકર્ષણ વધારી શકો છો. લાંબા વાળ માટે તમારે અનેક પ્રકાર ના ઉપાય પણ કરવા પડે છે. તમારા વાળ ને પોષણ આપવું છે, તો એવામાં તમે દહીંની મદદ લઇ શકો છો.

image source

કારણકે, દહીમાં ઉપલબ્ધ એન્ટી ફંગલ ગુણ વાળ માટે ખૂબ લાભદાયી સાબિત થાય છે. અમે તમને દહીંથી બનેલા કેટલાક હેર પેક અંગે જણાવીશું. જેની મદદથી વાળ નો ગ્રોથ વધારવાની સાથે જ મજબૂતી પણ મળે છે. તો ચાલો આ હેર પેક અંગે જાણીએ.

image source

ખરાબ જીવનશૈલી, ધૂળ અને પ્રદૂષણ ને કારણે વાળ ખરવા કે ડેમેજ થવા લાગે છે. આ સિવાય વાળ ની યોગ્ય રીતે કાળજી ન લેવાને કારણે પણ વાળ ને નુકસાન થાય છે. આવી સ્થિતિમાં મહિલાઓ હેર કેર ટ્રીટમેન્ટ અથવા મોંઘા હેર પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે. પરંતુ તેમાં રસાયણો ની હાજરી ને કારણે વાળ શુષ્ક, સુકા અને નિર્જીવ થવા લાગે છે.

image source

તમે આ માટે ઘરેલું ઉપચાર ની મદદ લઈ શકો છો. ઘરે બનાવેલા હેર પેક વાળ માટે ખૂબ ફાયદાકારક છે. આજે અમે તમને એલોવેરા અને દહીં થી તૈયાર કરેલા હેર માસ્ક વિશે જણાવી રહ્યા છીએ. વાળ પર તેનો ઉપયોગ કરવાથી તે વાળ ને મજબૂત અને ચમકદાર બનાવે છે.

હેર માસ્ક બનાવવા માટે સૌથી પહેલા એલોવેરા ના પાનમાંથી તેનો પલ્પ કાઢો. આ પછી આ પલ્પ ને એક બાઉલમાં મૂકો. તેમાં દહીં ઉમેરો. હવે હિબિસ્કસ ના સૂકા ફૂલોને એલોવેરા અને દહીં સાથે મિક્સ કરો. ત્રણેય ને સારી રીતે મિક્સ કરો અને તેની એક પેસ્ટ બનાવો. આ પેસ્ટ ને વાળ પર સારી રીતે લગાવો. વીસ થી પચીસ મિનિટ પછી વાળ ને પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં એકવાર આ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.

image source

એલોવેરા-દહીં વાળ નો માસ્ક વાળ ને મુલાયમ અને સ્મૂથ બનાવે છે. એલોવેરામાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે, જે વાળ ને મુલાયમ બનાવે છે. દહીંમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે વાળ ને મજબૂત બનાવે છે. આ હેર માસ્ક વાળની લંબાઈ વધારવા માટે પણ ખૂબ ફાયદાકારક છે. દહીંમાં વિટામિન બી-૭ હોય છે, જે વાળનો ગ્રોથ વધારે છે.

image source

એલોવેરા-દહીં વાળ માસ્ક વાળ ને મજબૂત બનાવે છે, જેના કારણે વાળ ખરવાની સમસ્યા રહેતી નથી. જો તમારા વાળ શુષ્ક છે, તો આ હેર માસ્ક તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેથી વાળ ની સંભાળ રાખવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!