હાર્કિદ પંડ્યાના શરીરને લઈ પાક ક્રિકેટરે કરી કોમેન્ટ

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે. તે મેચમાં બોલિંગ કરી રહ્યો નથી. તેને લાંબા સમયથી પીઠના દુખાવાની સમસ્યા છે જેના કારણે તેણે બ્રેક લીધો હતો. જો કે તેણે તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસ દરમિયાન થોડી ઓવર ફેંકી હતી પરંતુ તેમાં તે પોતાના સ્પેલને પૂરો કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં આ કારણે ટી 20 વર્લ્ડ કપને લઈને ટીમ ઈન્ડિયામાં ચિંતા છે. જો કે શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈંડિયાના બોલિંગ કોચ રહેલા પારસનું કહેવું છે કે હાર્કિદ પંડ્યા વર્લ્ડકપ સુધી બોલિંગ કરવા માટે સંપૂર્ણપણે ફિટ થઈ જશે.

image socure

આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટ્ટે હાર્દિક પંડ્યાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે. તેણે હાર્દિક પંડ્યાના દુબળા શરીર પર ટીપ્પણી કરી છે અને કેટલીક સલાહ આપી છે. તેણે ટિપ્પણી કરી પંડ્યાની વાસ્તવિક સમસ્યા શું છે તે પણ જણાવી હતી. સલમાન બટ્ટે કહ્યું કે પંડ્યાની અસલી સમસ્યા એ છે કે તે ખૂબ પાતળો છે, તે પાતળો અને નાજુક છે તેથી તેને મુશ્કેલી વધુ આવે છે. સાથે જ તેને ઈજામાંથી સ્વસ્થ થયા બાદ તેનું શરીર બોલિંગના ભારને સહન કરવા માટે તૈયાર નથી.

image soucre

હાર્દિકને સલાહ આપતા તેણે કહ્યું કે પંડ્યાએ સ્નાયુઓને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે જો પંડ્યા ઓવર કરતો રહેશે તો ઘાયલ થતો જ રહેશે. સલમાને કહ્યું કે હાર્દિકે તેના સ્નાયુઓને મજબૂત બનાવવાની જરૂર છે. તેની પાસે ઘણી સંભાવનાઓ છે અને તે વધુ મજબૂત થઈ શકે છે.

image soucre

સલમાને કહ્યું હતું કે હાર્દિકની બોલિંગ એક્શન ઘણી સારી છે, પરંતુ તેનું શરીર વધારે વજન સંભાળી શકતું નથી. તેના પર તેઓને કામ કરવાની જરૂર છે. કપિલ દેવ અને ઇમરાન ખાનનું ઉદાહરણ આપતા પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટને સમજાવ્યું કે મજબૂત શરીરની જરૂર શા માટે છે. તેણે કહ્યું કે તે બંને હાર્દિક પંડ્યા કરતા ઘણા વધારે ફિટ છે.

image socure

મહત્વનું છે કે આઈસીસી ટી-20 વર્લ્ડ કપનું આયોજન બીસીસીઆઈ આગામી ઓક્ટોબર માસમાં કરશે ત્યાં સુધીમાં હાર્દિક પંડ્યાએ ફીટ થવું પડશે. ઉલ્લેખનીય છે કે ધુંઆધાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ભારતને અનેક હારેલી બાજી જીતાડી છે. તેણે બોલિંગ અને બેટિંગ બંનેથી ઘણી મેચમાં આશ્ચર્યજનક પરિણામ સામે મુક્યા છે. તેવામાં ટી-20 વર્લ્ડ કપમાં પણ તે સારી રમતનું પ્રદર્શન કરે તેવી તેના ફેન્સને આશા છે.