માણસો બાદ આ પ્રાણીઓ હવે બની રહ્યા છે ખતરનાક ડેલ્ટા વેરિયન્ટનો શિકાર, ચિંતાનો માહોલ

અત્યાર સુધી વિવિધ દેશોમાં હાહાકાર મચાવી રહેલો કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ઘાતક બની શકે તેવા એંધાણ છે, કેમ કે તે સતત મ્યુટેટ તો થાય છે પણ હવે તેણે માણસોની સાથે જ જંગલી પ્રાણીઓને પણ સંક્રમિત કરવાનું શરુ કરી દીધું છે.

image source

આ પ્રકારના કેસ હાલમાં ચીનની ઉત્તરમાં આવેલા દેશ મંગોલિયામાં નોંધાયા છે, અહીં બિલાડી જેવા દેખાતા એક બીવર નામના પ્રાણીમાં ડેલ્ટા વેરિયન્ટની હાજરી નોંધાઈ છે, કુલ 7 જેટલા આવા કેસ નોંધાયા છે, જેને લઈને કોવિડ એક્સપર્ટમાં પણ ચિંતાનો માહોલ છે.

image source

NCZD ના ડિરેક્ટર ન્યામદોરજ સોગબદ્રખે લોકલ મીડિયાને જણાવ્યું કે દેશની રાજધાની ઉલાનબટોરના પર્યાવરણ વિભાગમાં બીવર બ્રીડિંગ સેન્ટરમાં ઓગસ્ટમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં 7 બીવર કોવિડ પોઝિટિવ જોવા મળ્યા. આ સમયે ચીની ન્યુઝ એજન્સી શિન્હુઆ તરફથી પણ આ જ પ્રકારના અહેવાલો આપવામાં આવ્યા હતા.

image soure

ચીની મીડિયા હાઉસ CGTN ના હાલના એક રિપોર્ટ પ્રમાણે ઝૂના અધિકારીઓએ કહ્યું હતું કે સંક્રમિત બીવરમાં ઉધરસ, નાકનું વહેવું અને આંખોમાં ચીકાશ જેવા લક્ષણો જોવા મળ્યા હતા, જો કે આ રાહતની વાત એ છે કે આ બધા જ પ્રાણીઓ હાલમાં કોરોના નેગેટિવ થઈ ચૂક્યા છે. જો કે મંગોલિયાની વાત કરીએ તો લગભગ 34 લાખની વસ્તી વાળા આ દેશમાં અત્યાર સુધીમાં 2,52,648 જેટલા કેસ સામે આવ્યા છે, જેમાંથી 1021 લોકોના મોત થઈ ગયા છે.