કોરોનાકાળમાં હવે ખતરનાક વાયરસનું વધ્યું જોખમ, આ સાત લક્ષણોને ભૂલથી પણ ન અવગણો

કેરળમાં કોરોનાના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને આ કારણે કેરળ સરકારે આખા રાજ્યમાં નાઈટ કરફ્યુ અને રવિવારે લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે. એ દરમિયાન હવે ત્યાં એક નવા વાયરસનું જોખમ પણ દેખાઈ રહ્યું છે જેનું નામ છે નિપાહ વાયરસ. જણાવવામાં આવી રહ્યું છે કે કેરળના કોઝીકોડમાં આ વાયરસથી એક 12 વર્ષના બાળકનું મોત થઈ ગયું છે.

image source

પુણેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ એની પુષ્ટિ પણ કરી દીધી છે રિપોર્ટ્સ અનુસાર બાળકની તબિયત ખૂબ જ ખરાબ થયા પછી એને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો પણ એની હાલતમાં કોઈ સુધારો નહોતો આવી રહ્યો અને આખરે એનું મોત થઈ ગયું. જો કે આ પહેલીવાર નથી થયું જ્યારે કેરળમાં નિપાહ વાયરસથી કોઈ સંક્રમિત થયું છે પણ ત્યાં ઘણીવાર એના કેસ સામે આવતા રહે છે. તો ચાલો જાણી લઈએ આ નિપાહ વાયરસ વિશે કે આ કેટલો ખતરનાક છે અને એના લક્ષણો ક્યાં છે

એક્સપર્ટના કહેવા અનુસાર નિપાહ વાયરસ કેટલો ખતરનાક છે એનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે આ વાયરસથી સંક્રમિત થતા લોકોમાં 40થી 75 ટકા સુધીનું મોત થઈ જાય છે અને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે એની કોઈ સારવાર પણ નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નિપાહ વાયરસને દુનિયાના 10 સૌથી ખતરનાક વાયરસની સૂચિમાં સામેલ કર્યું છે.

image source

નિપાહ વાયરસના ખતરનાક હોવના બીજા પણ ઘણા કારણ છે. એનો ઇન્કયુબેશન પીરિયડ એટકે કે સંક્રમણ સમય બહુ લાંબો હોય છે ક્યારેક ક્યારેક તો 45 દિવસ. એવામાં જો કોઈ વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત થઈ જાય છે તો એને એ વિશે ખબર જ નથી પડતી અને એવામાં એ આ વાયરસને બીજા લોકોને ફેલાવતા રહે છે.

એક્સપર્ટ કહે છે કે ફ્રુટ બેટ્સ કે ચામચીડિયામાં નિપાહ વાયરસ પ્રાકૃતિક રૂપે જોવા મળે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ ચામચીડિયાના સીધા સંપર્કમાં આવે છે તો એ નિપાહ વાયરસથી સંક્રમિત થઈ શકે છે. એ સિવાય દૂષિત ભોજન કરવાથી પણ એ વાયરસ માણસને સંક્રમિત કરી શકે છે. આ વાયરસથી સંક્રમિત ચામચીડિયા જ્યાંરે કોઈ ફળ ખાય છે તો એમની લાળને એના પર છોડી દે છે અને એવામાં માણસ જ્યારે એ ફળનું સેવન કરે છે તો એ પણ એ વાયરસથી સંક્રમિત થઈ જાય છે. લાળ સિવાય આ વાયરસ ચામચીડિયાના મૂત્ર અને સંભવિત રૂપથી ચામચીડિયાના મળ અને જન્મના સમયે તરલ પદાર્થમાં રહેલો હોય છે.

image source

નિપાહ વાયરસથી સંક્રમિત લોકોમાં તાવ, ખાંસી, થાક, શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દર્દ અને એનસીફિલાઇટીસ જેવા લક્ષણો દેખાઈ શકે છે. એક્સપર્ટ કહે છે કે એનસીફિલાઈટીસ થાય તો મગજમાં સોજા આવી જાય છે અને એવામાં દર્દીનો મોત પણ થઈ શકે છે.

નિપાહ વાયરસથી બચવાના ઉપાય

જમતા પહેલા અને જમ્યા પછી હાથને સારી રીતે ધોઈ લો.

દૂષિત ફળોને ખાવાથી બચો.

image source

સંક્રમિત વ્યક્તિઓથી દુર રહો.

આ વાયરસના કારણે જેમનું મૃત્યુ થયું હોય એમના શબથી દુર રહો.