આ ક્યાંનો ન્યાય છે, હૈદરાબાદના ઉધોગપતિએ કર્યુ એકદમ અજીબ કારનામું, ઓવૈસીની સલામતી માટે ચડાવી દીધી 101 બકરીની બલી

લોકસભા સાંસદ અને AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસરુદ્દીન ઓવૈસીની સલામતી અને લાંબી ઉમરની કામના કરવા માટે રવિવારના રોજ હૈદરાબાદના બાગ-એ જહાંઆરામાં એક વ્યવસાયીએ 101 બકરીઓની બલી આપી દીધી છે. બકરીઓના બલિદાન માટે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત અહેવાલ મુજબ, મલકપેટ ધારાસભ્ય અને AIMIM નેતા અહેમદ બલાલા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ઉત્તર પ્રદેશના મેરઠથી દિલ્હી જઈ રહેલા સાંસદ ઓવૈસીની કારને ગોળી માર્યાના થોડા દિવસો બાદ આ વાત સામે આવી છે. જો કે, ગોળીબાર કરનાર કોઈ પણ ઈજા પહોંચાડ્યા વગર નાસી ગયો હતો.

image source

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા ઓવૈસીના સમર્થકો 3 ફેબ્રુઆરીના હુમલા બાદથી તેમના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અસદુદ્દીન ઓવૈસી માટે ઝેડ કેટેગરીની સુરક્ષાને મંજૂરી આપી હતી. જોકે, તેણે તેનો અસ્વીકાર કર્યો હતો.

ઓવૈસી પરના હુમલામાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. હુમલા બાદ બે આરોપીઓની ધરપકડ કરીને 14 દિવસની જેલમાં ધકેલી દેવામાં આવ્યા હોવા છતાં હજુ પણ ઘણા લોકો હુમલામાં સામેલ હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે હાપુડમાં અખિલ ભારતીય AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની કાર પર ગોળીબારમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો મેરઠથી મંગાવવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શનિવારે આ માહિતી આપી.

ઓવૈસી પર હુમલાનો વીડિયો વાયરલ થયો છે

image source

ગાઝિયાબાદમાં ઓવૈસીના ફાયરિંગનો વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગુરુવારે બપોરે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની કાર પર બે અજાણ્યા યુવકોએ ગોળીબાર કર્યો હતો. ઓવૈસીએ સૌથી પહેલા ટ્વિટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી. આ ઘટના દિલ્હી-લખનૌ એક્સપ્રેસ વેના છીઝરસી ટોલ પ્લાઝા પર બની હતી.

આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તેનો વીડિયો પણ હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સીસીટીવી ફૂટેજમાં બે હુમલાખોરો જોવા મળ્યા હતા. એકે લાલ હુડી પહેરેલી હતી અને એકે સફેદ શર્ટ અને પેન્ટ પહેર્યું હતું. ઓવૈસીના કાફલાના વાહન સાથે અથડાતાં લાલ હૂડી પહેરેલા હુમલાખોરને પણ ઈજા થઈ હતી.