માત્ર 10 હજારમાં બિઝનેસ શરૂ કરો, દર મહિને 1 લાખથી વધુ કમાશો, જાણો કેવી રીતે ?

તમે આઈસ્ક્રીમ પાર્લર ખોલી ને લાખો કમાઈ શકો છો. આજના સમયમાં, આ વ્યવસાય દરેક સિઝનમાં પરફેક્ટ છે. ઉનાળા ઉપરાંત, લોકો ઠંડી અને વરસાદમાં પણ આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરે છે. તમે શરૂઆતમાં માત્ર એક ફ્રીઝર થી ધંધો શરૂ કરી શકો છો. હાલમાં બજારમાં તેની કિંમત દસ હજાર રૂપિયા સુધી છે. બાદમાં, જ્યારે કમાણી વધે ત્યારે તમે આ વ્યવસાય ને આગળ લઈ જઈ શકો છો.

image source

છેલ્લા કેટલાક વર્ષોમાં આઈસ્ક્રીમ નો વ્યવસાય ઝડપથી વિકસી રહ્યો છે. વેપાર સંસ્થા એફએસએસએઆઈ એ એક રિપોર્ટમાં કહ્યું છે, કે 2022 સુધીમાં દેશમાં આઈસ્ક્રીમ નો બિઝનેસ એક અબજ ડોલર ને પાર કરી જશે. તમારે એફએસએસએઆઈ ના લાયસન્સ ની જરૂર પડશે. આ પંદર અંક નો રજિસ્ટ્રેશન નંબર છે, જે સુનિશ્ચિત કરે છે કે અહીં તૈયાર કરેલી ખાદ્ય વસ્તુઓ એફએસએસએઆઈ ના ગુણવત્તા ના ધોરણો ને પૂર્ણ કરે છે.

વ્યવસાય કેવી રીતે શરૂ કરવો ?

image soucre

તમે તમારા ઘરે થી આઈસ્ક્રીમ પાર્લર શરૂ કરી શકો છો. જો તમારું સ્થાન યોગ્ય નથી, તો પછી તમે વધુ ચાલતી જગ્યાએ દુકાન ભાડે રાખી ને પણ વ્યવસાય શરૂ કરી શકો છો. આ સિવાય ચારસો થી પાંચસો ચોરસ ફૂટ કાર્પેટ એરિયા ની કોઈપણ જગ્યા આઈસ્ક્રીમ પાર્લર ખોલવા માટે પૂરતી છે. આમાં તમે પાંચ થી દસ લોકો માટે બેસવાની વ્યવસ્થા પણ કરી શકો છો.

લગ્નની પાર્ટીઓમાં પણ ઓર્ડર લઈ શકો છો

image soucre

જો તમે વ્યવસાય ને વધુ વધારવા માંગો છો, તો તમે લગ્ન અને પાર્ટીના ઓર્ડર પણ લઈ શકો છો. જ્યારે તે વધે ત્યારે વ્યવસાય ની નોંધણી કરો. આનાથી તમને લોન મેળવવામાં પણ સરળતા રહેશે. તમે સરકાર પાસેથી પણ લોન લઈ શકો છો, અને તમારા વ્યવસાયને આગળ વધારી શકો છો.

વધુ માહિતી માટે, તમે આ લિંકની મુલાકાત પણ લઈ શકો છો

image soucre

અમૂલ આઈસ્ક્રીમ પાર્લર માટે ઓછામાં ઓછી ત્રણસો ચોરસ ફૂટ જગ્યા ની જરૂર પડશે. જો તમારી પાસે જગ્યાની વ્યવસ્થા હોય તો ફ્રેન્ચાઇઝી અપ્લાય કરવા માટે તમારે [email protected] ને ઇમેઇલ કરવાની જરૂર છે. આ ઉપરાંત, તમે આ લિંક http://amul.com/m/amul scooping parlors ની મુલાકાત લઈ ને પણ જાણકારી મેળવી શકો છો.