જો તમારું ખાતું પણ SBIમાં હોયતો ચેતી જજો, 15 ફેબ્રુઆરી પછી બેન્ક આટલા ખાતા વેચી મારશે

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં જો તમારું ખાતું છે તો જાણી લો કે બેન્ક કેટલાક NPA એકાઉન્ટ્સની હરાજી કરવા જઈ રહી છે. આ બેન્ક NPA ખાતા દ્વારા કરોડો રૂપિયા ભેગા કરવામાં આવશે. ભારતીય સ્ટેટ બેન્ક લગભગ 406 કરોડ રૂપિયાની વસૂલીને બિન-કાર્યકારી સંપત્તિ ખાતાની સંપત્તિ પુનર્ગઠન કંપનીઓના વેચાણની તૈયારી કરી રહી છે.

કયા ખાતાઓની હરાજી કરવામાં આવશે

SBI જે એકાઉન્ટ્સ વેચવાની તૈયારી કરી રહી છે તેમાં પટના બક્તિયારપુર ટોલવે (રૂ. 230.66 કરોડના લેણાં), સ્ટીલકો ગુજરાત લિમિટેડ (રૂ. 68.31 કરોડના લેણાં), GOL ઑફશોર લિમિટેડ (રૂ. 50.75 કરોડના લેણાં), આંધ્ર ફેરો એલોય્સ (રૂ. 26.73 કરોડના લેણાં) ગુરુ આશિષ ટેક્સફેબ(17.7 કરોડ રૂપિયા લેણાં), જેનિક્સ ઓટોમેશસ પ્રાઇવેટ લિ. (12.23 કરોડ બાકી લેણાં) સામેલ છે.

image source

SBIએ નોટિસ જારી કરી છે

આ મિલકતોના વેચાણ માટે SBI દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે નિયમનકારી દિશાનિર્દેશો અનુસાર, અમે આ ખાતાઓને ARC/બેંક/NBFC/FIsને વેચાણ માટે મૂકી રહ્યા છીએ.

જાણો કયા દિવસે કયા ખાતાની હરાજી થશે?

પટના બક્તિયારપુર ટોલવેના ખાતાની ઈ-ઓક્શન 23 ફેબ્રુઆરીએ યોજાશે. GOL ઑફશોર 21 ફેબ્રુઆરી, Genix Automations અને Guru Ashirsha Texfab 15 ફેબ્રુઆરી, Steelco Gujarat અને આંધ્ર ફેરો એલોય્સની 4 માર્ચે હરાજી થશે.

image source

બેંકે ત્રીજા ક્વાર્ટરમાં 8,432 કરોડનો નફો કર્યો છે

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં SBIનો ચોખ્ખો નફો 62 ટકા વધ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં SBIનો નફો 8,432 કરોડ પર પહોંચી ગયો છે. સ્ટેટ બેંકે શનિવારે આ અંગેની માહિતી આપી છે.

બેંકે કહ્યું કે 31 ડિસેમ્બર, 2021ના ​​રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવકમાં પણ વધારો થયો છે. SBIની કુલ આવક વધીને રૂ. 78,352 કરોડ થઈ છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2020 ક્વાર્ટરમાં તે રૂ. 75,981 કરોડ હતો.