અર્ચના પૂરણ સિંહ ધ કપિલ શર્મા શોમાં બેઠાં બેઠાં હસવાના વસુલે છે આટલાં રૂપિયા, આંકડો જાણીને ચોંકી જશો

ધ કપિલ શર્મા શોમાં જોવાં મળતી અભિનેત્રી અર્ચના પૂરણ સિંહ આ શોમાં તેના હાસ્ય માટે ખૂબ પ્રખ્યાત છે. આ શોમાં અર્ચના ઉપર ઘણા જોક્સ બોલવામાં આવે છે અને ત્યારે પણ તે ખૂબ જોરથી હસતી જોવા મળે છે. આ સાથે આ શોમાં નવજોત સિંહ સિધ્ધુ જજની ખુરશી પર બેઠેલો જોવાં મળે છે પરંતુ હવે તેની જગ્યા ફિલ્મ અને ટીવી જગતની પ્રખ્યાત અર્ચના પૂરણ સિંહે લીધી છે. આ સાથે જ જો વાત કરવામાં આવે કે કપિલના શોમાં ન્યાયાધીશની ખુરશી પર બેસતી વખતે અર્ચના પૂરણ સિંહ કેટલા પૈસા લે છે તે વિશે તો તે જાણીને તમે દંગ રહી જશો.

फोटो साभार: @Archana Puran Singh instagram
image source

એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમને એક એપિસોડમાં હસવા માટે 10 લાખ રૂપિયા મળે છે. માત્ર એટલું જ નહીં કે અર્ચના આટલી મોટી રકમ લે છે પરંતુ તે શોમાં કામ કરનાર દરેક એક્ટર ઘણી ફી વસૂલ કરે છે. મળતી માહિતી મુજબ વર્ષ 2021માં અર્ચના પુરણ સિંહ નેટ વર્થ 2021ની કુલ સંપત્તિ 220 કરોડ છે.

image source

આ સાથે, મુંબઈના મડ આઇલેન્ડમાં અર્ચનાનો એક ભવ્ય બંગલો પણ છે. આ સાથે અર્ચનાએ 1993માં ઝી ટીવીના શો વહ ક્યા સીન હૈ સાથે ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમનો શો તે વર્ષે સુપરહિટ શો સાબિત થયો હતો અને ત્યારબાદ તેણે જાને ભી દો પારો, શ્રીમાન-શ્રીમતી શો પણ કર્યો. અર્ચના પૂરણ સિંહને એક એપિસોડમાં ફક્ત હસાવવા બદલ 10 લાખ રૂપિયા મળે છે તે જાણીને દર્શકો પણ ચોંકી ગયા હતાં.

image source

થોડા દિવસો પહેલા તે એક અન્ય વાતને લઈને પણ ચર્ચામા આવી હતી. છેલ્લે ધ કપિલ શર્મા શોમાં જોવા મળેલી અર્ચના પૂરણ સિંહે થોડા દિવસો પહેલા રસીનો પહેલો ડોઝ લીધો હતો. તેણે રસીકરણ કરાવ્યુ છે તેવી એક સ્ટોરી પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. રસી લીધા બાદ હવે તેણે કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે કલરફુલ આઉટફિટમાં પોઝ આપતી જોવા મળી રહી હતી.

આ પોસ્ટ કરતા તેણે લખ્યું હતુ કે હવે તો મે રસી પણ લઈ લીધી છે અને તૈયાર પણ થઈ ગઈ છુ? પરંતુ હવે જવું ક્યાં તે સવાલ છે? આમ તો ભારતીય જ્યારે પણ તૈયાર થાય ત્યારે મનથી તૈયાર થાય છે. હેં ને? તેની આ પોસ્ટ પર તેના ફેંસ ઘણી કમેન્ટ પણ આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!