રાજકોટમાં કોરોના સામે 342 ભૂલકાઓ જીત્યા જંગ, માત્ર એક મહિનામાં કિડની, લીવર, ફેફસાની ગંભીર બીમારીને પણ આપી મ્હાત

કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેર વધારે ઘાતક સાબિત થઈ છે. પહેલી લહેરમાં કોરોના સંક્રમિત કેસોમાં મોટા ભાગનાં વધુ ઉંમર અને ગંભીર બિમારીથી પીડિત લોકોનાં મૃત્યુ થતાં હતાં. હવે આ બીજી લહેરમાં વાયરસે પોતાનું બંધારણ બદલી નાખ્યું છે જેથી હવે યુવાનોથી લઈને બાળકો પણ સંક્રમણથી બચી શક્યા નથી. આ સમયે બાળકોમાં જોવા મળેલા કિસ્સા વિશે અહીં વાત થઈ રહી છે. મળતી માહિતી મુજબ હાલમાં બાળકોનાં એવાં ચાર કિસ્સા સામે આવ્યાં છે જે સૌથી વધુ ક્રિટિકલ હતા. પરંતુ સારા સમાચાર એ છે કે સમય રહેતાં બાળકોને યોગ્ય ઈલાજ મળતાં આજે તેઓ સંપૂર્ણ પણે સવસ્થ છે. બાળકોની હિંમતથી જીત મેળવેલાં કિસ્સા હવે અન્ય માટે પ્રેરણા બન્યાં છે.

ઉંમર 10 વર્ષ: લીવરની બીમારી

image source

આ કિસ્સો ગાંધીધામનો છે. અહી રહેતા જાવેદની ઉંમર માત્ર 10 વર્ષ છે અને આ બાળકની સ્થિતિ અત્યંત ગંભીર હતી. ડોકટર પાસે ગયાં ત્યારે તેણે પેટમાં દુખાવો અને પ્રવાહી ઓછું થઇ જતા બાળકના લીવર પર ખૂબજ ખરાબ અસર પહોંચી હતી. આ સાથે સમસ્યામાં વધારો કરતો એક અન્ય રિપોર્ટ સામે આવ્યો જેમાં રિપોર્ટમાં ડી-ડાઈમર જોવા મળ્યું એટલે કે 10 હજારથી વધુ એસજીઓ 2 અને એસજીપીટી જે નોર્મલ 40 હોવું જોઈએ તે 10 હજાર આવ્યું હતું માત્ર એટલું જ નહીં ફેરિટિન પણ 1200થી વધારે હતું. ડોકટરના સતત 10 દિવસના પ્રયત્નો બાદ બાળકની સ્થિતિમાં સુધારો આવ્યો હતો. આ પછી તેનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. સતત 4 સપ્તાહના કાઉન્સેલિંગ બાદ જાવેદનું ડી-ડાઈમર 10 હજારથી ઘટી 600એ પહોંચ્યું છે જે રાહતની વાત હતી. ત્યારબાદ તેને પણ ડોકટર દ્વારા રજા આપવામાં આવી છે.

ઉંમર 8 મહિના: હિમોગ્લોબિન 5%

image source

આ કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. આ નાનકડી બાળકીની ઉંમર માત્ર 8 મહિના જ છે અને તેનું નામ રિયાંશી છે. મળતી માહિતી મુજબ આબાળકીને માત્ર 5 ટકા જ હિમોગ્લોબિન હતું છતાં પણ તેણે કોરોનાને હરાવ્યો છે અને અન્ય બીમારી પર પણ જીત મેળવી છે. આ બાળકીનો ઈલાજ કરનાર ડોકટર સાથે થયેલી વાતચીતમાં તેમના જણાવ્યું હતું કે આ બાળકી જ્યારે સારવાર માટે આવી ત્યારે તે અત્યંત હાંફતી હતી એટલે કે ઘણી વધારે શ્વાસની તકલીફ હતી અને સખત તાવ પણ હતો. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને ત્યારબાદ તેના કારણે ફેફસાં પણ 30 ટકા જેટલા ખરાબ જોવા મળ્યાં.

image source

ડોકટરે આગળ કહ્યું કે જ્યારે આ બાળકીના માતા-પિતા તેને લઈને મારી પાસે આવ્યાં ત્યારે તેઓ ખૂબ ગભરાયેલા હતાં અને પૂછતાં હતાં કે તમે અમારી બાળકીને દાખલ તો કરશોને? કારણ કે તેઓ અત્યાર સુધીમાં આ બાળકીને લઈને 3 ખાનગી હોસ્પિટલોનાં ચક્કર લગાવી ચૂક્યા હતાં પરંતુ કોઈ એ પણ તેનો ઈલાજ કરવાની હા પાડી નથી. આગળ વાત કરતાં ડોકટરે કહ્યું કે અમે બાળકીની સારવારમાં ઓક્સિજન, નેબ્યુલાઈઝર શરૂ કરાયું હતું. પરંતુ એક વાતનું જોખમ હતું કે રેસ્પિરેટરી રેટ જે 30 હોવો જોઈએ તે 80 સુધી પહોંચી ગયો હતો આથી જો રેસ્પિરેટરી રેટ જે 30 રહે તો ફેફસાં થાકી જાય અને હૃદય સપોર્ટ કરવાનું બંધ કરી દે તેની બીક હતી. આથી સારવાર દરમિયાન બે વખત બાટલા પણ ચડાવવામાં આવ્યા હતા. 6 થી 7 દિવસ સારવાર લીધા બાદ તેની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ અમે તેને ડિસ્ચાર્જ કરી હતી.

ઉંમર 3 વર્ષ: કિડનીની બીમારી

image source

રાજકોટમાં બનેલો એક કિસ્સો જેમાં માત્ર 3 વર્ષના એક બાળકે કોરોનાને તગડી હાર આપી છે. આ બાળકનું નામ રાકીબ છે. મળતી માહિતી મુજબ તેને કોવિડની સાથે કિડનીની ગંભીર બીમારી પર પણ જીત મેળવી છે. નેફ્રોટિક સિન્ડ્રોમ એટલે કિડનીની બીમારીથી પીડાતા રાકીબને સતત તાવ, શરીર પર સોજા અને સતત ઊલટી થતી હતી. કિડનીની બીમારી જ્યારે બાળકને થાય ત્યારે તેની ઈમ્યુનિટી ખૂબ ઝડપથી ઘટી જાય છે. જ્યારે આ બાળકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તેનાં પર તેની ઘણી વિપરીત અસર પડી હતી. બોડીમાં સેકન્ડરી ઇન્ફેક્શન વધુ થતા સીઆરપી 2ના બદલે 100 આવ્યું હતું જે ખરેખર ચિંતાનો વિષય હતો. નિષ્ણાતોનાં માર્ગદર્શન હેઠળ તેને સ્ટિરોઈડ આપવામાં આવ્યા હતાં. આ બધું કર્યાં પછી જે થયું તે જોઈને ડોકટર પણ નવાઈ પામ્યા હતાં. યોગ્ય સારવારનાં અંતે આ બાળક માત્ર 10 દિવસમાં આ બધી બીમારીઓની સાથે કોવિડને પણ મહાત આપી હતી.

ઉંમર 10 વર્ષ: લીવર પર ગંભીર અસર

મોરબીમાં એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં માત્ર 10 વર્ષના બાળક આદિત્યએ કોરોના સામે જંગ જીતી હતી. ડોકટરનાં જણાવ્યાં મુજબ જે સમયે દાખલ થયો તે પૂર્વેના 6 દિવસ જમવાનું ઓછું કરી નાખ્યું હતું. આ સાથે તેને સતત પેટમાં દુખાવો, ઊલટી જેવા લક્ષણો પણ દેખાઈ રહ્યાં હતાં. તે બાળક સતત પીળો પડી રહ્યો હતો. માતા-પિતાને હાલત અત્યંત ગંભીર જણાતા તેના રિપોર્ટ કરવામાં આવ્યા જે અત્યંત ખરાબ હોવાથી એ વાત સામે આવી કે તેનું લીવર કામ કરતું બંધ થઇ ગયું છે.

image source

આ વચ્ચે તેનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો જેથી વધારે સમસ્યા ઉભી થઈ હતી. આ પછી સ્થિતિ એવી બની હતી કે તેને કોવિડની સારવાર પહેલા લીવરની સારવાર કરવી ખૂબ જ જરૂરી હતી. એક્સપર્ટની સલાહ મુજબ હવે 3 દિવસ સ્ટિરોઈડ, હાઈ-એન્ટિબાયોટિક દવા આપ્યા બાદ રિકવરી શરૂ થઇ ગઇ હતી અને તે પછી માત્ર 10 દિવસના અંતે તે ડિસ્ચાર્જ પણ થઈ ગયો હતો.