Radhe: સલમાનની ફિલ્મ જોયા પછી સોશિયલ મીડિયા પર આવ્યું મિમ્સનું પુર, જે જોઇને ખડખડાટ હસી પડશો

બોલિવુડના ભાઈજાન સલમાન ખાનની ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈની એમના ફેન્સને આતુરતાથી રાહ હતી. આ રાહ ખતમ કરતા મેકર્સે ફિલ્મને ઇદના ખાસ અવસર પર ઝી પ્લેક્સ પર રિલીઝ કરી દીધી છે. વર્ષ 2019માં આવેલી ફિલ્મ દબંગ 3 પછી સલમાન ખાન હવે એમના ફેન્સ માટે મસાલા ફિલ્મ લઈને આવ્યા છે.જ્યાં એકબાજુ ભાઈજાનના ફેન્સ રાધેને બ્લોકબસ્ટર કહી રહ્યા છે તો ઘણા લોકો ફિલ્મ જોયા પછી નિરાશ છે કારણ કે પ્રભુ દેવા નિર્દેશિત ફિલ્મ એમની આશા પર ખરી ન ઉતરી. સાથે કેટલાક એવા લોકો પણ છે જે ફિલ્મમાં સલમાન ખાનની એન્ટ્રીને લઈને હાલ ફની મિમ્સ બનાવી રહ્યા છે. તો ચાલો એક નજર નાખીએ આવા કેટલાક વાયરલ મિમ્સ પર.

image source

રાધેની રિલીઝ પછી તરત સલમાન ખાનના ફેન્સની દીવાનગી કંઇક એવી હતી કે એક સાથે એટલા લોકોએ લોગ ઇન કર્યું કે એપનું સર્વર જ ક્રેશ થઈ ગયું. ફિલ્મ જોયા પછી અમુક તો ભાઈજાનના દીવાના થઈ ગયા અને અમૂકના હાલ તો બેહાલ થઈ ગયા. એ પછી શરૂ થયો મિમ્સનો સિલસિલો જે રોકાવાનું નામ નથી લઈ રહ્યો.

image source

આ ફની વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો છે જે ધડામ કરીને નીચે પડે છે.આ વીડિયો ટ્વીટર પર એટલે વાયરલ થઈ રહ્યો છે કારણ કે લોકો એને રાધે ફિલ્મ સાથે જોડીને જોઇ રહ્યા છે. એમનું માનવું છે કે અમુક લોકોના હાલ ફિલ્મ જોયા પછી આવો જ હતો.

image source

તો એક બાજુ મિમ્સ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં મૂંન5 એમબીબીએસનો એક સીન લેવામાં આવ્યો છે. સીનમાં ડોકટર છે જે દર્દીની બાજુમાં વહીલચેર પર બેઠા છે અને કહે છે કે સબજેક્ટ કઈ અનુભવી નથી શકતો. એ અંદર ને અંદર જ મરી ચુક્યા છે બસ જીવતી લાશની જેમ જીવે છે.

image source

એક બીજું મીમ પણ છે જે સોશિયલ મીડિયા પર છવાયેલું છે. આ મીમ તો સલમાન ખાનની જ એક ફિલ્મનો એક સીન લેવામાં આવ્યો છે જેમાં સલમાન રડતા દેખાઈ રહ્યા છે. લોકોનું માનવું છે કે ખુદ ભાઈજાનનો પણ એવો જ હાલ થયો હશે પોતાની ફિલ્મ જોયા પછી.

image source

અમુક લોકોએ તો અલ્બર્ટ આઈન્સ્ટાઈનનો પણ એક ફોટો શેર કર્યો છે જેમાં એ ગીત સાંભળતા દેખાઈ રહ્યા છે. સાથે જ લખ્યું છે કે મ્યુઝિક બ્રેન ડેમેજને ઠીક કરી શકે છે. લોકોનું માનવું છે કે રાધે જોયા પછી પણ આવું જ કરવું જોઈએ.

image source

આ તો બહું થઈ ગયું જ્યારે એક સોશિયલ મીડિયા યુઝરે સલમાન અને દિશાનો એક ફોટો શેર કરીને લખ્યું કે ફિલ્મ છે કે કોરોનાની ત્રીજી લહેર.

image source

એકદમ ફ્લોપ મુવી. સાઉથ કોરિયન ફિલ્મ ધ આઉટલોઝની બિલકુલ રિમેક છે.