રાજકોટના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ‘જવાબદારી’ને લઈ થઈ ચર્ચા

ગુજરાત ભાજપમાં ગત સપ્તાહમાં ભારે ઊથલપાથલ થઈ છે. આજ સુધી કોઈ ફિલ્મમાં પણ જોવા મળ્યા ન હોય તેવા ટ્વિસ્ટ ગુજરાત ભાજપમાં જોવા મળ્યા હતા. આજથી એક સપ્તાહ પહેલા જ વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપી દીધું અને તેઓ પૂર્વ મુખ્યમંત્રી બની ગયા. એક સપ્તાહ સુધીમાં તો રાજ્યના મુખ્યમંત્રીથી લઈ મંત્રીમંડળ પણ સંપૂર્ણ પણે બદલાઈ ચુક્યું છે અને સત્તા પર નવા નેતાઓ આવી ચુક્યા છે. તમામને તેમના વિભાગ ફાળવી દેવાયા છે અને સાથે જ તેઓ પણ નવી જવાબદારીઓ નિભાવવા કમર કસી ચુક્યા છે.

image soure

આ તમામ ઊથલપાથલ વચ્ચે શુક્રવારે રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ભાજપ દ્વારા ધામધૂમથી ઉજવાયો. સેવા અને સમર્પણ અભિયાન હેઠળ જંગી રસીકરણથી લઈ અને અનેક વિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. આ તકે કેટલાક દ્રશ્યો ધ્યાન ખેંચે તેવા રાજકોટમાં જોવા મળ્યા હતા.

image soure

જણાવી દઈએ કે થોડા સમય પહેલા ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા વતન રાજકોટ પરત ફર્યા છે અને ગુરુવારે નવા મંત્રી મંડળની રચના બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રાજકોટમાં આવી ગયા હતા. ત્યારે શુક્રવારના કાર્યક્રમમાં આ બંને નેતાઓ મહત્વની ચર્ચા કરતા કેમેરામાં કેદ થયા હતા.

image source

ગુજરાત ભાજપના નેતૃત્વમાં નાટ્યાત્મક રીતે આમુલ પરિવર્તન આવ્યું છે. ત્યારબાદ રાજકોટ આવેલા વિજય રૂપાણીએ વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સાથે કેટલીક ચર્ચાઓ કરી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર રાજકોટમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન વજુભાઈ વાળાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એમ પણ પુછ્યું હતું કે પાર્ટીએ તમને રાજીનામાં બાદ કઈ જવાબદારી સોંપી છે ? જેના જવાબમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોઈ જવાબદારી સોંપી નથી. વિજય રૂપાણીએ આ વાતચીતમાં એમ પણ કહ્યું હતું કે પાર્ટી કોઈ જવાબદારી આપે કે નહીં તેઓ કામ કરતા જ રહેશે.

image source

રાજીનામાં બાદ ગાંધીનગરમાં થયેલી ઊથલપાથલ બાદ વિજય રૂપાણી પોતાના હોમ ટાઉન આવી ગયા હતા. અહીં પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ હળવાશ અનુભવે છે અને તેમને વિશ્વાસ છે કે ભપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવું મંત્રીમંડળ રાજ્યના વિકાસ કાર્યોને સતત આગળ વધારતા રહેશે.