બ્રહ્માંડમાં આ ગ્રહોના અશુભ પ્રભાવ તમારા સંબંધોમાં પાડે છે તિરાડ, જેમાં માનસિક તાણથી લઇને આ સમસ્યા રહે છે કાયમી

આપણી કુંડળી પર દરેક ગ્રહની શુભ-અશુભ અસર પડતી જ હોય છે, જે જીવનમાં દરેક પગલે અસર છોડે છે. જો કુંડળીમાં શુભ ગ્રહ દશા ચાલતી હોય તો વ્યક્તિનું ભાગ્ય જોરમાં હોય છે. તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે, અને તેને મન ગમતી વ્યક્તિ વસ્તુઓ અને જોબ મળે છે. જ્યારે ગ્રહોની દશા વિપરીત હોય તો તે બનતા કામ પણ બગાડી દે છે.

image source

દશા અશુભ બને તો વ્યક્તિ સતત મુશ્કેલીઓથી ઘેરાયેલો રહે છે. કુંડળી ની અનુકૂળ અને પ્રતિકૂળ દશા વ્યક્તિનાં જીવનની સાથે જ બને છે. ત્યારે આપણાં જ્યોતિષ શાસ્ત્રમાં કુંડળી નાં દોષોને દૂર કરવા માટેનાં કેટલાંક ઉપાય દર્શાવવામાં આવ્યાં છે, જે આપને દોષ મુજબ ધ્યાન રાખવાનાં રહે છે જે આપનાં ગ્રહ દોષ સમયે કારગાર સાબિત થશે.

સંબંધો ફક્ત નામના જ નહી પરંતુ જીવનભર સાથ નિભાવવા ના હોય છે. સંબંધો ની પુંજી થી આપણે જીવન ના તમામ કષ્ટ સરળતા થી સહી શકીએ છીએ. સારા સંબંધો આપણા જીવનમાં ખુશીઓ લાવે છે, તો એ જ સંબંધો ની ડોર નબળી પડે તો જીવન ડામા ડોળ થઇ જાય છે.

image source

કેટલીકવાર આપણે ભરપુર પ્રયાસ કરીએ તો પણ સંબંધો ની આંટી-ઘુંટી ને ઉકેલી શકતા નથી. વ્યક્તિઓ સંબંધો થી ક્યારેક ભારે તણાવ પણ અનુભવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સંબંધો નો ગ્રહો સાથે સીધો સંબંધ રહેલો છે. તો આજે આપણે આ લેખ દ્વારા જાણીએ સંબંધો ને મજબુત કરતા ગ્રહો ની અસર અને તેના ઉપાયો.

સૂર્ય બધા જ ગ્રહોમાં રાજા સમાન છે. કોઈપણ વ્યક્તિ ની કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો તેને માન-સન્માન અને ધન -સંપદા અઢળક મળે છે. જો સૂર્ય અશુભ ઘરમાં હોય તો વ્યક્તિને ધનહાનિ અને બદનામી સહન કરવી પડે છે.કુંડળીમાં જો સૂર્ય નબળો હોય તો વ્યક્તિનું માન-સન્માન ઘટે છે તે કાયદાકીય મામલામાં ફસાઈ જાય છે.

image source

સૂર્યના ખરાબ પ્રભાવથી બચવા માટે દરરોજ સૂર્યને જળ અર્પણ કરો. સાથે જ ઓમ સૂર્યાય નમ:નો જાપ કરો. આપ સૂર્ય નમસ્કાર પણ કરી શકો છો. જ્યોતિષશાસ્ત્રમા ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. ચંદ્ર વ્યક્તિને માનસિક અશાંતિ અને પારિવારિક સુખ પ્રદાન કરે છે. ચંદ્ર માતા સાથે જોડાયેલ છે. જો કોઈની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ યોગ્ય ન હોય તો સંબંધોમાં પિતૃ પક્ષે મુશ્કેલીઓ આવી શકે છે. તેની માતાના સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે.

મંગળ પરાક્રમ અને ક્રોધ બંને નું પ્રતિનિધિત્વ કરે છે. જો મંગળ શુભ હોય તો વ્યક્તિ પરાક્રમી અને કુશળ આગેવાન બને છે, અને જો મંગળ નબળો હોય તો વ્યક્તિ નબળો અને ભયભીત રહેનાર હોય છે. કુંડળીમાં મંગળ ગ્રહ નબળો હોય તો તેનો પ્રભાવ ઓછો કરવા માટે મંગળવાર ના રોજ હનુમાનજી ની ઉપાસના કરી સુંદર કાંડનાં પાઠ કરવા જોઇએ. મંગળ નબળો હોય તો વ્યક્તિ માનસિક રીતે ખૂબ જ પરેશાન રહે છે.

image source

જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને પ્રકાંડ બુદ્ધિ અને વક્તાનો કારક માનવામાં આવે છે. જેનો બુધ નબળો છે, તેની બુદ્ધિ અને વાણી ઉપર અશુભ પ્રભાવ પડે છે. આ સાથે, તે માતૃ પક્ષના સંબંધો પર અસર કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ગુરૂ ગ્રહ નબળો હશે તો તમારી ઉન્નતિ અટકી જશે અને તેના પ્રભાવ ને દૂર કરવા માટે ગુરૂવારે પીળી વસ્તુઓનું દાન કરવું જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *