શું તમે પીડાવો છો માઇગ્રેનની તકલીફથી? તો દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવો દરરોજ, જાણો બીજા આ ફાયદાઓ વિશે

આપણે સૌ જાણીએ જ છીએ કે પોષણની દ્રષ્ટિએ દૂધ અમૃત સમાન છે. તુલસીથી પણ આપ સૌ વાકેફ જ છો.લગભગ દરેક ઘરમાં તમને તુલસીનો છોડ જોવા મળશે જ. આપણે સૌ તુલસીને ઔષધિના રૂપમાં ઉપયોગ કરીએ છીએ. તમને જણાવી દઈએ કે તુલસી  તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઘણા રોગોથી તમારી રક્ષા કરે છે. તુલસીના પાનમાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

image source

શુ તમે જાણો છો કે રોજ તુલસીના પાનને દૂધમાં ઉકાળીને પીવામાં આવે તો ઘણા બધા રોગોથી ખુદને ઘણી સરળતાથી બચાવી શકાય છે. જો તમે વિચારી રહ્યા હોય કે આવું કઈ રીતે બની શકે તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે એવા 5 સ્વાસ્થ્ય લાભ જેને તમે તુલસી અને દૂધમાંથી મેળવી શકો છો.

image source

દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવાના ફાયદા.

દમના રોગમાં ફાયદાકારક.

જો તમે શ્વાસ સંબંધિત તકલીફોથી પરેશાન છો તો દૂધની સાથે તુલસીના પાન ઉકાળીને પીવો. એવું કરવાથી શ્વાસની તકલીફ વાળા રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે.

માઈગ્રેનની તકલીફ.

image source

દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવાથી માથાનો દુખાવો કે માઈગ્રેન જેવી તકલીફમાં રાહત મળે છે. નિયમિત રીતે આ ઔષધીનું
સેવન આ તકલીફને જડમૂળમાંથી મટાડી શકે છે.

તણાવ અને ડિપ્રેશનની તકલીફથી છુટકારો.

તુલસીના પાનમાં ઘણા બધા ઔષધીય ગુણ છે જેમાં હિલિંગનો ગુણ પણ રહેલો છે. દૂધમાં તુલસીના પાન ઉકાળી લો અને એને પી
લો. આ ઔષધી પીવાથી માનસિક તણાવ અને ચિંતા દૂર થઈ જાય છે. સાથે સાથે ડિપ્રેશનની તકલીફથી બહાર આવવામાં પણ મદદ
મળે છે.

વાયરસ ફ્લુથી મળે છે રાહત.

image source

બદલાતા વાતાવરણના કારણે ઘણીવાર તમે વાયરલ ઇન્ફેક્શન કે ફ્લુનો શિકાર બની જાવ છો. એવામાં વાયરલ ઇન્ફેક્શન કે ફ્લુને દૂર
કરવા માટે દૂધમાં તુલસી, લવિંગ અને મરીને ઉકાળીને ઠંડુ કરી લો. આ દૂધનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તમારી આ
તકલીફને દૂર કરી દેશે.

રોગપ્રતિકારક ક્ષમતા.

image source

તુલસીના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ રહેલા છે જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. એટલું જ નહીં
એના ગુણ શરીરમાં કેન્સર પેદા કરનારી કોશિકાઓ સાથે લડવાની શક્તિ આપે છે. અને એનાથી રક્ષા પણ કરે છે. એ સિવાય તુલસીના
પાનમાં એન્ટીબેક્ટેરિયલ તેમન એન્ટીવાયરલ ગુણ પણ હોય છે જે શરદી ખાંસીથી આપણને દૂર રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત