ફટાફટ ઘટાડશે તમારો વજન, એકવાર વાંચો આ લેખ અને જાણો અળસીના સ્પેશીયલ ઉકાળા વિશે…

જો તમે પણ મોટાપાની સમસ્યાથી પીડિત છો અને તમારુ વજન ઘટાડવા માટે વિચારી રહ્યા છો તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે કારણકે, આજે આ લેખમા અમે તમારા માટે અળસીના બીજથી થતા ફાયદાઓ વિશે જણાવીશુ. આ અળસીના બીજ તમારા વજનને નિયંત્રિત રાખવામા ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે.

image source

આરોગ્ય નિષ્ણાતોના મત પ્રમાણે જે લોકો કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને સતત કામ કરતા રહે છે તેમને મોટાપા સાથે અન્ય શારીરિક સમસ્યાઓ પણ થઇ શકે છે. આ લોકોના વજનમા તો વધારો થાય જ છે પરંતુ, તેની સાથે જ તેમને હૃદયની તકલીફો પણ શરૂ થાય છે. તો ચાલો આજે અળસીથી થતા લાંબો વિશે થોડી માહિતી મેળવીએ.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક :

image source

વજન ઘટાડવા માટે મોટાભાગના લોકો ડાયેટનો સહારો લેતા હોય છે પરંતુ, તેમછતા તેમના વજનમા કોઈ વિશેષ ફરક પડતો નથી. આવી પરીસ્થિતિમા અળસીના બીજમાંથી તૈયાર કરેલો આ ઉકાળો તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ અળસીના બીજમા ભરપૂર પ્રમાણમા ઓમેગા -3 ફેટી એસિડ, પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ સમાવિષ્ટ હોય છે. જે તમારા શરીરને સ્વસ્થ અને નીરોગી રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

શું કહે છે આરોગ્ય નિષ્ણાતો?

image source

આરોગ્ય નિષ્ણાતના મત મુજબ અળસીનો ઉકાળો એ તમારા શરીરના વજનને ઘટાડવામા ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે અને તે સિવાય તે તમને બીજા ઘણા પ્રકારના ફાયદાઓ પણ પૂરા પાડે છે. તે તમારી ત્વચાને આંતરિક સોજાથી મુક્ત રાખવામા સહાયરૂપ સાબિત થાય છે.

જરૂરી સામગ્રી :

પાણી : ૧ ગ્લાસ, અળસી બીજનો પાવડર : ૧ ચમચી, લીંબુનો રસ : ૧ ચમચી, ગોળ : એક નાનો ટુકડો

કેવી રીતે તૈયાર કરવો ઉકાળો ?

image source

આ ઉકાળો તૈયાર કરવા માટે સૌથી પહેલા તમે એક વાસણમા એક ગ્લાસ પાણી ઉમેરો. ત્યારબાદ તમે તેને ધીમી આંચ પર ગેસ ઉપર મૂકો. હવે તેમાં તમે એક ચમચી જેટલો અળસીના બીજનો પાવડર ઉમેરો. હવે આ મિશ્રણને લગભગ ૨-૩ મિનિટ સુધી ઉકળવા દો. ત્યારબાદ તમારો ગેસ બંધ કરો અને તેને એક કપમાં ગાળી લો.

હવે જ્યારે આ મિશ્રણ ઠંડુ થાય ત્યારે તેમા એક ચમચી જેટલો લીંબુનો રસ અને ગોળનો એક નાનો ટુકડો ઉમેરો. ત્યારબાદ આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને તેનુ યોગ્ય રીતે સેવન કરો. તમને થોડા જ દિવસોમા ફર્ક જોવા મળશે.