ઇટાલી જેવા શહેરમા મળશે 86 રૂપિયામાં ઘરનું ઘર, જાણો કેવી રીતે..?

દરેક વ્યક્તિના જીવનમા એક એવી ઈચ્છા હોય છે કે, તે પોતાના ઘર નુ ઘર લે પરંતુ, આ સપનુ સાકાર કરવામા ઘણો સમય લાગી જતો હોય છે. ત્યારે આજે અમે આ લેખમા તમારા માટે એક ખુશખબર લઈને આવ્યા છીએ. હાલ, સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઇટાલીમા ફક્ત એક યુરોમા જ ઘર નું વેંચાણ થઇ રહ્યુ છે. એક યુરો એટલે આપણે ત્યાના છ્યાસી રૂપિયા એટલે જો આ મુજબ ગણતરી કરીએ તો આપણે માત્ર છ્યાસી રૂપિયામા ઇટાલીમા ઘરનું ઘર વસાવી શકીએ છીએ.

image source

આ બધી બાબતો ની વચ્ચે એક નોંધવા જેવી બાબત એ પણ છે કે, આ જે મકાનો વહેંચાઈ રહ્યા છે તે બધા જ મકાનો રાજધાની રોમની પાસે આવેલા છે. હાલ જો કોઈ વ્યક્તિ નવી જગ્યાએ જઈને પોતાનુ નવું જીવન શરૂ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો તેમના માટે આ એક ખુબ જ મોટી તક છે.

હાલ રોમના લેટિયમ ક્ષેત્રમાં મૈન્ઝા ટાઉન પહેલુ એવું ક્ષેત્ર બની ગયું છે કે, જ્યાં ફક્ત એક જ યુરોમા મકાન વહેંચવામાં આવી રહ્યા છે. આ વિસ્તાર એકદમ ઐતિહાસિક છે, અને તે રાજધાની ના દક્ષિણ ભાગમાં જંગલી લેપિની ટેકરીઓ પર સ્થિત છે.

image source

ટાઉન ને એવી આશા છે કે, આ જગ્યાને જોઈને ખરીદદારો અહીં મકાન લેવા માટે જરૂર આવશે. એક ન્યુઝ ચેનલ સાથેની વાત દરમિયાન મેન્ઝાના મેયર ક્લાઉડિયો સ્પેરડુટ્ટીએ જણાવ્યું કે, આ યોજના શહેરને “પુનર્જીવિત” કરવાનો એક પ્રયાસ છે. હાલ માલિકો અને સંભવિત ખરીદદારો વચ્ચે સંપર્ક કરાવીને લગભગ સો જેટલા ઘરો વહેંચવામા આવશે.

image source

મેયરે જણાવ્યું કે, આ એક નવતર પ્રયોગ છે જે પ્રાયોગિક ધોરણે શરુ કરવામા આવ્યો છે. જલદી જ આ મકાનોના વાસ્તવિક માલિકો અમારા સંપર્કમાં આવશે અને તેમના મકાનો અમને સોંપી દશે. ત્યારબાદ અમે અમારી વેબસાઇટ પર જાહેર સૂચના દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ ઘરો વિશેની માહિતી ઉપલબ્ધ કરાવીશું. આ ઘર વહેંચવાની પ્રક્રિયામા સંપૂર્ણ પણે પારદર્શિતા દર્શાવવામાં આવશે.

image source

આ યોજનાની વેબસાઇટ અનુસાર, શહેરનું પ્રશાસન શહેરની મધ્યમાં આવેલા પ્રાચીન મધ્યકાલીન ગામનું પુનર્વસન કરવા ઈચ્છે છે, જે લાંબા સમયથી ખાલી પડેલું છે. આ ઘરો ખરીદનારા લોકોએ મિલકતોનું સમારકામ કરાવવું પડશે. આમાંથી કેટલાક મકાનોની હાલત એટલી ખરાબ છે કે, તે લોકોના વસવાટ માટે જોખમી બની શકે છે.

image source

અહીં ઘર ખરીદનારા લોકોએ સૌથી પહેલા પાંચ હજાર યુરો એટલે કે લગભગ સાડા ચાર લાખ રૂપિયા ડિપોઝિટ તરીકે જમા કરાવવાના રહેશે. એકવાર આ મકાનો નું સમારકામ થઈ જાય ત્યારબાદ આ નાણાં ખરીદદાર ને પાછા આપવામાં આવશે. તે જ સમયે ખરીદનાર વ્યક્તિ શહેરના આ ભાગમા રહેલા આ મકાનો ને દુકાનો કે રેસ્ટોરન્ટ્સમા બદલે તો તેની જાણ તેમણે વહીવટીતંત્ર ને કરવી પડશે અને આ અંગે તેમણે મંજૂરી પણ લેવી પડશે.