આવ્યા એક આનંદના સમાચાર, 12 જુલાઈથી સસ્તામાં મળશે સોનુ, જાણો અને જલદી લાભ લેવા કરો આ નાનકડુ કામ

જો તમેં પણ ખરીદવા માંગતા હોય સસ્તામાં સોનું તો તમારા માટે છે એક ખુશ ખબર. 12 જુલાઈથી એટલે કે સોમવારથી ફરી એક અવસર આપવામાં આવી રહ્યો છે. આ દિવસે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22નો ચોથો તબક્કો શરૂ કરાશે.

image source

આ સ્કીમ હેઠળ પ્રતિ ગ્રામ ગોલ્ડની કિંમત 4807 રૂપિયા રાખવામાં આવી છે. Sovereign Gold Bond આરબીઆઈ સરકારની તરફથી જાહેર કરે છે.

જો તમે પણ તેમાં રોકાણ કરવા ઈચ્છો છો તો જાણો આ ડિટેલ્સને વિશે પણ

image source

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ વખતે ગોલ્ડ બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ રૂપિયા 4,807 નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ઓનલાઇન અરજી કરવા અને ડિજિટલ માધ્યમ દ્વારા ચુકવણી કરનારા રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામ છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ 4,757 હશે.

તમને જણાવી દઈએ કે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં એક નાણાંકીય વર્ષમાં એક વ્યક્તિ 4 કિલોગ્રામ સોનાના બોન્ડ ખરીદી શકે છે.

image source

આ ગોલ્ડ બોન્ડ સ્કીમમાં ઓછામાં ઓછા રોકાણ 1 ગ્રામનુ કરવુ જરૂરી છે. ટ્રસ્ટ કે તેના જેવી સંસ્થાઓ 20 કિગ્રા સુધીના બોન્ડ ખરીદી શકે છે. અરજી ઓછામાં ઓછા 1 ગ્રામ કે તેના મલ્ટીપલમાં જાહેર કરાય છે.

બોન્ડની કિંમત ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન લિમિટેડ દ્વારા આપવામાં આવેલા 999 શુદ્ધતાના ગોલ્ડના આધારે ક્લોઝિંગ પ્રાઈઝના આધારે નક્કી કરાય છે. આ બોન્ડને ઇન્વેસ્ટમેન્ટ તરીકે પસંદ કરવામાં આવે છે. તેની મેચ્યોરિટીની અવધિ આઠ વર્ષની હોય છે અને પાંચ વર્ષ પછી તમે આ રોકાણમાંથી બહાર આવી શકો છો.

image source

તમે ઓછામાં ઓછા એક ગ્રામ સોનામાં બોન્ડમાં રોકાણ કરી શકો છો અને સામાન્ય માણસ માટે મહત્તમ રોકાણ મર્યાદા ચાર કિલોગ્રામ છે. આ ખરીદવા માટે તમારે તમારી બેંક, BSE, NSE વેબસાઇટ કે પછી પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો પડશે. તમે અહીંથી ડિજિટલી ખરીદી શકો છો. આ એક પ્રકારનું સુરક્ષિત રોકાણ છે કારણ કે ત્યાં ન તો શુદ્ધતાની ચિંતા છે કે ન સુરક્ષાની કોઈ તકલીફ છે.

તમને જણાવી દઈએ કે આ સોવરેન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ હોય છે. તેને ડીમેટ રૂપમાં પરિવર્તિત કરી શકાય છે. તેનું મૂલ્ય રૂપિયા કે ડોલરમાં હોતું નથી પણ સોનાના વજનમાં હોય છે.

image source

જો આ બોન્ડ 5 ગ્રામ સોનાના છે તો 5 ગ્રામ સોનાની કિંમત હશે એટલી બોન્ડની કિંમત હશે. આ બોન્ડ આરબીઆઈ સરકારની તરફથી જાહેર કરે છે. આ યોજના સરકારે 2015માં શરૂ કરી હતી. મેચ્યોરિટી પર સોવરેન ગોલ્ડ બોન્ડ ટેક્સ ફ્રી હોય છે.

આ ઉપરાંત આ બોન્ડ કેન્દ્ર સરકાર સમર્થિત હોવાના કારણે ડિફોલ્ટનું જોખમ રહેતું નથી. ફિઝિકલ ગોલ્ડને બદલે ગોલ્ડ બોન્ડને મેનેજ કરવાનું સરળ રહે છે. તેમજ પ્યોરિટીની ઝઁઝટ રહેતી નથી અને કિંમત 24 કેરેટ ગોલ્ડના આધારે નક્કી કરાય છે.

તમને જણાવી દઈએ કે આ બોન્ડમાં એક્ઝિટનો સરળ વિકલ્પ છે. ગોલ્ડ બોન્ડના અગેન્સ્ટ લોનની સુવિધા મળે છે. મેચ્યોરિટી પિરીયડ 8 વર્ષનો રહે છે અને 5 વર્ષ બાદ વેચવાનો વિક્લપ પણ મળે છે.