‘એસા દેશ હૈ મેરા’પાકિસ્તાનનું ભૂલુ પડેલું બાળક ભારતની સરહદમાં રોતું’તું, જવાનોએ પ્રેમથી જમાડી હસતાં મોઢે વિદાય આપી

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર અવારનવાર કઈક અને કઈક નાના મોટી લડત થતી રહેતી હોય છે. આ બધું ચાલતું રહેતું હોવા છતાં ભારત દરેક વખતે શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરે છે. આ વચ્ચે સરહદ પર ફરજ બજાવી રહેલા ભારત અને પાકિસ્તાનના સુરક્ષા દળોના વિચારોમાં કેટલું મોટું અંતર છે તેના પણ કિસ્સાઓ આજ સુધી ઘણી વખત સામે આવતા રહ્યાં છે. હાલમાં સામે આવેલી એક ઘટના પરથી પણ આ વિશે વધારે અંદાજ લગાવી શકાય છે.

image source

હાલમાં ભૂલથી ભારતીય સીમામાં આવી ગયેલા 8 વર્ષના પાકિસ્તાની બાળક કરીમને BSF (સીમા સુરક્ષા દળ)એ કૉઈ પણ ભેદભાવ વગર પ્રેમથી જમાડ્યું હોવાની વાત જાણવા મળી રહી છે. મળતી માહિતી મુજબ આ બાળકને ખવડાવીને સાંજ સુધીમાં જ પાકિસ્તાનમાં પરત મોકલી આપવામાં આવ્યો હતો. આ સમયે વાત કરીએ ફક્ત થોડા સમય પહેલા આજ રીતે બનેલા કિસ્સાની વાત કરીએ તો તેમાં પાકિસ્તાનનો દૂરવ્યવહાર જોવા મળ્યો હતો.

કેટલાક મહિના અગાઉ ભૂલથી સીમા પાર કરી પાકિસ્તાન જતા રહેલા ભારતના એક યુવકને પાકિસ્તાની સેનાએ જેલમાં ધકેલી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. પાકિસ્તાનના આ અયોગ્ય વલણને લીધે આ યુવકને પરત લાવવામાં હજુ સુધી કોઈ સફળતા મળી નથી. પરંતુ હાલમાં જે કિસ્સો આવ્યો એના વિશે વાત કરીએ તો ભૂલથી ભારતીય સીમામાં આવી ગયેલા પાકિસ્તાની બાળક કરીમ પરત ફરતી વખતે પાછળ વળીને BSFના જવાનો તરફ જોઈ રહ્યો હોવાનાં દ્રશ્યો સામે આવ્યા છે.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો બાડમેરમાં પાકિસ્તાન સાથે જોડાયેલી સીમા પર શુક્રવારે સાંજે 5 વાગે પેટ્રોલિંગ કરી રહેલા BSFના જવાનોએ ભારતીય સીમામાં રડી રહેલું એક બાળક જોયું હતું. આ બાળકની ઉમર 8 વર્ષ જાણવા મળી રહી છે અને આ બાળકે પોતાને ઓળખાવતા તેનું નામ કરીમ જણાવ્યું હતું. આ બાળક સાથે થયેલી વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે તે બકરીઓ ચરાવતા-ચરાવતા માર્ગ ભૂલી ગયો હતો. આ સમયે તે ખૂબ જ ગભરાઈ ગયો હતો અને તે અજાણતાં જ ભારતીય સીમામાં દાખલ થઈ ગયો હતો.

image source

બાળકની આખી વાત સાંભળીને ભારતીય જવાનોએ આ બાળકને છાનું રાખ્યું અને ચોકી પર લઈ જઈ પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું. 8 વર્ષનો કરીમ પાકિસ્તાનના થરપારકર જિલ્લાના નાગરપારકર તાલુકાનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેના પિતાનું નામ દમન ખાન છે. આ પછી BSFના અધિકારીઓએ પાકિસ્તાની રેન્જર્સને આ અંગે માહિતી આપી સાંજે સાત વાગે ફ્લેગ મીટિંગ યોજાઇ જેમાં કરીમને પાકિસ્તાની રેન્જર્સને સોંપી દેવામાં આવ્યો હતો. અહીંથી જતી વખતે કરીમ ખૂબ ખુશ દેખાઈ રહ્યો હતો. આથી વિરુદ્ધ પાકિસ્તાનનાં ભારત પ્રત્યેનાં વલણની વાત કરવામાં આવે તો 6 મહિનાથી ગેમારામની રાહ જોવામાં આવી રહી છે પણ હજુ સુધીમાં પાકિસ્તાને કૉઈ સહાય કરી નથી.

આ સિવાય જાણવા મળ્યું હતું કે તેને પાકિસ્તાનની જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. ગેમારામના પરિવાર તેની રાહ જોઈ રહ્યો છે. આ માટે બાડમેર-જેસલમેરના સાંસદ અને કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી તથા ભૂતપુર્વ સાંસદ માનવેન્દ્ર સિંહે તેને પરત લાવવા માટે ઘણા પ્રયત્ન કર્યાં છે પણ પાકિસ્તાને ગેમારામની હજુ સુધી મુક્ત કર્યો નથી

image source

મળતી માહિતી મુજબ બાડમેર જિલ્લાના બીજરાડ પોલીસ સ્ટેશન વિસ્તારના સજ્જન કા પાર ગામના રહેવાસી યુવક ગેમારામ 5 નવેમ્બરની રાત્રે તારબંદી પાર કરી પાકિસ્તાન જતો રહ્યો હતો. પાકિસ્તાનમાં જતા જ તેની 6 નવેમ્બરના રોજ ત્યાના રેન્જર્સે ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પાકિસ્તાની રેન્જર્સે આ અંગે BSFને કોઈ જ જાણકારી આપી ન હતી. કેટલાક દિવસ સુધી તપાસ કરવા છતાં યુવક મળ્યો ન હતો. બાદમાં BSFએ પાકિસ્તાની રેન્જર્સને પૂછતા જાણવા મળ્યું હતું કે તે ગેમારામ પાકિસ્તાનાના કબજામાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!