સુરત હીરા, ડ્રેસ અને સાડી સાથે હવે આ ચીજ માટે પણ થયું ફેમસ. જાણો તે શું છે

સાડી અને ડ્રેસ સામગ્રીના ઉત્પાદનમાં સુરત શહેર મોખરે છે. જો કે સુરત માત્ર આ વસ્તુઓના ઉત્પાદનમાં આગળ છે, એવું નથી. સુરતમાં દરેકના મનપસંદ જીન્સ કપડાં બનાવવાની બાબતમાં પણ સુરત ઘણું આગળ આવ્યું છે. તાજેતરમાં સુરતની મુલાકાતે આવેલા દેશના કેબિનેટ મંત્રી પિયુષ ગોયલને સુરતના કાપડ ઉદ્યોગની પ્રગતિ જાણીને આશ્ચર્ય થયું હતું. ત્યારબાદ, ટેક્સટાઇલ કમિશનરે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાંથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના કાપડ ઉત્પાદન માટે સત્તાવાર આંકડા મેળવ્યા.

image source

હવે સુરત શહેર પણ જીન્સ અને લિનન જેવા વસ્ત્રોના ઉત્પાદનમાં ભારતનું બીજું સૌથી મોટું સ્થળ બની ગયું છે. અમદાવાદ જીન્સનું સૌથી મોટું ઉત્પાદક છે અને અમદાવાદ પછી સુરત સૌથી વધુ જીન્સનું ઉત્પાદન કરે છે. માહિતી મુજબ, સુરતમાં ઉત્પાદિત કપડા અંગે આપવામાં આવેલી માહિતી મુજબ સુરતમાં કુલ 1 હજાર હાઈસ્પીડ મશીનો લગાવવામાં આવ્યા છે. જેની મદદથી દરરોજ 5 લાખ મીટર જીન્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેવી જ રીતે, લીના, એક ઉચ્ચ ફેશન ફેબ્રિક, સુરતમાં પ્રતિ દિવસ 56,600 મીટરનું ઉત્પાદન કરે છે.

સરેરાશ સુરતના ઉદ્યોગપતિઓ કોટન યાર્નનો ઉપયોગ કરીને દિવસમાં 5 મીટર જીન્સ બનાવે છે. સુરતમાં બનેલા જીન્સની ગુણવત્તા માટે પ્રશંસા કરવામાં આવે છે. આનું કારણ એ છે કે અન્ય શહેરોની સરખામણીમાં સુરતમાં નવીનતમ અને હાઇ સ્પીડ મશીનરીનો ઉપયોગ કરીને જીન્સ બનાવવામાં આવે છે. મોટી કંપનીઓના જીન્સના સુંદર કપડા પણ સુરતની ફેક્ટરીઓમાં બને છે. તેથી સુરત હવે હીરા, સાડી અને ડ્રેસ મટીરીયલ સાથે જીન્સમાં પણ પ્રખ્યાત થયું છે.

આ સિવાય સુરત શહેરની અન્ય માહિતી જાણો.

image source

દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાથી માત્ર 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી 14 કિલોમીટર અંતરે આવેલું છે. સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના 90 થી 95 ટકા જેટલા હીરા સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. સાલ 2008 માં સુરત 16.5% જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું. શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.

ભારતની સ્વતંત્રતા પછી પણ ત્રીસેક વર્ષ સુધી સુરત વડોદરા પછીના ત્રીજા સ્થાને આવતું. ઇ.સ.1980નાં દાયકામાં, પહેલાં કાપડ ઉદ્યોગ અને પછી હીરા ઉદ્યોગનાં વીજવેગી વિકાસને લીધે આજે સુરત ગુજરાતનું જ નહિ, પરંતુ ભારતનું પણ સૌથી વધુ ઝડપે વિકાસ કરી રહેલું શહેર છે. સુરતનો ટૂંક સમયમાં ઘણા મોટા પાયે વિકાસ થયો પણ તેની સામે શહેરી સરકારી સેવાઓ ઘણી અવિકસિત રહી હતી અને તેના કારણે સુરત લગભગ આખા ભારતનું ગંદામાં ગંદુ શહેર બની રહ્યું હતું. પરંતુ એસ.આર.રાવનાં આગમન બાદ સુરતની કાયાપલટ થઇ ગઇ. સુરતને આજે ભારતનું ત્રીજા નંબરનું સ્વચ્છ શહેર ગણવામાં આવે છે.

image source

ઇ.સ. 1994નાં ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધે જ મરેલા પશુ-પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનોનાં અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમ તો 25 લાખની વસ્તીમાં ખાલી 40 જેટલાં જ લોકોને રોગની અસર થઇ પણ, પણ તેના આખા દેશમાં પડઘા પડ્યાં હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું હતું.

બીજીવાર 7 ઓગસ્ટ 2006એ થયેલી અત્યધિક વર્ષા અને નદીમાં આવેલા પૂરને લીધે લગભગ આખું શહેર પાણીમાં ડૂબી ગયું હતુ. આ વખતનું પૂર સુરતનાં ઇતિહાસનું સૌથી વિનાશક પૂર હતું. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનું નુક્સાન થયુ હતું. આ પૂરને લીધે આખા શહેરને લગભગ 40 વર્ષો સુઘી વપરાશમાં લઇ શકાય તેટલું પાણી દરિયામાં વહી ગયું હતું.

રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે. સમગ્ર દેશમા સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની જ છે. સુરતની માથાદીઠ આવક રૂ. 4,57,000 છે, જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ. 3,28,000 છે. 2008માં સુરત શહેરનો જી.ડી.પી. વિકાસ દર સૌથી વધારે 11.5% હતો. આ ઉપરાંત સુરત દેશનું સૌથી યુવાન શહેર છે. સુરત શહેરની કુલ વસ્તીના લગભગ 74 ટકા એટલે કે, 33 લાખ લોકો 35 વર્ષથી આછી ઉંમર ધરાવે છે.

image source

સુરતનું આંતરિક હવાઇ મથક 29 એપ્રિલ, 2007નાં રોજ ખોલવામાં આવ્યું, જ્યાંથી પ્રથમ ફ્લાઇટ 6 મે, 2007 ના રોજ શરૂ કરવામાં આવી. પહેલા અહીંથી ફ્કત દિલ્હીની સીધી સેવાઓ ઉપલબ્ધ હતી. પરંતુ હવે મુંબઈની રોજની હવાઈ સેવા પણ શરુ કરાયેલ છે.

સુરતના લોકો ખાવા-પીવાના શોખીન છે, માટે કહેવત છે કે “સુરતનું જમણ અને કાશીનું મરણ”.