નવી સ્ક્રેપ પોલિસીને લઈને આવો છે સરકારનો પ્લાન, જાણો કયા નિયમો પણ કરાશે લાગૂ

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી પીએમ મોદીએ નેશનલ ઓટોમોબાઈલ સ્ક્રેપેજ પોલિસીની પણ શરુઆત કરી. તેમણે આ તકે કહ્યું હતું કે, આ નીતિ નવા ભારતના ઓટો ક્ષેત્રને નવી ઓળખ આપવા જઈ રહી છે. આ નીતિ દેશમાં વૈજ્ઞાનિક રીતે અનફિટ વાહનોને દૂર કરવામાં મોટી ભૂમિકા ભજવશે.

image source

વડાપ્રધાન મોદીએ આ તકે સંબોધન કરતાં કહ્યું હતું કે આ યોજના ભારતના મોટા લક્ષ્યોને સાકાર કરવા માટે મહત્વનો ભાગ ભજવશે. આ પોલીસી ઓટો સેક્ટરને નવી ઓળખ આપશે. નવી સ્ક્રેપિંગ પોલિસી કચરાથી કંચન બનાવવાના અભિયાનની મહત્વની કડી સાબિત થશે. આ પોલિસી આજના સમયની માંગ છે. આ પોલિસીથી દેશમાં 10 હજાર કરોડથી વધારેનું રોકાણ આવશે. આ પોલિસી પર્યાવરણ માટે પણ જરૂરી છે.

image source

આ સાથે જ કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે સૌરાષ્ટ્રના ભાવનગરમાં અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે. આ નવી નીતિ 1 ઓક્ટોબર 2021થી અમલમાં આવશે. આ સિવાય કચ્છમાં જૂના વાહનો સ્ક્રેપ કરવા પાર્ક સ્થાપવામાં આવશે.

દેશમાં પ્રદૂષણ ઘટે અને ઈલેક્ટ્રીક વાહનનોની ખરીદીને પોત્સાહન મળે તે માટે આ નવી પોલિસી જાહેર કરવામાં આવી છે. આ પોલિસી અમલમાં આવ્યા બાદ 15થી 20 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે.

પોલિસી લાગુ થતા આ નિયમો થશે લાગુ

image source

– 20 વર્ષથી વધુ જૂના ખાનગી વાહન માટે ફિટનેસ ટેસ્ટ ફરજિયાત હશે જ્યારે 15 વર્ષથી વધુ જૂના કોમર્શિયલ વાહનનો ફિટનેસ ટેસ્ટ ફરજિયાત. 8 વર્ષ જૂના વાહન ધારકોએ ગ્રીન ટેક્સ ચુકવવો પડશે. જેની રકમ પર્યાવરણ માટે ખર્ચ કરાશે.

સ્ક્રેપ પોલિસીથી થનાર લાભ

જે પણ વ્યક્તિ જૂની કાર સ્ક્રેપ કરશે તેને ખાસ સર્ટીફિકેટ આપવામાં આવશે. જેના આધારે તેમને નવા વાહનની ખરીદી પર 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે. નવા વાહનની ખરીદી પછી 3 વર્ષ સુધી તેમને રોડ ટેક્સમાં 25%ની છૂટ પણ મળશે. સૌથી મોટો ફાયદો કે નવી ગાડીના રજિસ્ટ્રેશન માટે કોઈ ફી ચુકવવી પડશે નહીં. આ સિવાય વાહનને સ્કેપ કરાવવા પર કિંમતના 4થી 6 ટકા રકમ વાહન માલિકને મળશે.

વડાપ્રધાન મોદીએ કરેલી મહત્વની જાહેરાતો

image source

– આ પોલિસીના કારણે દેશમાં 10 હજાર કરોડનું નવું ઇન્વેસ્ટમેન્ટ આવશે.

– જૂના વાહનોના કારણે થતા અકસ્માત અટકશે.

– ઓટો સેક્ટર દેશનું મજબૂત થશે.

– નવી સ્ક્રેપીંગ પોલિસીમાં વિન્ટેજ કારને સામે કરવામાં નહીં આવે.

– ગુજરાતમાં સ્ક્રેપ વાહનો માટે મોટો પ્લાન તૈયાર કરાશે. આ પ્લાંટ ભાવનગરના અલંગમાં હશે.