આરબીઆઈ એ સ્ટેટ બેંકને ફટકાર્યો 1 કરોડનો દંડ, જાણો શું છે મામલો; ગ્રાહકો પર થશે અસર ?

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ સોમવાર ના ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) ને એક કરોડ રૂપિયા નો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકે સ્ટેટ બેંક ને આ દંડ બેંક ની સૂચનાઓનું પાલન ન કરવા બદલે ફટકાર્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ દેશની સૌથી મોટી પબ્લિક બેન્ક એસબીઆઈ પર પેનલ્ટી લગાવી છે.

image source

નિયામકીય નિર્દેશોનું પાલન નહિ કરવા પર એસબીઆઈ ને આરબીઆઈ એ એક કરોડ નો દંડ ફટકાર્યો છે. આરબીઆઇએ આ મામલે જણાવ્યું કે, એસબીઆઈ તરફથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (ફ્રોડસ ક્લાસિફિકેશન એન્ડ રિપોર્ટિંગ બાય કમર્શિયલ બેંક્સ એન્ડ સિલેક્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશંસ) નિર્દેશ 2016 નું પાલન નહિ કરવા પર કાર્યવાહી કરવામાં આવી છે.

એસબીઆઈ ગ્રાહકો પર શું થશે અસર

image source

આરબીઆઇએ આ મામલે કહ્યું કે, એસબીઆઈ એ કમર્શિયલ બેંકો અને પસંગીની નાણાકીય સંસ્થાઓ તરફથી ગ્રાહકો સાથે છેતરપિંડી નું વર્ગીકરણ અને એની રિપોર્ટિંગ કરવામાં આવતા નિયમો નું ઉલ્લંઘન કર્યું છે. આરબીઆઇ એ જણાવ્યું કે, એમને આ દંડ બેન્કિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની ધારા સુડતાલીસ એ (એક) (સી) ની જોગવાઈ હેઠળ મળેલ શક્તિઓ નો ઉપયોગ કરતા લગાવ્યો છે. આરબીઆઇએ એ પણ કહ્યું કે કાર્યવાહી નિયામક અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે. પરંતુ તમને જણાવી દઈએ કે ગ્રાહક સાથે બેન્ક તરફથી કરવામાં આવેલ કોઈ પણ લેણદેણ અથવા કરારની વેધતા પર અસર નહિ થાય.

આરબીઆઈ એ ગ્રાહક ખાતાની તપાસ કરી

image source

ખરેખર, આરબીઆઈએ એસબીઆઈ દ્વારા સંચાલિત ગ્રાહક ના ખાતાની તપાસ કરી. આ તપાસમાં જાણવા મળ્યું કે એસબીઆઈ એ આરબીઆઈ ની સૂચનાઓનું પાલન કરવામાં વિલંબ કર્યો છે. આરબીઆઈ એ ગ્રાહક ના ખાતાની તમામ તપાસ તેમજ પત્રવ્યવહાર અને તેનાથી સંબંધિત અન્ય બાબતોની તપાસ કરી હતી.

image source

જેમાં જાણવા મળ્યું કે એસબીઆઈ તરફથી ખાતામાં છેતરપિંડી ની માહિતી આરબીઆઈ ને મોડી આપવામાં આવી હતી. એટલું જ નહીં, આ પછી આ કેસમાં બેંક ને કારણ દર્શક નોટિસ જારી કરવામાં આવી હતી, અને પૂછવામાં આવ્યું હતું કે સૂચનાઓનું પાલન ન કરવા બદલ તેના પર દંડ કેમ ન લગાવવો જોઈએ ? આ અંગે એસબીઆઈ દ્વારા આપવામાં આવેલા જવાબ ને ધ્યાનમાં લીધા બાદ આરબીઆઈ એ દેશના સૌથી મોટા ધિરાણકર્તા એસબીઆઈ પર એક કરોડ રૂપિયાનો દંડ લગાવવાનો નિર્ણય કર્યો.