હ્યુન્ડાઇ થી લઈને મારુતિની કાર્સ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે લઈ શકશો લાભ અને થશે મોટો ફાયદો

પેટ્રોલની વધતી કિંમતથી લોકો પરેશાન થઈ ચુક્યા છે. હવે લગભગ લોકો વધુ માઇલેજ આપતી ગાડી કે સેકન્ડ હેન્ડ માર્કેટ તરફ વધી રહ્યા છે. આ દરમિયાન ઘણા લોકો એવા પણ છે જેઓ CNG બાજુ વળ્યાં છે અને CNG ફિટેડ ગાડીઓ લઈ રહ્યા છે. માહિતી માટે જણાવી દઈએ કે જો તમે પણ CNG ગાડી ખરીદવા માંગતા હોય તો આ મહિનાના અંત સુધીમાં ખરીદી લેજો કારણ કે મારુતિ, હ્યુન્ડાઇ પોતાની ગાડીઓ પર ભારે છૂટ આપી રહી છે.

image source

આ CNG કારોમાં જે ગાડીઓની લિસ્ટ કરવામાં આવી છે તેમાં મારુતિ સુઝુકી વેગન આર CNG, મારુતિ સુઝુકી અલ્ટો CNG, હ્યુન્ડાઇ સેન્ટ્રો CNG, હ્યુન્ડાઇ નિયોસ CNG, અને હ્યુન્ડાઇ ઓરા CNG નો સમાવેશ થાય છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આ ગાડીઓ પર મળી રહેલા ડિસ્કાઉન્ટની વાત કરીશું.

1). મારુતિ સુઝુકી અલ્ટો CNG

image source

આ મહિને આ ગાડી પર કુલ 36,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપની આ ગાડી પર 18,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 3000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. ગાડીની શરૂઆતી કિંમત 4.66 લાખ રૂપિયા છે અને તેના ટોપ વેરીએન્ટ માટે ગ્રાહકે 4.70 લાખ રૂપિયા ચૂકવવાના રહે છે. તેના વેરીએન્ટમાં બે ગાડીઓ Lxi અને LXi (o) શામેલ છે.

2). મારુતિ સુઝુકી Wagon R CNG

image source

મારુતિ સુઝુકી વેગન આર CNG મોડલ પર કુલ 26,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેમાં 800 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 3000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ગાડીની એક્સ શોરૂમ કિંમત 5.70 લાખ રૂપિયા છે જે તેના ટોપ એન્ડ વેરીએન્ટ પર 5.77 લાખ રૂપિયા સુધી જાય છે અને તેમાં બે વેરીએન્ટ ઉપલબ્ધ છે.

હ્યુન્ડાઇ સેન્ટ્રો CNG

image source

હ્યુન્ડાઇ સેન્ટ્રો પર 25,000 રૂપિયા સુધીની છૂટ મળી રહી છે. આ ગાડી પર 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે તે ઉપરાંત 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળે છે. આ કારની એક્સ શોરૂમની કિંમત 5.92 લાખ રૂપિયા છે જે તેના ટોપ વેરીએન્ટમાં 6.06 લાખ રૂપિયા સુધી પહોંચે છે. વેરીએન્ટની વાત કરીએ તો તેમાં બે વેરીએન્ટ મેગ્ના અને સપોર્ટ આવે છે.

હ્યુન્ડાઇ નિયોસ CNG

image source

નિયોસ પર 20,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેમાં 5000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ગાડીની એક્સ શોરૂમ કિંમત 6.84 લાખ રૂપિયા છે જે તેના ટોપ વેરીએન્ટ માટે 7.38 લાખ રૂપિયા સુધી પહોંચે છે. તેના બે વેરીએન્ટ ઉપલબ્ધ છે.

હ્યુન્ડાઇ ઓરા CNG

image source

આ ગાડી પર કુલ 15,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી.રહ્યું છે જેમાં 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ શામેલ છે. આ ગાડીની કિંમત 7.52 લાખ રૂપિયા છે.