મહામારીમાં શરીરને બચાવવું હોય તો રોજ યોગ કરો, તે શરીર અને આત્માની વચ્ચે ભેદ શીખવાડશે, જે બીમારી સામે લડવામાં મદદગાર રહેશે

આ ખૂબ જ ઊંડો સવાલ છે કે શરીરની અંદર આત્મા રહે છે અને આપણે શરીર નથી, આત્મા છે. શરીર આત્માનું પેકેજિંગ છે. તેના અંગે અનેક સાહિત્ય લખવામા પણ આવ્યાં છે, પરંતુ થોડા લોકો એવા પણ છે, જેમણે પોતાના સાધારણ જીવનમાં તેનો પ્રયોગ કર્યો અને લોકોએ તેનો અનુભવ પણ કર્યો. તેમાથી એક મહર્ષિ રમણ પણ હતાં. મહર્ષિ રમણનો અરૂણાચલ પ્રદેશમા સ્કંધ આશ્રમ હતો.

image source

તે આશ્રમમા બધા ઝેરી, હિંસક અને સાધારણ જીવ એકસાથે રહેતા હતાં. એકબીજાને નુકસાન પહોંચાડ્યા વિના અને એેકબીજા સાથે ઝઘડ્યા વિના. તે આશ્રમમાં જઇને જ્યારે લોકો મહર્ષિ રમણને જોતા હતા ત્યારે આશ્ચર્યચકિત થઈ જતાં હતાં. એકવાર એક સાપ મહર્ષિ રમણના પગ ઉપર ચઢ્યો. લોકો જોતા રહી ગયાં.

જોનાર લોકોને એવું પણ લાગ્યું કે હવે કોઈપણ ક્ષણે આ સાપ મહર્ષિ રમણને ડંખ મારશે. લોકોએ મહર્ષિને સાપ દૂર કરવા પણ જણાવ્યું, પરંતુ મહર્ષિ રમણ બિલકુલ સામાન્ય અને શાંત રહ્યાં. તેમણે લોકોને જવાબ આપ્યો કે સાપ આપમેળે જ જતો રહેશે, ડંખ મારશે નહીં.

થોડીવારમા સાપ ડંખ માર્યા વિના જ જતો રહ્યો. ત્યારે લોકોએ તેમને પૂછ્યું કે જો સાપે તમને ડંખ માર્યો હોત તો? મહર્ષિ રમણે જવાબ આપ્યો, જો ડંખ માર્યો હોય તો આ શરીરને ડંખ માર્યો હોત.

હું તો આત્મા છું, આ શરીર તો પત્થર જેવું છે. આત્મા તેની અંદર છે. મને મારી આત્માનો જ વિચાર આવે છે. મારી આસપાસ રહેનાર લોકોના મનમાં પણ આત્મા ઉપર અડગ રહેવાની પ્રવૃત્તિ હોવી જોઈએ.

image source

પશુ-પક્ષી એટલે મારી નજીક આવે છે, કેમ કે તેમને મારી આત્માની અનુભૂતિ થવા લાગી છે. આ કારણે તેઓ મને અને એકબીજાને કોઈ નુકસાન પહોંચાડતા નથી.

બોધપાઠ- રમણ ઋષિની વાત ખૂબ જ ઊંડી હતી. કોઈ તેમના સ્તરે આજ સુધી જઈ શક્યું નથી. પરંતુ આ મહામારી દરમિયાન જો આપણે શરીર અને આત્મા વચ્ચે અંતર કરવાનું શીખી લઈએ તો શરીરને અનેક પ્રકારના નુકસાનથી બચાવી શકીએ છીએ. જ્યારે આપણે આત્મા ઉપર અડગ રહીશું તો શરીર પ્રત્યે આસક્તિ ઘટી જશે, પછી આપણે તેને વધારે યોગ્ય રીતે સમજી શકીશું. તેના માટે મહર્ષિ રમણે એક રીત જણાવી છે, રોજ યોગ કરો.

image source

જે લોકો રોજ યોગ કરે છે, તેઓ આત્મા અને શરીરમાં અંતર કરવાની સ્થિતિમા રહે છે. યોગ દરેક લોકોના જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ છે. યોગ વ્યાયામનો પ્રકાર છે. જે નિયમિત અભ્યાસના માધ્યમથી શારીરિક અને માનસિર અનુશાસન શીખવામાં મદદ કરે છે. યોગા શરીર અને મસ્તિષ્કના સંબંધોમાં સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે. આજે અમે તમને એવા યોગાસન અંગે જણાવવા જઇ રહ્યા છીએ જે રોજ કરવાથી ડાયાબિટીસ. અસ્થમા અને થાઇરોઇડ જેવા કેટલાક રોગોને સહેલાઇથી બચાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *