કુંડળીમાં આ ગ્રહોની અશુભ દશા મૂકે છે તમને મુશ્કેલીઓમાં, બચવા માટે કરો આ ઉપાયો

વ્યક્તિના જીવનમાં ગ્ર અને નક્ષત્રોનું વિશેષ મહત્વ જોવા મળતું હોય છે. વ્યક્તિના જીવનમાં અનેક સારી અને ખરાબ ઘટનાઓ જવાબદાર હોય છે તેને માટે ગ્રહને જવાબદાર માનવામાં આવે છે.

image source

જ્યોતિષિઓ માને છે કે કોઈ જાતકની કુંડળીમાં કોઈ ગ્રહની દશા ખરાબ કે નબળઈ હોય તો તો તેને અશુભ ફળ મળે છે અને સાથે જ તેને કોઈ મોટું નુકસાન પણ થઈ શકે છે. સૂર્યથી લઈને મંગળ અને શનિ જેવા ગ્રહોની ખરાબ દશા પણ વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તો જાણો ગ્રહની કેવી દશા હશે તો તમે અશુભ કે ખરાબ પરિણામ મેળવી શકો છો.

સૂર્યની ખરાબ દશા

image source

જ્યોતિષના અનુસાર જો જાતકની કુંડળીમાં સૂર્યની ખરાબ દશા ચાલી રહી છે તો તમે હ્રદય રોગ, આંખની તકલીફો અને સાથે અપયશ પણ મેળવો તેવી શક્યતાઓ રહે છે. આ પ્રભાવને ઘટાડવા માટે સૂર્યદેવને રોજ જળ અર્પણ કરવું જોઈએ. તેની સાથે જ સૂર્યમંત્રનો પણ જાપ કરવો જોઈએ.

ચંદ્રની ખરાબ દશા

image source

જો કુંડળીમાં ચંદ્રની ખરાબ દશા હશે તો અપમૃત્યુ, હ્રદય રોગ અને મનની સમસ્યાઓ રહે છે. તેના નિવારણ માટે પૂર્ણિમાએ ચંદ્રની ઉપાસના કરવાથી લાભ મળે છે. આ સાથે ભગવાન શિવની આરાધના કરવાનું પણ શુભ માનવામાં આવે છે.

મંગળની ખરાબ દશા

જો તમારી કુંડળીમાં મગંળની દશા ખરાબ રહે છે તો તમે કોઈ મોટી દુર્ઘટનાનો શિકાર બની શકો છો. આ સાથે તમારા જીવનમાં કારાવાસના યોગ પણ બની રહ્યા છે. મંગળની ખરાબ અસરોથી બચવા માટે વ્યક્તિએ દાન અને ગરીબોને ભોજન કરાવવું જોઈએ. આ સાથે ભગવાન કાર્તિકેયની પૂજાથી પણ તેમને લાભ થઈ શકે છે.

બુધની ખરાબ દશા

જો કુંડળીમાં બુધની દશા ખરાબ ચાલી રહી છે તો તમારે જાતકને માનસિક રોગથી ત્વચા અને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. બુધના ખરાબ પ્રભાવથી તમે બચવા ઈચ્છો છો તો તમારે રોજ તુલસીપત્રથી શ્રી હરિનું પૂજન કરવું. આ સાથે જ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી પણ તેમને લાભ મળી શકે છે.

ગુરુની ખરાબ દશા

image source

જ્યોતિષના અનુસાર જો જાતકની કુંડળીમાં ગુરુની દશા ખરાબ ચાલી રહી છે તો તેને મોટી બીમારીઓ થઈ શકે છે. આ માટે બચવા માટે ધર્મ સ્થાને દાન કરવું શુભ માનવામાં આવે છે. આ સાથે જ ગુરુ રુપમાં શિવજીની પૂજા કરવાથી પણ રાહત મળી શકે છે.

શુક્રની ખરાબ અસર

જ્યોતિષ અનુસાર જો જાતકની કુંડળીમાં શુક્રની દશા ખરાબ છે તો તમે અપયશ, અપમાનની સાથે સાથે આંખો સંબંધી મુશ્કેલીઓનો સામનો કરો છો. તેના નિવારણ માટે ભગવાન શિવની માતા ગૌરીની સાથે પૂજા કરવાથી લાભ થશે.

શનિની ખરાબ દશા

image source

કહેવાય છે કે જો જાતકની કુંડળીમાં અપમૃત્યુ, દુર્ઘટનાઓ અને લાંબી બીમારીના યોગ છે તો તેના માટે સ્વર્ણ દાન અને પીપળા પર દીપદાનનો ઉપાય બેસ્ટ રહે છે. આ સાથે જ આ પ્રકારની કુંડળી ધરાવતા જાતકે મહામૃત્યુંજય મંત્રનો જાપ નિયમિત રીતે કરવો. તેનાથી તેમને લાભ મળશે.

રાહુ અને કેતુની ખરાબ દશા

image source

કહેવાય છે કે આ દશામાં આકસ્મિક ઘટનાઓ અને વિચિત્ર બીમારીઓ હોય છે. પ્રભાવને ઘટાડવામાં શિવ મંદિરમાં ચાંદીના સર્પનું દાન શુભ માનવામાં આવે છે. તેની સાથે સાથે રાહના માટે ભગવાન ભૈરવ અને કેતુ માટે ભગવાન ગણેશની પૂજા કરવાથી પણ લાભની શક્યતા રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ