જયા કિશોરી છે ભારતની સુંદર સંન્યાસી, જાણો કેવી છે એમની લાઇફ સ્ટાઇલ

પ્રસિદ્ધ વાર્તાકાર અને ભજન ગાયિકા જયા કિશોરી એક કથા કરવા માટે લે છે અધધધ રૂપિયા…….

પ્રસિદ્ધ વાર્તાકાર અને ભજન ગાયિકા જયા કિશોરી હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી સક્રિય જોવા મળે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદથી જયા કિશોરી પોતાના ભક્તોની સમસ્યાઓ અને પ્રશ્નોને સાંભળે છે અને ત્યાર બાદ પોતાના ભક્તોની સમસ્યા અને પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આપે છે. આ પ્રશ્નોને સંબંધિત વિડિયોઝને જયા કિશોરી પોતાની યુટ્યુબ ચેનલ પર પણ અપલોડ કરતા રહે છે. જયા કિશોરીની યુટ્યુબ ચેનલનું નામ છે. ‘હું છું જયા કિશોરી.’ જયા કિશોરીના વિડિયોઝને યુઝર્સ દ્વારા ઘણા પસંદ કરવામાં આવી રહ્યા છે.

image source

હાલમાં જ આ વિષે સંબધિત એક વિડીયો ‘હું છું જયા કિશોરી.’ યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં એક બાળભક્ત પોતાના પ્રશ્નો પૂછી રહેલ જોવા મળી રહ્યા છે. આ બાળભક્તનું નામ યુગ છે. તેમણે એવો પ્રશ્ન પૂછ્યું છે કે, જયા કિશોરી પણ નવાઈ પામી જાય છે.

image source

યુગ નામના આ નાના બાળકએ જયા કિશોરીજી પૂછ્યું છે કે, કથાકાર કેવી રીતે બની શકાય છે? જયા કિશોરીજી આ નાના બાળકના પ્રશ્નનો જવાબમાં કિશોરીજીએ કહ્યું છે કે, જીવનમાં કઈપણ બનવા માટે સૌથી પહેલા ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. એમાં સૌથી પહેલા સારા ગુરુ પાસે માર્ગદર્શન મેળવવામાં આવે છે. કેમ કે, ગુરુ વગર આપણને ખરા- ખોટાની બાબતોની ખબર પડતી નથી. ગુરુ આપણને સાચી દિશા બતાવે છે.

image source

આપણે પોતાને ગુરુને લાયક બનાવવાનું કહેવામાં આવ્યું છે. જયા કિશોરીજીનું કહેવું છે કે, કેટલાક વ્યક્તિઓ ગુરુની વાતોની અવગણના કરે છે. જેથી કરીને વ્યક્તિએ સૌથી પહેલા પોતાને ગુરુ માટે લાયક બનાવવા જોઈએ અને ગુરુ દ્વારા આપવામાં આવેલ તમામ આજ્ઞાનું પાલન પણ કરવું જોઈએ. યુગ નામના નાના બાળકના પ્રશ્નના જવાબમાં ત્રીજી સૌથી મહત્વની વાત જણાવી છે કે, સખત મહેનત.

image source

જયા કીશોરીજી એવું માને છે કે, કોઈપણ વ્યક્તિ સખત મહેનત કર્યા વિના કોઇપણ કામમાં સફળ થઈ શકતા નથી. ત્યાં જ બીજી બાજુ, જો કોઈ વ્યક્તિ કથાવાચક બનવાની ઈચ્છા ધરાવે છે તો તેમણે તમામ મહાન સંતો અને ભગવાનની વાર્તાઓ સાથે સંબંધિત પુસ્તકોનું વાંચન કરવું જોઈએ.

image source

કોઈ વ્યક્તિ જ્યાં સુધી પોતાના જ્ઞાનમાં વધારો કરતા નથી, ત્યાં સુધી તે વ્યક્તિ વાર્તા અન્ય કોઈને કહી શકશે નહી. ચોથો અને અંતિમ મુદ્દો વિષે જણાવતા જયા કિશોરીજીએ જણાવ્યું છે કે, વ્યક્તિએ બીજું કઈપણ બનતા પહેલા એક સારા વ્યક્તિ બનવું જરૂરી છે. કેમ કે, એક સારી વ્યક્તિ જ ખરેખરમાં સારા કાર્ય કરી શકે છે. વ્યક્તિનું સારું વ્યક્તિત્વ જ તેને તમામ જગ્યાએ સફળતા મેળવે છે.

image source

જયા કિશોરી એક વાર્તાકાર અને ભજન ગાયિકા છે. જે પોતાના પ્રેરણાત્મક વક્તવ્ય અને ભક્તિ સભર આલ્બમ માટે પણ પ્રસિદ્ધ છે. જયા કીશોરીજીનો જન્મ તા. ૧૩ જુલાઈ, ૧૯૯૫ના દિવસે થયો છે. ૭ વર્ષની ઉમરથી જ જયા કીશોરીજીએ ઠાકુરજીના ભજનનું ગાન કરવાનું શરુ કરી દીધું છે. જયા કીશોરીજીએ કોલકાતા શહેરમાં વસંત મહોત્સવ સમયે સત્સંગ દરમિયાન ભજન ગાયા હતા.

જયા કીશોરીજીએ લિંગષ્ટ્ક્મ, શિવ- તાંડવ સ્તોત્રમ, રામાષ્ટ્ક્મ વગેરે સંસ્કૃત ભાષામાં ઘણા બધા સ્તોત્રોનું ગાન ફક્ત ૯ વર્ષની ઉમરમાં જ કરતા હતા. ત્યાર બાદ ૧૦ વર્ષની ઉમર સુધીમાં જયા કિશોરી એકલા સુંદરકાંડનું પઠન પણ કરવા લાગ્યા જે લોકોને ખુબ જ ગમવા લાગ્યું.

image source

જયા કીશોરીજીએ કેટલાક ભક્તિ આલ્બમ્સને પોતાના સૂરોથી સજાવ્યા છે. જેમાં ‘નાના બાઈ કા માયરા’, ‘નરસી કા ભાત’ પ્રસ્તુત કર્યા છે. જયા કીશોરીજીને શરુઆતનું શિક્ષણ આપી રહેલ ગુરુ ગોવિંદરામ મિશ્રાએ જયા કીશોરીજીનું નામ ‘રાધા’ પાડ્યું હતું. ત્યાર બાદ શ્રીકૃષ્ણ પ્રત્યેના પ્રેમને ધ્યાનમાં રાખતા તેમણે કિશોરના આશીર્વાદ રૂપે ‘કિશોરી જી’ની પદવી અર્પણ કરી.

PTV નામની એક ન્યુઝ ચેનલ દ્વારા જયા કિશોરીની બુકિંગ ઓફીસના કર્મચારી સાથે વાત કરી હોવાનો દાવો કરતા કહ્યું હતું કે, જયા કિશોરીજી વાર્તા કરવા માટે શું ચાર્જ લે છે. ત્યારે આ વ્યક્તિને પ્રાપ્ત થયેલ માહિતી પ્રમાણે, જયા કિશોરીજી એક વાર્તા કરવા માટે ૯.૫૦ લાખ રૂપિયા ફી પેટે લે છે અને જયા કિશોરીજીની વાર્તા કરાવનાર વ્યક્તિએ પહેલા જ અડધી ફી ચૂકવી દેવાની રહે છે. એટલે કે, ૪.૨૫ લાખ કથા કથા પહેલા આપવાના રહે છે જયારે બીજા ૪.૨૫ લાખ કથા થઈ ગયા બાદ આપવાના રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *