આ જીવલેણ વાયરસ પણ પશુઓથી માણસ સુધી ફેલાતો આ વાયરસ ઈબોલા કરતાં પણ ખતરનાક

વિશ્વના દેશો કોરોના વાયરસના જોખમ વચ્ચે છે તેવામાં એક નવો ખતરો ઊભો થયો છે. પશ્ચિમ આફ્રિકન દેશ ગિનીમાં જીવલેણ મારબર્ગ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. વિશ્વ આરોગ્ય સંગઠને આ વાયરસની પુષ્ટિ કરી છે. આ વાયરસ ઇબોલા અને કોરોના કરતા પણ વધુ ખતરનાક હોવાનું માનવામાં આવે છે. તે પણ પ્રાણીઓથી માણસોમાં ફેલાઈ શકે છે. આવી સ્થિતિમાં ગિનીના લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળે છે.

image soucre

આ વાયરસ અંગે વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું છે કે આ વાયરસ ચામાચીડિયામાંથી ફેલાય છે. તેનો મૃત્યુદર 88 ટકા સુધી છે. 2 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુઈડુ પ્રાંતમાં એક દર્દીનું મોત આ વાયરસને કારણે થયું હતું. તેના સેમ્પલમાંથી આ વાયરસ મળી આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વ્યક્તિમાં ઇબોલા જોવા મળ્યો ન હતો. પરંતુ મારબર્ગ વાયરસ મળી આવ્યો હતો.

image soucre

ગિનીમાં એવા સમયે આ જીવલેણ વાયરસ મળી આવ્યો છે જ્યારે WHOએ બે મહિના પહેલા અહીં ઇબોલા વાયરસનો અંત થયો હોવાનું જાહેર કર્યું છે. ગયા વર્ષે અહીં ઈબોલાની શરૂઆત થઈ હતી. જેમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે સમયે આ વાયરસના જોખમને લઈને વિશ્વ સ્વાસથ્ય સંગઠનના ક્ષેત્રીય નિદેશક ડોક્ટર માત્શિદિસો મોએતીએ કહ્યું કે મારબર્ગ વાયરસ ફેલાવાનું જોખમ પ્રાદેશિક સ્તરે વધારે છે અને વૈશ્વિક સ્તરે ઓછું છે.

image soucre

મોઇતીએ વધુમાં કહ્યું હતું કે, તેઓ આરોગ્ય અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છીએ જેથી ઈબોલાના પ્રબંધનમાં ગિનીના છેલ્લા અનુભવ અને વિશેષજ્ઞતાના આધાર પર આ વાયરસને પણ રોકવા માટે કામ કરી શકાય. ગિની સરકારે પણ એક નિવેદનમાં મારબર્ગના કેસની પુષ્ટિ કરી છે.

image soucre

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા મુજબ એકવાર કોઈ વ્યક્તિ તેના સંપર્કમાં આવે છે, તો ત્યારબાદ તેના શરીરમાંથી નીકળતો તરલ પદાર્થ દૂષિત સપાટીઓ અને સામગ્રીઓના સંપર્કમાં આવ્યા પછી વ્યક્તિને એટલો સંક્રમિત કરી દે છે કે તેની યોગ્ય સારવાર થઈ શકતી નથી અને તેનો જીવ જતો રહે છે.