આઝાદીના 75મા સ્વતંત્રતા સમારોહમાં વર્ષો જૂની પરંપરા પર મુકાયો પ્રતિબંધ, જાણો 15 ઓગસ્ટની તૈયારીઓ વિશે

26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર થયેલી ઘટના બાદ હવે દિલ્હી પોલીસ લાલ કિલ્લાની સુરક્ષામાં કોઈ ખામી રાખવા માંગતી નથી. તેવામાં સૂત્રોના જણાવ્યાનુસાર ગુપ્તચર એજન્સી પાસેથી મળેલી ઈનપુટ અનુસાર હવે અહીં સુરક્ષાને પહેલા કરતાં વધારે કડક કરવામાં આવી છે. 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોએ જે ગેટથી લાલ કિલ્લામાં પ્રવેશ કર્યો હતો તે રસ્તાને જ આ વખતે કંટેનરથી બ્લોક કરી દેવામાં આવ્યો છે.

image soucre

જાણવા મળતી માહિતી અનુસાર હવે અહીં કંટેનર સુરક્ષામાં પણ કામ આવશે અને બીજી તરફ તે રાષ્ટ્ર પ્રથમ સદૈવ પ્રથમની થીમને પણ દર્શાવશે. જણાવી દઈએ કે એક તરફ જ્યાં ભારતની ટેકનીકલ તાકાત છે તો પેટિંગ વડે તેને દર્શાવવામાં આવશે. અહીં મહાત્મા ગાંધી, લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ અને સુભાષ ચંદ્ર બોઝની પેટિંગ પણ બનાવવામાં આવી રહી છે. આ પેંટિંગને એવી રીતે બનાવવામાં આવે છે કે જ્યારે દેશના વડાપ્રધાન ભાષણ આપશે તો આ પેંટિંગને તેઓ ફ્રંટથી જોઈ શકશે .

કેવી હશે અભેદ સુરક્ષા વ્યવસ્થા ?

image soucre

લાલ કિલ્લાની સુરક્ષાની જવાબદારી એનએસજી, એસપીજી, પૈરામિલિટ્રી ફોર્સ અને દિલ્હી પોલીસના હાથમાં હશે. અંદાજે 40 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ આ દિવસે સુરક્ષામાં ખડેપગે હશે. લાલ કિલ્લાની આસપાસ પહેલાની સરખામણીએ એંટી ડ્રોન સિસ્ટમની સંખ્યા વધારી દેવામાં આવી છે. આ સંખ્યા હવે 9 કરી દેવામાં આવી છે.

image soucre

એનએસજી કમાંડોને લાલ કિલ્લા આસપાસ 30 પોઈંટ પર તૈનાત કરવામાં આવશે. 15 લોકેશન પર એનએસજીના સ્નાઈપર્સને પણ તૈનાત કરવામાં આવશે. તે અત્યાધુનિક હથિયારોથી સજ્જ હશે. લાલ કિલ્લા પાસે 5 એર ડિફેંસ ગનને પણ તૈનાત કરવામાં આવશે. લાલ કિલ્લાની આસપાસ 9 કિલોમીટર સુધીના રસ્તા પર પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે.

image soucre

લાલ કિલ્લાની આસપાસના જૂની દિલ્હીના વિસ્તાર એકદમ સાંકળા છે. આ સાંકળા વિસ્તારોમાં ઘર અને મોટી ઈમારતોની અગાસી પર અંદાજે 350 રુફટોપ બનાવવામાં આવેલા છે. અહીં દિલ્હી પોલીસનો સ્ટાફ તૈનાત થશે. આ સાથે જ એ પોલીસકર્મી પણ તૈનાત રહેશે જેમના હાથમાં લાલ અને સફેદ રંગના ઝંડા હશે. આ ઝંડાનો ઉપયોગ તેઓ જોખમ દર્શાવવા માટે અને એલર્ટ કરવા માટે કરશે. સફેદનો અર્થ થાય છે કે બધુ બરાબર છે અને લાલ એટલે જોખમ છે.

image soucre

15 ઓગસ્ટ આઝાદીનો પર્વ હોવાથી દિલ્હીમાં પતંગ ઉડાડવાની પરંપરા છે પરંતુ આ વર્ષે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોઈ પતંગ ન ઉડાવે તે માટે કાઈટ કેચર તૈનાત કરવામાં આવ્યા છે. મનાઈ છતા જે પતંગ ઉડાડશે તેના વિરુદ્ધ કાર્યવાહી પણ થશે.