આ ઈલેકટ્રીક કારના ફીચર જાણી તમે છોડી જેશો પેટ્રોલ ડીઝલ કારનો મોહ, જાણો શું છે ખાસિયત

પેટ્રોલ અને ડિઝલના ભાવ જે રીતે આસમાને પહોંચી રહ્યા છે તેને જોઈ સામાન્ય વ્યક્તિ તો એક જ વાત વિચારે કે કારને ઘરમાં જ રાખી મુકવી જોઈએ. આ સિવાય આજકાલ ઈલેક્ટ્રિક કારનું વેચાણ વધે તે માટે સરકારથી લઈ કંપનીઓ એકથી ચઢે એવી એક કાર રજૂ કરી રહી છે. પરંતુ તેમ છતાં લોકોનો ઝુકાવ હજુ પણ ઈલેક્ટ્રિક કાર તરફ જોઈએ તેટલો વધ્યો નથી.

image source

ઇલેક્ટ્રિક કાર અપનાવવાના માર્ગમાં લોકોને સૌથી મોટી અડચણ એ નડે છે કે તેને ચાર્જ કરવામાં ખૂબ સમય લાગતો હોય છે. પરંતુ એક ચીનની ઓટોમોબાઈલ કંપની GAC એ તેનો રસ્તો પણ શોધી લીધો છે. આ કંપનીએ એવી ટેકનોલોજી વિકસાવી છે જે કારની બેટરીને માત્ર 10 મિનિટમાં સંપૂર્ણ રીતે ચાર્જ કરે છે.

image source

જાણીને નવાઈ લાગશે પરંતુ પેટ્રોલ ભરાવવા કરતા પણ ઓછા સમયમાં કાર સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. ઘણીવાર આપણને પેટ્રોલ પંપ પર કારમાં પેટ્રોલ ભરાવવા માટે પણ 10 થી 15 મિનિટ લાગી જાય છે. પરંતુ ચીનની આ ઓટો કંપની જીએસી તેની આગામી ઇલેક્ટ્રિક SUV Aion V EV માં 3C અને 6C ફાસ્ટ ચાર્જર સાથે ચાર્જ કરવાની ટેકનોલોજી પૂરી પાડશે. કંપનીનો દાવો છે કે Aion V EV ને તેના 3C ચાર્જરથી માત્ર 16 મિનિટમાં 0-80% થી વધુ ચાર્જ કરી શકાય છે. 6C ચાર્જરથી માત્ર 10 મિનિટમાં જ કારને સંપૂર્ણ ચાર્જ કરી શકાય છે.

image source

આ દાવા બાદ કેટલાક લોકોના પ્રશ્ન એવા પણ સામે આવ્યા કે આટલી ઝડપથી બેટરી ચાર્જ થવાથી તેને નુકસાન થશે.. આ શંકાનું સમાધાન પણ કંપનીએ લાવ્યું છે. કંપનીનો દાવો છે કે તેની સુપર ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીના કારણે 1,000,000 કિમી સુધી કારની બેટરી પર કોઈ અસર થશે નહીં. કંપનીનું કહેવું છે કે આ માટે તેણે પરંપરાગત લિથિયમ-આયન બેટરીને બદલે સ્કેલેબલ ગ્રાફીન બેટરી સિસ્ટમ વિકસાવી છે, જેની મદદથી બેટરી ઝડપથી ચાર્જ કરી શકાય છે.

image source

બજારમાં હાલમાં મળતી મોટાભાગની ઈલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જમાં 300થી 500 કિલોમીટર સુધી ચાલી શકે છે. જ્યારે આ કંપનીની કાર સિંગ ચાર્જમાં 1,000 કિલોમીટર દોડે છે પછી તેને ચાર્જ કરવી પડે છે. Aion V EV SUV આ વર્ષે સપ્ટેમ્બરના અંત સુધીમાં લોન્ચ થવાની સંભાવના છે. જીએસી મોટરે ઈલેક્ટ્રિક કાર માટે પોતાની Aion બ્રાંડને ડેવલપ કરી છે.