આ બિઝનેસમેને છેલ્લા 20 વર્ષમાં 20 કિલો સોનાનું દાન માં અંબાજીને અર્પણ કર્યું, જાણો આ વર્ષે કેટલુ કર્યું

ગુજરાતમાં આવેલુ માં અંબાનું મંદિર લાખો ભક્તોના આસ્થાનું પ્રતિક છે. લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના પ્રતિક શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ નિમિત્તે એક જ દિવસમાં સવા લાખથી વધુ ભક્તોએ મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું. નોંધનિય છે કે માત્ર 6 દિવસ દરમિયાન 6 લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે અને આ દરમિયાન મંદિરને કુલ રૃપિયા 1.18 કરોડનું દાન કરવામાં આવ્યું. આ ઉપરાંત સોમવારે અમદાવાદના એક ભક્ત દ્વારા અંબાજી મંદિરને 500 ગ્રામ સોનાનું દાન આપ્યું હતું, જેની કિંમત રૂ. 24.50 લાખ છે.

image source

નોંધનિય છે કે, સુપ્રસિદ્ધ માં અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ છે અને કામગીરી ચાલી રહી છે. આ કાર્યમાં અનેક ભક્તો સોનાનું દાન આપી રહ્યા છે. ત્યારે અંબાજી માતાના એક ભક્તે 500 ગ્રામ સોનાનું દાન કર્યું હતું. જેની કિંમત અંદાજે 24 લાખ 50 હજાર થાય છે. માં અંબાના આ ભક્ત નામ નવનીત શાહ છે. જે દર વર્ષે માં અંબાના ચરણોમાં સોનાની ભેટ આપે છે. તેમને માતા પ્રત્યે અખૂટ શ્રદ્ધા છે.

image soure

નોંધનિય છે કે, અંબાજી માતાના મંદીરમાં દર વર્ષની જેમ ભાદરવી પૂનમના દિવસે સોનાના દાનનો અવિરત પ્રવાહ આ વખત પણ જોવા મળ્યો. આ દરમિયાન જાણીતા બિઝનેસમેન નવનીત શાહે આ વખતે 500 ગ્રામ સોનાનું દાન માં અંબામાં મંદિરમાં ચઢાવ્યું છે. તમને જણાવી દઈએ કે, નવનીત શાહ છેલ્લા 20 વર્ષથી સોનાનું દાન દર વર્ષ કરતા આવ્યા છે અને અત્યાર સુધી તેમણે 20 કિલો સોનાનું દાન અંબાજી મંદિર ખાતે કરી દીધૂ છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર નવનીત શાહ એક ફાર્મા સ્યુટિકલ કંપનીના માલિક છે જે માતા અંબાજી પર ખુબ શ્રદ્ધા ધરાવે છે. તમને જણાવી દઈએ કે, આ દાન તેમણે અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે આપ્યું છે.

image soure

તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી મા અંબાના સુવર્ણ શિખરમા 140 કિલો 435 ગ્રામ સોનુ 15 હજાર 711 કિલો તાંબુ વપરાયું છે. આ ઉપરાંત મા અંબાના મંદિરને સુવર્ણમય બનાવવા અનેક ભક્તો દાન આપી રહ્યા છે, માં અંબાનું મંદિર જલ્દી સુવર્ણમય બનશે એવી આશા છે. માઈ ભક્તો દર વર્ષે મોટી સંખ્યામાં સોનાનું દાન આપી રહ્યા છે.

image soure

નોંધનિય છે કે, શકિત, ભકિત અને પ્રકૃતિના સમન્વય એવા શકિતપીઠ અંબાજીમાં દ૨ વર્ષે ભાદ૨વા માસના શુકલ પક્ષમાં ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીનાને ધ્યાને લઈને અને શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પારંપારિક મેળો રદ્દ કરીને યાત્રાળુઓને માનતા પુરી કરવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તત્ર બનાસકાંઠા તેમજ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે સુચારૃ અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.