અત્યંત શરમજનક, ગણેશ ઉજવણીમાં બાર બાળાઓ બોલાવીને નચાવી, ઠુમકાઓ પર ઉડાડ્યા પૈસા

દેશભરમાં અત્યારે ભક્તિભાવપૂર્વક ગણેશ મહોત્સવઉજવાઈ રહ્યો છે. ભક્તો ગણેશ પંડાલોમાં વિઘ્નહર્તાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. જોકે કેટલાક એવા પણ તત્વો છે જેઓ આ પવિત્ર તહેવારમાં દૂષણ ફેલાવી રહ્યા છે. વલસાડ જિલ્લાની પારડી પોલીસે એક ગણેશ મહોત્સવમાં રેડ પાડીને અશ્લીલ ડાન્સ કરતી બે મહિલાઓ સહિત 9 લોકોની અટકાયત કરી છે.

image soure

વલસાડ જિલ્લાના પારડી GIDCની બાજુમાં આવેલી ઈશ્વર નગર સોસાયટીમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની સાત દિવસ સુધી ઉજવણીનું આયોજન સોસાયટીના આયોજક દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બુધવારના રાત્રીના સોસાયટીના મંડળ દ્વારા યુપી અને બિહારની બે ડાન્સર યુવતીઓને બોલાવવામાં આવી હતી. ત્યારે કાર્યક્રમમાં ડાન્સના ઠુમકા લગાવતી બે યુવતીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે વીડિયો પારડી પોલીસ સુધી પહોંચ્યાં હતા. જે આધારે પારડી પોલીસ મથકના પીએસઆઈ કે એમ બેરિયાની ટીમ ઈશ્વર નગર સોસાયટીમાં આવી પહોંચી હતી. પોલીસે 3 ડાન્સર સહિત કુલ 9 લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

image soure

ગણેશજીના મંડપમાં આ રીતે ભોજપુરી ગીતો પર ઠુંમકા લગાવી નાચગાન કરતી યુવતી પર નોટો ઉડતા તેમજ નાના ભૂલકાં પર ખરાબ અસર પડી રહી હોવાને લઈ તેમજ સોશિયલ ડિસ્ટન્સ જોતા અહી કોરોનાને આમંત્રણ આપવા જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી થતી, જેથી પોલીસે તમામ સામે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે અહી આયોજકોને ડાન્સરને બોલાવવાનું ભારે પડ્યું હતું અને રાત્રીના જેલના સળિયા પાછળ જવા પડ્યું હતું.

image source

સમગ્ર રાજ્યમાં ગણેશભક્તો પોતાના ઘરે ગણપતિ સ્થાપન કરી બાપાની પૂજા અર્ચના કરી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રને અડીને આવેલા વલસાડ જિલ્લામાં પણ ગણેશ પર્વનું અનોખું મહત્વ છે. મહારાષ્ટ્રને અડીને આવેલા આ વિસ્તારમાં મોટાપાયે ગણેશ મહોત્સવનું આયોજન થાય છે. જિલ્લાના તમામ વિસ્તારોમાં નાના મોટા અનેક ગણેશ મંડળો આવેલા છે અને દરેક મહોલ્લામાં લોકો ગણપતિના મંડપ પણ બનાવે છે અને આ ગણપતિના પંડાલમાં ગણપતિનું સ્થાપન કરે છે. ત્યારે પારડી પોલીસને મળેલી બાતમી મુજબ, બાલદાના એક ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ પંડાલમાં મહિલા ડાન્સર્સ બોલાવવામાં આવી હતી અને તેમના પર રૂપિયા ઉડાવવામાં આવી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી.

image source

આથી પારડી પોલીસ પૂરી તૈયારી સાથે અડધી રાત્રે આ ગણેશ મહોત્સવમાં ત્રાટકી હતી. એ વખતે અશ્લીલ ફિલ્મી ગીતોની ધૂન પર બે મહિલા ડાન્સર્સ ગંદા ઈશારા કરી અને વિઘ્નહર્તાની મૂર્તિ સામે જ પંડાલમાં અશ્લીલ ડાન્સ કરી રહી હતી. આ વખતે સ્થળ પર 200 થી વધુ લોકોની ભીડ ઉમટી હતી. પારડી પોલીસે ઈશ્વર નગરના રાજા નામના આ ગણેશ મહોત્સવમાં રેડ કરી અશ્લીલ ડાન્સ કરતી બે મહિલાઓ સહિત 9 વધુ લોકોની અટકાયત કરી છે.

ઠુંમકા લગાવી નાચગાન કરતી યુવતી પર નોટો ઉડાવવામાં આવી

image source

ગણેશ ઉત્સવમાં ડાન્સ કરતી બે યુવતીઓ તેમજ મુખ્ય આયોજક મોતીલાલ શર્મા સહિત 4 આયોજક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ લાઉડ સ્પિકર, માઇક એમ્પ્લી, ફાયર વગરે સાધન સામગ્રી પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ રીતે જાહેર કાર્યક્રમોની પરવાનગી ન હોવા છતા પણ આ પ્રમાણે કાર્યક્રમ યોજતા અને કોરોના ગાઈડલાઈનનો પણ ભંગ થતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.