આંખના પલકારામાં દીવાલ પર ચડી જાય છે આ છોકરી, વીડિયો જોઈને લોકો કંપી ગયા

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં હજારો રમુજી વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તેમાંથી એક વાયરલ થઈ રહ્યો છે જેને જોયા પછી લોકો ખૂબ હસી રહ્યા છે. જોકે, યુવતીનો આ સ્ટંટ જોઈને લોકો પણ આશ્ચર્યચકિત છે.

image source

વીડિયોમાં એક નાની બાળકી ઝડપથી દિવાલો પર ચડતી જોઈ શકાય છે. તેણીને દિવાલ પર ચડતી જોઈને ચોંકી ગયેલા નેટિઝન્સે પાંચ વર્ષની બાળકીના પરાક્રમને ‘સ્પાઈડરગર્લ’ ગણાવી છે. વીડિયો જોયા બાદ યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં, છોકરી કોઈ પણ આધાર વગર થોડીક સેકન્ડમાં દીવાલ પર ચઢી જાય છે. દીકરીએ દીવાલ પર ચઢવા માટે કોઈ સાધન કે શક્તિનો ઉપયોગ કર્યો નથી, પરંતુ એક ટેકનિકની મદદથી તે પોતાના હાથ -પગનો ઉપયોગ કરીને દીવાલ પર ચઢી રહી છે.

આ છોકરી કરોળિયાની ચઢી જાય છે દીવાલ

image source

55-સેકન્ડની આ ક્લિપમાં, છોકરી પહેલા રૂમના એક ખૂણામાં ઉભી છે અને દિવાલની બંને બાજુએ તેના હાથ અને ખુલ્લા પગ મૂકે છે. પછી પોતાની જાતને બે દિવાલોની વચ્ચે લટકાવી દીવાલને છત સુધી સ્કેલ કરવાનું શરૂ કરે છે. જ્યારે તે ટોચ પર પહોંચે છે, ત્યારે તે તેના બંને પગને હવામાં ઉઠાવે છે. આ જોયા બાદ લોકોના હોશ ઉડી ગયા હતા. આખો વીડિયો જોયા બાદ લોકો છોકરીનું નામ ‘સ્પાઇડરગર્લ’ રાખી રહ્યા છે.

લોકો ડરી રહ્યા છે

image source

થોડા વર્ષો પહેલા સ્પાઈડરમેન નામની મૂવી આવી હતી, તેનું કાલ્પનિક કિરદાર પીટર પાર્કર પણ કઈંક આવી જ રીતે દીવાલ પર ચડી શકતો હોવાનું દેખાડવામાં આવ્યું છે, જેને યાદ કરીને લોકો આ છોકરીને સ્પાઈડર ગર્લનું નામ પણ આપી રહ્યા છે. જો કે સાથે જ બોલીવૂડની 1920 અને 1920 એવિલ રિટર્ન્સ નામની મૂવીમાં પણ કઈંક આવી જ રીતે ભૂતના દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા છે.

તો અમુક લોકો આની સરખામણી હોલિવૂડની ફેમસ હોરર મૂવી કન્જ્યુરિંગ અને એનાબેલ જેવી સીરિઝ સાથે પણ કરી રહ્યા છે. આમ આ દ્રશ્યથી લોકો આશ્ચર્યચકિત તો છે, પરંતુ સાથે જ ડરી પણ રહ્યા છે. કઈં પણ હોય પરંતુ સોશિયલ મીડિયા પર આ છોકરીના વીડિયોએ ઘણા વ્યૂઝ મેળવ્યા છે તે નક્કી છે.

image source

યૂઝર્સે આ વીડિયો જોતાની સાથે જ તેઓ મૂંઝાઈ ગયા. ‘Ffs OMG Vids’ નામના એકાઉન્ટમાંથી ‘સ્પાઇડરગર્લ’ કેપ્શન સાથે ટ્વિટર પર શેર કર્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને 745 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

યુઝર્સ યુવતીની કુશળતાથી અત્યંત પ્રભાવિત થયા હતા. નેટીઝન્સ આ વીડિયો પર ઉગ્ર ટિપ્પણી કરી રહ્યા છે. કેટલાક છોકરીની આ ટેકનીકને ભૂતની જેમ વર્તવાની વાત કહી રહ્યા છે.