જીવનના તમામ દુઃખ-દર્દ થઇ જશે દૂર બસ એકવાર જાણી લો રુદ્રાક્ષ ધારણ કરવાની સાચી રીત, મળશે એવા લાભ કે જાણીને તમે થઇ જશો ચકિત

રુદ્રાક્ષ ભગવાન મહાદેવને ‌અત્યંત પ્રિય છે. તમે તેમનાં મસ્તક પર રુદ્રાક્ષ જોઇ શકો છો અને બીજી વાત એ છે કે જે લોકો ભગવાન મહાદેવ ને રાજી કરવા માગતા હોય છે તે પણ રુદ્રાક્ષ ની માળા ધારણ કરે છે, તથા આ માળા નો જાપ કરી પ્રભુ ને યાદ કરે છે. જો રુદ્રાક્ષની માળા કોઇ સાધુ-સંતો ને આપવામાં આવે તો આપણી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે, અને રુદ્રાક્ષની માળા સાધુ-સંતો ને આપવાથી આપણને શુભ ફળ પ્રાપ્ત થાય છે.

image source

રૂદ્રાક્ષ ભગવાન શંકરની પ્રિય વસ્તુઓમાંથી એક છે. રૂદ્રાક્ષ ધારણ કરવાથી સમસ્ત પાપનો વિનાશ થાય છે. જનકલ્યાણના કામમાં આવતો રૂદ્રાક્ષ અત્યંત ફળદાયી પણ છે. રૂદ્રાક્ષ ને શિવના વનસ્પતિ સ્વરૂપ પ્રત્યક્ષ અંશ માનવામાં આવે છે. શિવજી પોતે પણ રૂદ્રાક્ષ ની માળા ધારણ કરે છે, તેથી શિવભક્તો પણ શિવના પ્રતીકરૂપે રૂદ્રાક્ષ ધારણ કરે છે. પરંતુ આ રૂદ્રાક્ષ ધારણ કરવાની સાથે તેના નિયમો ને જાણીને તે નિયમોનું પાલન કરવું પડે છે.

રૂદ્રાક્ષ ગમે તે વ્યક્તિ ધારણ કરી શક્તી નથી, રૂદ્રાક્ષ ધારણ કરવા માટે ઉદ્દેશ્ય હોવો ખુબ જરૂરી છે, તથા રૂદ્રાક્ષ ધારણ કરવા માટેના કેટલાક નિયમો પણ છે, જેનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તો જ રૂદ્રાક્ષ શ્રેષ્ઠ ફળ પણ આપે છે. શિવ પુરાણો અનુસાર, રૂદ્રાક્ષ શિવના આંસુમાંથી બનેલા છે.

image source

શિવ અને રુદ્રાક્ષનો નાતો અનંતકાળથી ચાલ્યો આવે છે. રુદ્રાક્ષ એ ભગવાન શિવ તરફથી આપવામાં આવેલી પ્રસાદી રૂપ ફળ છે. તેથી જ રુદ્રાક્ષને મહાદેવનું સાક્ષાત પ્રતીક માનવામાં આવે છે, રુદ્રાક્ષ દરેક પ્રકારે સુખ તેમજ સમૃદ્ધિ પ્રદાન કરે છે.

રૂદ્રાક્ષ ધારણ કરવાથી થતા ફાયદા

રુદ્રાક્ષ તમારા તન અને મન બન્ને માટે ફાયદાકારક છે. રુદ્રાક્ષ તમારી બૌદ્ધિક ક્ષમતા અને યાદશક્તિ ને સારુ બનાવવામાં ફાયદાકારક છે. તેના સિવાય તણાવ અને ચિંતાની સમસ્યાથી હેરાન લોકોએ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. તેનાથી તમારો માનસિક તણાવ ઓછો થાય છે, અને શરીરની ઉર્જામાં વૃદ્ધિ થાય છે. તેના સિવાય તેને પહેરવાથી તણાવ ડિપ્રેશન અને માથાનો દુ:ખાવો થવાના ઓછા આસાર રહે છે.

image source

રુદ્રાક્ષ ધારણ કરવો સ્વાસ્થય માટે પણ ફાયદાકારક છે, પંડિત દયાનંદ શાસ્ત્રીએ જણાવ્યુ કે ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવાથી બુધ ગ્રહ અનુકુળ ફળ આપવા લાગે છે. રૂદ્રાક્ષ ધારણ કરવાથી ભય નથી રહેતો. ખાસ કરીને અકાલ મૃત્યુનો ભય નથી રહેતો. રૂદ્રાક્ષ ધારણ કરવાથી લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે.

સન્યાસીઓને રૂદ્રાક્ષ ધર્મ અને મોક્ષ પ્રદાન કરે છે. સામાન્ય મનુષ્યોને રૂદ્રાક્ષ અર્થ અને કામનું સુખ આપે છે. શારીરિક તકલીફમાં પણ રાહત આપે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે, રુદ્રાક્ષ પહેરવાથી જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય અને જીવનમાં સકારાત્મકતા ઊર્જા આવે છે.

image source

શનીદેવના પ્રકોપ થી બચવા માટે લોકો કેટલાય ઉપાયો કરે છે. જેથી શનીદેવની કૃપા બની રહે. જો તમારી કુંડળીમાં શનિદેવ ની બુરી દશા ચાલી રહી હોય તો તમે રુદ્રાક્ષ ધારણ કરી લ્યો. જેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. અને તે તમને કોઈપણ પ્રકારનું નુકશાન નહિ કરી.

જે લોકોને પ્રગતિ નથી મળતી તેઓએ રુદ્રાક્ષ જરૂર થી ધારણ કરવો જોઈએ. તેનાથી જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ પ્રાપ્ત થશે. સાથે જ બધા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. જો તમારી કોઈ મનોકામના પૂરી ન થતી હોય તો તમે એક મુખી રુદ્રાક્ષ ધારણ કરી લ્યો. એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે, અને તમે ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરી શકો છો.