ઇલેક્ટ્રિક સ્કૂટર બજારમાં તરખાટ મચાવવા ઓલા તૈયાર, બજારમાં ઉતારી પોતાની પ્રથમ પ્રોડકટ

ઓલા ઇલેક્ટ્રિક તેની પ્રથમ બેટરી દ્વારા સંચાલિત પ્રોડક્ટને લોન્ચ કરવા માટે કમર કસી રહી છે જે ભારતીય બજારમાં 15 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યાથી વેંચાણ માટે ઉપલબ્ધ થઈ ચુકી છે. આ સાથે જ Simple Energy એ પણ તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે.

image source

ઓલા ઇલેક્ટ્રિકએ તેના સ્કુટરની પ્રી બુકીંગની પણ જાહેરાત કરી હજી જે હાલમાં 499 રૂપિયાના ટોકન અમાઉન્ટ પર બુક કરી શકાય છે. કંપનીએ દાવો કર્યો છે કે તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર વિશ્વમાં સૌથી પહેલા બુક કરવામાં આવેલ સ્કૂટર છે. ઓલા ઇલેક્ટ્રિકએ પહેલાં બુકીંગ શરૂ કર્યાની પ્રથમ 24 કલાકમાં જ 1 લાખથી વધુ બુકીંગ પ્રાપ્ત કરવાની જાહેરાત કરી હતી.

image source

ઓલા ઇલેક્ટ્રિકએ સંકેત આપ્યો છે કે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં લગભગ 150 કિલોમીટરની ફૂલ ચાર્જ (જેની સત્તાવાર રીતે પૃષ્ટિ કરવાની બાકી છે), 50 લીટરના અન્ડર સીટ સ્ટોરેજ શામેલ છે. સ્કૂટરની લંબાઈ 1860 મિમી, પહોળાઈ 700 મિમી, અને કુલ ઊંચાઈ 1155 મિમી હશે. તેનું વહીલબેઝ 1345 mm નું હશે અને તેનું વજન ફક્ત 74 કિલોનું હશે.

image source

સ્કૂટરમાં 3.4 kWh ની બેટરી કેપેસિટી હોય તેવી સંભાવના છે જે તેને FAME-II સબસીડી માટે યોગ્ય બનાવશે. અફવાઓમાં જે વાતો ચાલે છે તે મુજબ આ સ્કૂટર 4.5 સેકન્ડમાં.0.થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડવા માટે સક્ષમ હશે અને આ સ્કુટરની ટોપ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની હશે.

image source

સ્કુટરની કિંમત વિશે વાત કરીએ તો આ આર્ટિકલ જ્યારે તમે વાંચતા હશો ત્યાં સુધીમાં જાહેર થઈ ગઈ હશે. છતાં અંદાજ અનુસાર સ્કુટરની કિંમત 1.20 લાખ રૂપિયાથી લઈને 1.30 લાખ રૂપિયા એક્સ શોરૂમ દરમિયાન હોવાની શકયતા છે.

સિમ્પલ એનર્જી માર્ક 2 ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે પણ અમુક માહિતી બહાર આવી છે. કંપની તેના અપ.કમિંગ ડેબ્યુ મોડલ માટે 15 ઓગસ્ટના દિવસે સાંજે 5 વાગ્યે 1947 રૂપિયામાં પ્રિ બુકીંગ શરૂ કરશે. સિમ્પલ એનર્જી માર્ક 2 ની બેટરી કેપેસિટી 4.8 kWh છે જે એથર 450X (2.61 kWh) ની સરખામણીએ લગભગ બે ગણી છે. આ એક કારણ છે કે સિમ્પલ એનર્જી ઇકો મોડમાં 240 કિલોમીટરની રેંજનો દાવો કરી રહી છે.

image source

સિમ્પલ એનર્જી માર્ક 2 માં બેટરી પેકનું વજન 6 કિલોગ્રામથી વધુ હોય શકે છે અને એ હજુ પણ વધુ વજનની છે જેના કારણે સ્કૂટરમાં ચાર્જ કરવા એક વધુ વ્યવહારિક સમાધાન છે. બેટરી પેકને સિમ્પલ એનર્જી દ્વારા ઇન હાઉસ ડેવલપ કરવામાં આવી છે. જો કે અંદરથી અલગ અલગ સેલ ભારતમાં જ બનાવવામાં આવ્યા છે.