બોલીવુડની આ ફિલ્મો રંગાઈ હતી દેશભક્તિના રંગે, જોઈ લો કઈ કઈ છે એ ફિલ્મો

આપણો દેશ 15મી ઓગસ્ટ 2021ના રોજ 74મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. કોરોના વાયરસ મહામારીના કારણે ગયા વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી પર પ્રતિબંધ હતો. આ વર્ષે કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરીને ઝંડો ફરકાવવામાં આવશે. જો કે આપણે આ સ્પેશિયલ અને અનોખા અંદાજમાં સ્વતંત્રતા દિવસ મનાવી શકીએ છીએ. બોલિવુડના ગીતો હમેશાં કોઈપણ તહેવાર પર આપણો જોશ ભરી દે છે.કેમ ન આપણે આ સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિ ફિલ્મોની સાથે ઉજવીએ. આ ફિલ્મો આપણી અંદર એક અલગ જ જોશ અને ઉત્સાહ ભરી દે છે. ક્યારેક ક્યારેક આપણી આંખોમાં આંસુ પણ આવી જાય છે. તો સ્વતંત્રતા દિવસ સમારોહને વધુ યાદગાર બનાવવા માટે આ પેટરીયોટિક બૉલીવુડ ફિલ્મો જરૂર જોવો

બોર્ડર.

image source

આ ફિલ્મમાં વર્ષ 1971ના યુદ્ધની એક ઝલક બતાવવામાં આવી છે. આ ફિલ્મની વાર્તા સત્ય ઘટનાથી પ્રેરિત છે. ફિલ્મની વાર્તા વર્ષ 1971માં થયેલી ભારત અને પાકિસ્તાનની લડાઈથી પ્રેરિત છે. જ્યાં રાજસ્થાનના લોન્ગેવાલા પોસ્ટ પર 120 ભારતીય સૈનિકોએ આખી રાત પાકિસ્તાનની ટોક રેજીમેન્ટનો સામનો કર્યો હતો. આ ફિલ્મમાં સની દેઓલ, જેકી શ્રોફ, સુનિલ શેટ્ટી, અક્ષય ખન્નાએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મના ગીતો પણ ખૂબ જ લોકપ્રિય થયા હતા.

લગાન.

image source

આ ફિલ્મમાં રાણી વિક્ટોરિયાના બ્રિટિશ રાજની એક દુકાળ પીડિત ગામના ખેડૂતો પર કઠોર લગાનની સ્ટોરી છે. જ્યારે ખેડૂત લગાન ઓછું કરવાની માંગણી કરે છે. ત્યારે અંગ્રેજ ઓફિસર એમને ક્રિકેટમાં હરાવવાનો પ્રસ્તાવ આપે છે. આ ફિલ્મમાં આમિર ખાન લીડ રોલમાં દેખાયા હતા અને એમની સાથે ગ્રેસી સિંહે જોડી બનાવી હતી. આ ફિલ્મ ઓસ્કર માટે પણ નોમિનેટ થઈ હતી..ખાલી ભારતમાં જ નહીં આખી દુનિયામાં આ ફિલ્મ લોકોને ખૂબ જ ગમી હતી

મંગલ પાંડે: ધ રાઇઝિંગ.

image source

મંગલ પાંડે: ધ રાઇઝિંગ ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ થઈ હતી. આ પહેલા સ્વતંત્રતા સંગ્રામના વીર સિપાહી મંગલ પાંડેની જીવન ગાથા અને ભારતીય વિદ્રોહ 1857માં એમની ભૂમિકા પર આધારીગ એક બાયોપિક ફિલ્મ છે.

ધ ગાજી અટેક.

image source

આ ફિલ્મ 1971માં પાકિસ્તાન સાથે ભારતના યુદ્ધ દરમિયાન પીએનએસ ગાજીના ડૂબવા પર આધારિત છે. આ ફિલ્મમાં રાણા દગ્ગુબાતી, તાપસી પન્નુ, કે કે મેનન અને અતુલ કુલકર્ણીને મુખ્યું ભૂમિકા ભજવી હતી.

ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક.

image source

આ ફિલ્મમાં વિક્કી કૌશલે મેજર વિહાન શેરગિલનો રોલ કર્યો હતો. એમને પાકિસ્તાનના આંતકવાદી શિવિરો પર સર્જીકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કર્યું હતું.