સેલેબ્સે કરાવેલા પાર્ટનરના નામના ટેટૂ છે કમાલના, જોઈને તમે પણ થશો શૉક

તનાઝ અને બખત્યાર ઈરાની.

image source

ટીવી કપલ તનાઝ અને બખત્યાર ઈરાની જાણીતા કપલમાંથી એક છે. બખત્યારે પોતાની પીઠ પર તનાઝના આખા ચહેરાનું ટેટુ કરાવ્યું છે તો તનાઝે એમના એક બાવડાં પર બખત્યારનું નામ ઇન્ક કરાવ્યું છે. બન્ને આ ટેટુ બનાવડાવીને ખૂબ જ ખુશ હતા અને એને ફોટો અનવ વિડીયો લન એમને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર પણ કર્યો હતો. તનાઝ અને બખત્યારના લગ્ન વર્ષ 207માં થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Tannaz Irani (@tannazirani_)

અનિતા હસનંદાની અને રોહિત શેટ્ટી.

image source

નાગીન 3ની એક્ટ્રેસ અનિતા હસનંદાની અને એમના પતિ રોહિત શેટ્ટી વચ્ચેનો પ્રેમ તો જગજાહેર છે. અનિતાએ પોતાના પતિના નામનો પહેલો અક્ષર R પોતાના કાંડા પર કોતરાવ્યો છે. Rની ઉપર નાનું દિલ પણ બનાવેલું છે. તમને જણાવી દઈએ કે બન્નેએ ઓકટોબર 14 2013માં સાઉથ ઇન્ડિયન રીતરિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા.

પ્રિન્સ નરૂલા અને યુવીકા ચૌધરી.

image source

એમટીવી સ્પ્લિટવીલા ફેમ પ્રિન્સ નરૂલા અને એમની પત્ની યુવીકા ચૌધરી એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે.પ્રિંસે યુવીકાનું નામ હિન્દીમાં ગરદનની પાછળ ટેટુ કરાવ્યું છે. બન્નેએ થોડા સમય પહેલા જ લગ્ન કર્યા છે અને બન્ને સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે.

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ.

image source

ટીવી એકટર સુયશ રાય એમની પત્ની કિશ્વર મર્ચન્ટના પ્રેમમાં માથાથી લઈને પગ સુધી ડૂબેલા છે. એમને પોતાની રિંગ ફિંગર પર સુકિષ ટેટુ કરાવ્યું છે અને કિશ્વરે પણ પોતાની રિંગ ફિંગર પર સુકીશ ટેટુ કરાવ્યું છે. બન્નેના લગ્ન 16 ડિસેમ્બર 2016માં થયા હતા. લગ્ન પહેલા લાંબા સમય સુધી બન્નેએ એકબીજાને ડેટ કર્યા હતા અને એ પછી રિલેશનશિપ નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો નિર્ણય કર્યો હતો.

વીની અરોરા ધુપર અને ધીરજ ધુપર.

Vinny Arora
image source

પિતા કે ચરણો મેં સ્વર્ગની એક્ટ્રેસ વીની અરોરા ધુપરે નવેમ્બર 16, 2016માં લોનગટાઇમ બોયફ્રેન્ડ તેમજ ટીવી એકટર ધીરજ ધુપર સાથે લગ્ન કર્યા હતા. વીનીએ પોતાની રિંગ ફિંગર પર ધીરજનું નામ ઇન્ક કરાવ્યું છે.

રોહિત પુરોહિત અને શીના બજાજ.

image source

સિરિયલ પુરુના એકટર રોહિત પુરોહિત, જે આ સીરિયલમાં સિકંદરનો રોલ કરતા હતા, એમને ઘણા સમય સુધી ટીવી એક્ટ્રેસ શીના બજાજને ડેટ કરી હતી. આ કપલ શોના સેટ પર એકબીજાને મળ્યા અને એમને પ્રેમ થઈ ગયો. રોહિતે એમના કાંડા પર શીનાના નામનું ટેટુ કરાવ્યું હતું. જ્યારે શીના બજાજ જે મરિયમ ખાન રિપોર્ટિંગ લાઈવમાં મેહર ખાનની ભૂમિકા ભજવી હતી એમને પણ પોતાના કાંડા પર રોહિતના નામનો પહેલો અક્ષર R લખવ્યો હતો.

આકાશદીપ અને પૂજા બેદી.

Akashdeep
image source

ક્યોંકી સાસ ભી કભી બહું થી જેવી જાણીતી સીરિયલમાં કામ કરી ચૂકેલા આકાશદીપ સહગલ બિગ બોસ ફેમ પૂજા બેદી સાથે રિલેશનશિપમાં હતા. એમને બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા. જ્યારે એમને વચ્ચે પ્રેમ હતો ત્યારે આકાશદીપે પૂજાના નામનું ટેટુ કરાવ્યું હતું.

સૌમ્યા શેઠ અને અરુણ કપૂર.

Soumya Seth
image source

નવ્યા ફેમ સૌમ્યા શેઠે વર્ષ 2016માં સિક્રેટલી પોતાના બોયફ્રેન્ડ અરુણ કપૂર સાથે સગાઈ કરી લીધી હતી . એ બન્નેએ જાન્યુઆરી 2017માં લગ્ન કર્યા હતા. સૌમ્યા શેઠે અરુણનું નામ હિન્દીમાં પોતાની કલાઈ પર ઇન્ક કરાવ્યું છે.

ગુરમીત ચૌધરી અને દેબીના ચૌધરી.

image source

ટીવી ઇન્ડસ્ટ્રીના હેન્ડસમ હન્ક ગુરમીત ચૌધરીએ પોતાની પત્ની દેબીના ચૌધરીના નામનું ટેટુ પોતાના કાંડા પર કરાવ્યું છે.બન્ને વચ્ચે ખૂબ જ પ્રેમ છે અને એ ઘણીવાર પોતાના પ્રેમને એક્સપ્રેસ કરતા રહે છે.