રામ મંદિર નિર્માણમાં કરો દાન, અને ટેક્સમાં મેળવો આ રીતે આટલી બધી છૂટછાટો

રામ મંદિરના નિર્માણમાં દીલ ખોલીને કરો દાન – મળશે આ છૂટછાટો

આજે રામ મંદિરના નિર્માણના ઉદ્ઘાટન માટે દેશના પી.એમ નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ કરવામા આવ્યો છે. અને અત્યાર સુધીમાં રામ મંદિરના નિર્મણ માટે હજારો લોકોએ દીલ ખોલીને દાન કર્યું છે. એક અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં રામમંદિરને લગભગ 30 કરોડ રૂપિયા સુધીનું દાન મળી ગયું છે.

image source

મંદિરના નિર્માણ માટે એક ટ્રસ્ટની રચના કરવામા આવી છે આ ટ્રસ્ટનું નામ છે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ. નિર્માણ માટે દાન આપવા ઇચ્છુક લોકો આ જ ટ્રસ્ટને દાન કરી રહ્યા છે. જો તમે પણ રામ મંદિરના નિર્મણમાં તમારો નાનો સરખો પણ ફાળો આપવા માગતા હોવ તો તમે પણ તે કરી શકો છો અને તેના માટે સરકાર તમને ટેક્સમાં પણ કેટલીક છૂટ આપવાનું નક્કી કર્યું છે. આ રાહત તમને નાણાકિય વર્ષ 2020-21 માટે આપવામાં આવશે.

કેવી છૂટ મળશે.

image source

જો તમે રામ મંદિરના નિર્માણમાં આર્થિક દાન કરવા માગતા હોવ તો તમને 50 ટકા સુધીની ટેક્સમાં રાહત આપવામા આવશે. ટ્રસ્ટની આવકને પહેલેથી જ ઇન્કમટેક્સના નિયમો એટલે કે સેક્શન 11 અને 12 હેઠળ ટેક્સમાંથી રાહત આપવામા આવી છે. દેશના અન્ય ધાર્મિક મંદિરોના ટ્રસ્ટને પણ આ જ પ્રકારની છૂટ આપવામાં આવી છે.

દાન આપનારે આ નિયમોને રાખવા પડશે ધ્યાનમાં

image source

જ્યારે પણ તમે રામ મંદિરના નિર્માણ માટે પોતાનો ફાળો આપો ત્યારે ટ્રસ્ટ પાસેથી તેની રીસીપ્ટ લેવાનું ક્યારેય ન ચૂકવું. આ રિસિપ્ટમાં ટ્રસ્ટનું નામ, તેનું સરમાનું, તેમનો પાન નંબર, તેમજ તમારી વિગતો એટલે કે દાન આપનારનું નામ, દાનની રકમ લખવામાં આવશે. આ બધી જ માહિતી આ રિસિપ્ટમાં હોવી જોઈશે. આ નિયમ ઇનકમટેક્સ એક્ટ 1961ની કલમ 80 જી હેઠળ આવેલો છે. ઇન્કમ ટેક્સનો આ નિયમ દાન આપનાર કોઈ પણ વ્યક્તિ, એચયુએફ કે પછી કંપનીને લાગુ પડે છે જે કોઈ પણ ચેરિટેબલ ટ્રસ્ટ કે પછી મંદિરના ટ્રસ્ટને દાન આપવા માગતી હોય. દાન તમે ચેક તેમજ કેશ બન્ને રીતે કરી શકો છો.

image source

રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન પહેલાં જ કરોડો રૂપિયાનું દાન મંદિરના ટ્રસ્ટ ખાતે જમા થઈ ગયું છે. સોના તેમજ ચાંદીની ઇંટો પણ લોકો દાનમા આપી રહ્યા છે. ભૂમિ પૂજનથી સામાન્ય લોકોને દૂર રાખવામા આવ્યા છે. અને આ પ્રસંગમાં હાજર રહેનાર આમંત્રિત મહેમાનોની યાદી પણ ખૂબ નાની છે.

ભલે ભૂમિ પૂજામાં મોટી સંખ્યામાં લોકો ન આવી શક્યા હોય, પણ દેશ આખામાંથી રામ મંદિરના નિર્માણ માટે દાન ખૂબ આવ્યું છે. કથાવાચક મોરારી બાપૂએ રામ મંદિર નિર્માણ માટે રૂપિયા 5 કરોડનું દાન કરવાની જાહેરાત કરી છે અને તેમણે સમગ્ર દેશમાંથી લોકો પાસેથી અત્યાર સુધીમાં 11 કરોડ રૂપિયાનું દાન એકત્રિત કર્યું છે.

image source

મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર ચલાવી રહેલી શિવ સેનાએ પણ રામ મંદિરના નિર્માણ માટે 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. શિવસેનાના નેતા અનિલ દેસાઈએ આ જાણકારી આપતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પોતાના 60મા જન્મ દિવસના અવસર પર 27 જુલાઈએ આ રકમ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાં જમા કરાવી હતી.

image source

ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય 28 જુલાઈના રોજ અયોધ્યા આવ્યા હતા અને તે દરમાયન તેમણે વિશ્વ હિન્દુ પરિષદના દિવંગત નેતા અશોક સિંહલ અને પોતાના ગુરુ ગુરુજન સિંહની તરફથી 6.60 લાખનું દાન કર્યુ હતું. આ પહેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથે 11 લાખ રૂપિયાનું ડોનેશન રામ મંદિર નિર્માણ માટે કર્યું હતું. માર્ચ મહિનામાં યોગી આદિત્યનાથે આ દાન કર્યું હતું.

તો વળી પટનાના મહાવીર મંદિર ટ્રસ્ટે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 10 કરોડ રૂપિયાનું દાન કરવાની જાહેરાત કરી હતી. અને તે હેઠળ બે કરોડ રૂપિયાનો પહેલો હપ્તો મહાવીર ટ્રસ્ટ તરફથી ડોનેટ કરી દેવામા આવ્યો છે.

image source

સોના ચાંદીની ઇંટો પણ દાન કરી રહ્યા છે લોકો

આ ઉપરાંત હૈદરાબાદના જ્વેલર કે. શ્રીનિવાસને રામ મંદિર નિર્માણ માટે એક કિલોની સોનાની ઇંટ ડોનેટ કરી છે. તે ઉપરાંત 5 કિલોની ચાંદીની ઇંટ પણ ટ્રસ્ટને દાન કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના બુલિયન જ્વેલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ અજય રસ્તોગીએ 33 કિલોની ચાંદીની ઇંટો દાનમાં આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત