જીગ્નેશ કવિરાજે ધારણ કર્યો સાધુનો વેશ તો ગુરુજીએ ખુશ થઈ આપી આ ભેટ

જિગ્નેશ ભાઈના નામથી તો આપ સૌ પરિચિત છો જ, આખા ગુજરાતમાં જેમના ગીતોનો ડંકો વાગે એને આજે કોઈ પરિચયની જરૂર નથી. તો ચાલો આજે જીગ્નેશ ભાઇ વિશેની એક અનોખી વાત વિશે જાણી લઈએ.

 

image source

જેમ ગુજરાતનાં ખૂણે ખૂણેમાં મદદ માટે આજે ખજૂરભાઈનું નામ ગુંજે છે બસ એવી જ રીતે ગુજરાતી ગીતોના સમ્રાટ એવા જિગ્નેશભાઈ પણ આજે ગુજરાતના દરેક વ્યક્તિના દિલમાં પોતાની આગવી જગ્યા બનાવી ચુક્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આજે જિગ્નેશભાઈનું ઠેર ઠેર નામ ગુંજે છે

image source

આજે જિગ્નેશભાઈ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ દજોવા મળે છે. ખરેખર આજે આવા અનોખા કલાકારની એક અદ્ભુત વાત તમારા સામે રજૂ કરવી છે. જેવી રીતે જીગ્નેશ ભાઈ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તેવી જ રીતે ધાર્મિક બાબતોમાં પણ તેઓ સારા સારા કામ માટે આગળ પડતાં જોવા મળે છે.

હાલમાં જ સિંગર જિગ્નેશ કવિરાજ જુનાગઢ ગિરનાર પહોંચ્યા હતા ત્યાં મંદિરના દર્શન કરી તેમના સૌથી લાડીલા ગુરુજીના આશીર્વાદ પણ તેમણે લીધા હતા ત્યારબાદ તેઓએ તેમની જોડે બેસીને ઘણી બધી ધાર્મિક વાતો પણ કરી હતી. તમને જણાવી દઈએ કે એ વખતે જિગ્નેશ ભાઈએ સાધુ વેશ ધારણ કર્યો હતો અને તેમના ગુરુજી જોડે બેસી થોડીક મન મોહી લેતી પણ વાતો કરી હતી અને જિગ્નેશ ભાઈના આવા અનોખા સ્વભાવથી પ્રસન્ન થઈ ગુરૂજીએ તેમણે હાર્મોનિયમ ગિફ્ટમાં આપ્યું હતું આ જોઈ જિગ્નેશ કવિરાજ ખૂબ જ ખુશ પ થઈ ગયા હતા ત્યારે ગુરુજી તરફથી મડેલી આવી અમુલ્ય ભેટ જોઈ તેઓ ખૂબ જ ખુશ થયા હતા.

તમને જણાવી દઈએ કે જીગ્નેશ કવિરાજ બેવફા અને જાનુના ગીત માટે ખુબ જ પ્રખ્યાત છે. તેઓ લાઈવ સ્ટેજ પોગ્રામ પણ કરે છે અને આલબમ્બ સોન્ગ માટે પ્રખ્યા છે. હાલમાં જો જીગ્નેશ કવિરાજને જોવામાં આવે તો તેમને લોકપ્રિય કલાકાર માનવામાં આવે છે. તેઓએ હાલમાં એક ડાયરાનો પોગ્રામ કર્યો હતો અને તેઓએ તેમાં તેમનું પ્રિય ગીત ગાયું હતું.

તેઓએ ગીતમાં ઉપર આભને નીચે ધરતી જિંગદી ચાલે મારે ઠાકરના આશીર્વાદથી, આ સાંભળીને ત્યાં ડાયરામાં હાજર બધા જ લોકો ખુબ જ થઇ ગયા હતા. આ ડાયરામાં આ ગીત ગયા પછી બુમ પડાવી દીધી હતી અને ચાહકોમાં પણ એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

image source

જીગ્નેશ કવિરાજ નો જન્મ 3 સપ્ટેમ્બર 1988માં મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો. તેઓ બાળપણથી જ સંગીત પ્રત્યે લગાવ ધરાવતા હતા. તેમના પિતા હસમુખભાઈ બારોટ અને ભાઈ વિશાલભાઈ બારોટ સંગીત ક્ષેત્રમાં લાંબા સમયથી જોડાયેલા હતા.

આવામાં જીગ્નેશ કવિરાજ શરૂઆતથી જ કાકા, ભાઈ અને પિતા સાથે સંગીત કાર્યક્રમમાં જતો હતો અને તેમને ત્યાંથી જ સંગીત પ્રત્યે જુસ્સો વધ્યો હતો. જોકે પરિવાર ઈચ્છતો હતો કે તેઓ ઉચ્ચ શિક્ષણ ભણે અને કારકિર્દીમાં કંઇક મોટા અધિકારી બને. પંરતુ જીગ્નેશ ને અભ્યાસમાં રસ નહોતો અને સંગીત પ્રત્યે પ્રેમ હતો.

image source

તમને જણાવી દઈએ કે આજે જીગ્નેશ કવિરાજ એકદમ ફેમસ બની ગયા છે. તેઓ બધા સિંગર કરતા એકદમ હટકે કરવામાં માને છે, જે સફળ પણ થાય છે. તેઓ એ આજસુધી ઘણા ગીતો આપ્યાં છે, જે એકદમ સુપર હિટ સાબિત થયા છે.