બી.આર ચોપડાની મહાભારતના દૂર્યોધનનું પાત્ર ભજવનાર કલાકારએ વાગોળી યાદો, કહ્યા કેટલાક યાદગાર અનુભવો
દેશમાં લોકડાઉન જાહેર કર્યા બાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયએ દૂરદર્શન પર રામાયણ અને મહાભારત ફરીથી પ્રસારિત થશે તેવી ઘોષણા કરી હતી.

શરુઆતમાં તો લાગ્યું કે વર્ષો પછી આ સીરિયલોને આજની યુવાપેઢી જોશે કે કેમ… પરંતુ ખૂબ જ ઝડપથી રામાયણ અને મહાભારતની ટીઆરપીમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો. આ વાતથી બે વાત સાબિત થઈ. એક કે તે સમયની આ બે સુપરહીટ સીરીયલોમાં આજે પણ લોકોને રસ છે અને બીજી એ કે ખરેખર તે સીરીયલમાં કામ કરનાર કલાકારોએ દરેક પાત્રને જીવંત કર્યું હતું.
મહાભારતની વાત કરીએ કલાકાર નીતીશ ભારદ્વાજ જોયા પછી કૃષ્ણ જ યાદ આવે અને તેવી જ રીતે પુનિત ઇસ્સરને જોઇને ક્રૂર, કપટી દૂર્યોદન જ યાદ આવે.
મહાભારતમાં દુર્યોધનનું પાત્ર પુનીત ઇસારે અદ્ભુત રીતે ભજવ્યું હતું. પુનીતએ પાત્રને એટલું ચરિતાર્થ કર્યું કે લોકોના મનમાં પુનીત ખરેખર ક્રૂર વ્યક્તિ એટલે કે દૂર્યોધનનું જ સ્થાન લઈ ચુક્યો હતો. જો કે તેણે આ પાત્ર માટે મહેનત પણ ખૂબ કરી હતી.

પુનીત ઇસ્સરે દુર્યોધનનનું પાત્ર કેવી રીતે ભજવ્યું અને પછી તેને કેવા અનુભવો થયા તે વાતને યાદ કરતાં કેટલાક અનુભવો શેર કર્યા હતા. પુનીતે એક અનુભવ જણાવતાં કહ્યું હતું કે શૂટિંગ સમયે એક મહિલાએ ખરેખર તેની પાસે આવી કહ્યું હતું કે તે પાંડવોને પાંચ ગામ આપી દે.
આ જ રીતે એકવખત પુનીતને મહેમાન તરીકે કોઈએ જમવાનું આમંત્રણ આપ્યું હતું. તે જ્યારે ત્યાં પહોંચ્યા તો તેને જમવાનું પીરવામાં ન આવ્યું. તેને એક ઉદ્યોગપતિએ અર્જુનનું પાત્ર ભજવતા કલાકાર તેમજ રુપા ગાંગુલી સાથે જમવા બોલાવ્યા હતા. ત્યારે તેની થાળીમાં કોઈ ભોજન પીરસવા તૈયાર ન હતું.
જ્યારે પુનીતે તે મહિલાને આ વર્તન વિશે પૂછ્યું ત્યારે તેણે ગુસ્સાથી કહ્યું કે તમે પાંડવો સાથે ખૂબ ખરાબ કર્યું છે. ત્યારે પુનીતને અનુભવ થયો કે લોકો મહાભારતથી કેટલા પ્રભાવિત થયા છે કે તેમને ખરેખર દૂર્યોધન, અર્જુન, દ્રોપદી સમજી બેઠા હતા.
પુનીત હાલ પણ અભિનય ક્ષેત્રે એક્ટિવ છે. તેણે માત્ર દૂર્યોદન જ નહીં પરંતુ ત્યારબાદ રાવણ તેમજ જરાસંઘનું પાત્ર પણ ભજવ્યું છે. જો કે આ સીરીયલથી તેમના પાત્ર માટે વિલનના રોલની જ ઓફર થતી હતી.