AC/ કુલરથી હજારો રૂપિયા આવે છે લાઇટ બિલ? તો ફોલો કરો આ TIPS, 50 ટકા જેટલું થઇ જશે ઓછું

ગરમીનાં કારણે લોકો પરેશાન છે. શિયાળામાં આપણા ઘરનું લાઈટ બિલ ઓછું આવે છે જ્યારે ઉનાળાની ઋતુમાં આ બિલ ઘણું મોટું અને મોંઘું થઈ જાય છે. ગરમીનાં દિવસોમાં એસી, ફ્રીજ, કુલર અને વોશિંગ મશીન જેવા સાધનો પણ ખૂબ વપરાતા હોય છે જેના કારણે લાઈટ બિલ પણ વધુ આવે છે. પરંતુ આજના આ આર્ટિકલમાં અમે તમને અમુક એવી ટિપ્સ જણાવવાના છીએ જેને અમલમાં મૂકીને તમે ઘણા અંશે તમારું લાઈટ બિલ ઘટાડી શકો છો. આ ટિપ્સ શું છે તે જાણીએ.

1. સોલર પેનલ લગાવો

image source

ભારતમાં સોલર પેનલનો વિકલ્પ સૌથી સારો છે. કારણ કે ભારતમાં મહીનાના 30 દિવસ તડકો આવે છે. તમે તમારા ઘરની છત પર સોલર પેનલ લગાવી શકો છો. આ એક વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ છે પરંતુ આ ઉપાય તમારું લાઈટ બિલ ઓછું કરી શકે છે. તમે આ માટે ઓનલાઇન સર્ચ કરીને પણ યોગ્ય સોલર પેનલ અને તેના ખર્ચ વિશે અવલોકન કરી શકો છો.

LED લાઈટ લગાવો

 

image source

LED લાઈટથી વીજળીની ખપત ઓછી થાય છે અને અજવાળું પણ સારું એવું પડે છે. જ્યારે અન્ય ઇલેક્ટ્રિક સાધનો પણ તમે 5 સ્ટાર રેટિંગ વાળા હોય તે જ લો. તેમાં પણ તમારે ઘણી વીજળી બચશે.

આ રીતે પણ બચાવી શકાય પાવર

બલ્બ અને ટ્યુબલાઈટથી CFL પાંચ ગણો ઓછો પાવર ખાય છે. ત્યારે ટ્યુબલાઈટના સ્થાને CFL નો ઉપયોગ કરવો. જે રૂમમાં તમારે લાઇટની જરૂર ન હોય તે રૂમમાં લાઈટ બંધ કરી દો. ઇન્ફ્રારેડ સેન્સર, મોશન સેન્સર અને ડીમર જેવા સાધનોનો ઉપયોગ કરો.

સિલિંગ અને ટેબલ ફેનનો કરો વધુ ઉપયોગ

image source

ગરમીનાં દિવસોમાં એસીથી વધુ સિલિંગ અને ટેબલ ફેનનો ઉપયોગ કરો. આ 30 પૈસા પ્રતિ કલાકનો ખર્ચ કરાવે છે જ્યારે એસી 10 રૂપિયા પ્રતિ કલાક ના હિસાબે ખર્ચ થાય છે. જો તમારે એરકંડીશન ચાલુ રાખવું હોય તો 25 ડિગ્રી ઓર જ ચલાવવું. આમ કરવાથી ઓન વીજળીની બચત થશે. સાથે જ જે રૂમમાં એસી ચાલુ હોય ત્યાંના દરવાજાઓ બંધ રાખવા.

ફ્રીજ પર ન રાખવી કુકિંગ રેન્જ

image source

ફ્રીજ પર માઇક્રોવેવ જેવી વસ્તુઓ બિલકુલ ન મુકો. એનાથી વીજળી વધુ વપરાય છે. ફ્રીજને ડાયરેકટ સનલાઈટથી પણ દૂર રાખવું. ફ્રીજની આસપાસ એરફલો માટે યોગ્ય જગ્યા રાખવી. ગરમ જમવાની સામગ્રી પણ ફ્રિજમાં ન મુકવી હા, તે ઠંડી થઈ જાય પછી ફ્રિજમાં મૂકી શકાય.

image source

કોમ્પ્યુટર અને ટીવી ચલાવ્યા બાદ તેને પાવર ઓફ કરી દેવા. મોનીટરને સ્પીડ મોડમાં રાખવું. ફોન અને કેમેરા ચાર્જરનો ઉપયોગ કર્યા બાદ તેને પ્લગમાંથી અલગ કરી નાખવા. પ્લગ લાગેલો હોય તો વીજળી વધુ વપરાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!