જો તમારા ઘરમાંં કોઇ હોમ આઇસોલેશન હોય તો માસ્કથી લઇને આ રીતે રાખજો ખાસ ધ્યાન, નહિં તો તમે પણ આવી જશો કોરોનાની ઝપેટમાં..

કોરોનાના દર્દીઓ કે જેમને લક્ષણો નથી જણાતા કે હળવા લક્ષણો છે તેમને હોમ આઈસોલેશનમાં રાખવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન અનુસાર એવા દર્દી કે જેમનામાં શરુઆતી લક્ષણ છે અથવા તો લક્ષણ નથી તેમને ઘરે જ આઈસોલેશનમાં રહેવું પડશે. સાથે જ તેમના સંપર્કમાં આવ્યા હોય તે તમે હોમ કોરોન્ટાઈન થવું પડશે.

image source

કેન્દ્રીય મંત્રાલયના જણાવ્યાનુસાર ઘરમાં કોરોના સંક્રમિત વ્યક્તિની સંપુર્ણ દેખરેખ રાખવાની રહેશે. સાથે જ સંક્રમિત વ્યક્તિના પરિજનોએ સતત હોસ્પિટલ કે ડોક્ટરના સંપર્કમાં રહેવું પડશે. આ સાથે જ કેટલીક મહત્વની બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શું છે આ બાબતો જાણો વિગતવાર

image source

– જે દર્દીને એચઆઈવી, કેન્સર અથવા ટ્રાંસપ્લાંટ થયેલું હોય તેમને હોમ આઈસોલેશનમાં રહેતા પહેલા ડોક્ટરની મંજૂરી લેવી પડશે.

– જે દર્દી 60 વર્ષથી વધુની વયના છે અને કોમોરબીડ છે તેમને પણ હોમ આઈસોલેશન પહેલા ડોક્ટરની મંજૂરી લેવી પડશે.

– પરિવારની જે વ્યક્તિ દર્દીની દેખરેખ કરતી હોય અથવા તો તેના ક્લોઝ કોન્ટેક્ટમાં હોય તેણે ડોક્ટરની સલાહ અનુસરવી પડશે.

– હોમ આઈસોલેશનમાં રહેતા દર્દીનો રૂમ એવો હોવો જોઈએ જ્યાં ક્રોસ વેન્ટીલેશન હોય. રુમની બારીઓ ખુલ્લી રાખવી. સાથે જ ધ્યાન રાખવું કે દર્દી હંમેશા ટ્રીપલ લેયર માસ્ક પહેરી રાખે.

image source

– દર્દીએ દર 8 કલાકે માસ્ક બદલી દેવું જરૂરી છે.

– દર્દીની દેખરેખ માટે જે વ્યક્તિ રૂમમાં જાય તેને એન95 માસ્ક પહેરવું જરૂરી છે. માસ્કને ડિસઈંફેક્ટ કરીને જ ફેકવું.

– હોમ આઈસોલેટ દર્દીએ વધુમાં વધુ પ્રવાહી પીવું અને પૌષ્ટિક ખોરાક લેવો અને વધુને વધુ આરામ કરવો.

– દર્દીનું બ્લડ ઓક્સીજન સેચુરેશન થોડા થોડા સમયે ચેક કરતા રહેવું. દર 4 કલાકે દર્દીનું ટેમ્પરેચર પણ ચેક કરવું.

– દર્દીએ એક જ રૂમમાં રહેવું પડશે. તે ઘરમાં હરીફરી શકે નહીં.

image source

– દર્દીએ ઘરના અન્ય સભ્યોથી સતત દૂર રહેવું જરૂરી છે. વારંવાર કોઈએ દર્દીને મળવું નહીં.

– દર્દીએ ખાસ કરીને વડિલોની નજીક અને કોઈ અન્ય બીમારીથી પીડિત હોય તેની પાસે જવું નહીં.

– દર્દીના શરીરમાં પાણીની ઊણપ થવી જોઈએ નહીં. દર્દીએ સતત લિક્વીટ પીતા રહેવું.

– દર્દીએ દિવસમાં બે વખત હુંફાળા પાણીથી ગાર્ગલ કરવા અને સ્ટીમ લેવી.

image source

– જો દર્દીને ઘરે સારવાર દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ થાય અને ઓક્સીજન 94 થી નીચે આવે અથવા છાતીમાં દુખાવો થાય તો તુરંત ડોક્ટરની સલાહ લેવી.

– કોરોનાના લક્ષણો જણાયાના ઓછામાં ઓછા દસ દિવસ દર્દીએ હોમ આઈસોલેશનના નિયમનું કડકાઈથી પાલન કરવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *