ચેતજો! હોસ્પિટલમાંથી વેક્સિન લગાવવાનો મેસેજ આવે તો કન્ફર્મ કરજો, નહીંતર આટલાં રૂપિયા ઉડી શકે

આજકાલ ઈન્ટરનેટનો ખુબ જ ઉપયોગ થઈ રહ્યો ચર પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. હંમેશા યાદ રાખો કે ઇ-મેલ કે મેસેજ પર કોઈ અજાણી લિન્કને ક્લિક ન કરો. એને કારણે તમારા મોબાઈલ કે બેન્ક ખાતામાંથી પૈસાની છેતરપિંડી થઈ શકે છે.

image source

આવું જ કંઈક બન્યું છે મધ્યપ્રદેશના એક કોન્સ્ટેબલ સાથે. મધ્યપ્રદેશના રીવામાં ફરજ બજાવતા સ્ટેટ આર્મ્ડ ફોર્સના એક કોન્સ્ટેબલને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લગાવવા માટે એક એમના મોબાઈલ પર એક લિન્ક મોકલવામાં હતી. આ લિંક પર ક્લિક કરતા પ થોડી માહિતી માગવામાં આવી, એમાં માહિતી ભરતાંની સાથે જ તેમના ખાતામાંથી ત્રણ લાખ રૂપિયા કપાઈ ગયા.

image source

છેતરપીંડીનો ભોગ બનેલા કોન્સ્ટેબલ શત્રુધ્ન પટેલ ફરિયાદ લઈને બેન્કમાં પહોંચ્યા હતા, જો કે બેન્ક હડતાળના કારણે તેમની ફરિયાદ કોઈએ સાંભળી ન હતી. એ પછી તેમણે આ અંગે રીવાના સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી. હાલ છેતરપિંડી કરનારાઓ વિશે કોઈ માહિતી મળી નથી.

image source

છેતરપીંડીની આ ઘટના બની એ પછી બુધવારે સાંજે પોલીસ હેડક્વાર્ટરે એક એડવાઈઝરી બહાર પાડી, જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન કે અન્ય કોઈ કારણ જણાવીને કોઈપણ અજાણી વ્યક્તિ જો તમારો સંપર્ક સાધે તો તેના ખાતામાં પૈસા ટ્રાન્સફર ન કરો. તેમજ જે તે લિંક પર પણ ક્લિક ન કરો. આ સિવાય આ પ્રકારની કોઈ એપ્લિકેશન પણ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ ન કરો. વેક્સિનેશનના રજિસ્ટ્રેશન માટે સીધો જ નજીકના સ્વસ્થ્ય કેન્દ્રનો સંપર્ક કરો.

એડવાઈઝરીમાં સામેલ કરવામાં આવી છે આ વાતો, ચાલો જોઈ લઈએ.

કોઈપણ અજાણી વ્યક્તિને ફોન પર પોતાના બેન્ક ખાતા અંગેની માહિતી ન આપો.

image source

ઓનલાઈન મની ટ્રાન્સફર જેવા કે Airtel Money, PhonePe, Google Pay, PaytMમાં અજાણી લિન્કને ક્લિક કરવાથી બચો. છેતરપિંડી કરનારાઓ બોનસ કે પછી પૈસા પરત કરવાના નામથી એક લિન્ક મોકલે છે, જેની પર ક્લિક કરતાં જ તમારા ખાતામાંથી પૈસા વિડ્રો થઈ જશે.

ફેસબુક કે વ્હોટ્સઅપ કે પછી બીજા કોઈ મેસેન્જર પર કોઈ પરિચિત કે દોસ્ત પૈસા માંગે તો પૂરતી તપાસ કર્યા વગર કે કોલ કર્યા વગર પૈસા ન મોકલો.

image source

.
મોબાઈલ ટાવર લગાવવા કે કિઓસ્ક સેન્ટર ખોલવા સહિતના અન્ય નામથી આવનારા ફોન કોલ તેમજ જાહેરાતથી સાવધાન રહો અને કોઈપણ અજાણી વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર ન કરો. ​​​

કોઈપણ કસ્ટમર કેર નંબર ગૂગલ પરથી લેવાની જગ્યાએ ઓરિજિનલ વેબસાઈટ પરથી મેળવો. એટલું હંમેશા ધ્યાન રાખો કે કોઈપણ કસ્ટમર કેર નંબર હંમેશાં 1800થી શરૂ થાય છે નહિ કે કોઈ મોબાઈલ નંબરથી, બની શકે તો કોઈપણ વેબસાઈટની URLને સીધી ટાઈપ કરીને ઉપયોગ કરો.

અજાણ્યા નંબર અને કંપનીના નામથી મોકલવામાં આવેલા મેસેજમાં લોભાવનારી ઓફરોની લિન્ક પર ક્લિક કરવાથી બચો. બને તો એ ડિલિટ કરી દો.

સોશિયલ મીડિયા ફેસબુક, વ્હોટ્સએપ પર ઓછી કિંમતના વેચાણવાળી પોસ્ટ પર વિશ્વાસ ન કરો.

પ્રોમોકાર્ડ, રિવાર્ડ પોઈન્ટ, કેશ બેકની લાલચમાં ન પડો.

OLX એપમાં ખરીદી-વેચાણ કરતી વખતે સાવધાની રાખો. યોગ્ય રીતે તપાસ કર્યા પછી જ ખરીદી વેચાણ કરો.

ફોન પર આવેલી કોઈ લિન્ક દ્વારા કોઈને પોતાના બેન્ક ખાતાની માહિતી, જેવી કે OTP/CVV/PIN/UPI/ATM કાર્ડની ડિટેલ શેર ન કરો. સાઈબર ઠગ રજિસ્ટ્રેશનના નામથી એક નાની રકમ જમા કરાવવાની લાલચ આપીને તમારી બેન્ક ડિટેલની માહિતી મેળવી શકે છે

image source

મોબાઈલ એપ્લિકેશન જેવી કે ANYDESK કે TEAM VIEWERનો યુઝર ID અને પાસવર્ડ કોઈપણ અજાણી વ્યક્તિને ન આપો. .

પોતાનું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ તમારી સામે જ સ્વાઈપ કરાવો. કોઈપણ અજાણી વ્યક્તિ પાસેથી ATMમાંથી રકમ કાઢવામાં મદદ ન લો. આ સિવાય તેને ATM કાર્ડ પણ ન આપો. એનાથી તમારા કાર્ડનું કોઈ ક્લોનિંગ કરી શકે છે.

તમારા ફેસબુક આઈડીનો પાસવર્ડ સ્ટ્રોંગ બનાવો, જેમાં આલ્ફાબેટ, કોઈ સંખ્યા કે કોઈ સ્પેશિયલ કેરેક્ટર સામેલ હોવાં જોઈએ, પોતાનું નામ કે મોબાઈલ નંબર ન રાખો

લોટરી લાગવાના નામથી આવેલા વ્હોટ્સએપ કોલથી સાવધાન રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!