ચોમાસામાં ફોન ભીનો થઈ જાય કે પાણીમાં પડી જાય તો કરો આ ખાસ ઉપાય, નહીં થાય મોબાઈલ ખરાબ

રાજ્યમાં અનેક જગ્યાઓએ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આ સમયે અનેક પ્રકારની સમસ્યાઓ અચાનક આવી ગયેલા વરસાદના કારણે સર્જાતી જોવા મળે છે. આ સાથે જ ઈલેક્ટ્રોનિક ડિવાઈસને લઈને કેટલીક ખાસ સમસ્યાઓ વરસાદના કારણે સર્જાતી રહે છે અને આ ઉપકરણોના ખરાબ થવાનો ડર પણ રહે છે. સૌથી વધારે મુશ્કેલી રહેતી હોય તો મોબાઈલની. પરંતુ જો તમે થોડી સાવધાની રાખી લો છો તો તમે મોબાઈલને ખરાબ થતો અટકાવી શકો છો. તો જાણો પાણીથી પલળી ગયેલા કે ભીના થઈ ગયેલા ફોનને શું કરવાથી તેને ખરાબ થતા અટકાવી શકાય છે.

image source

જાણી લો કેટલીક કામની ટિપ્સ જેનાથી તમે પલળી ગયેલા ફોનને પણ ખરાબ થતો બચાવી શકો છો. ફટાફટ કરી લો આ કામ.

જો તમારો મોબાઈલ પાણીથી પલળી ગયો છે તો તે પહેલા તો તેને કંઈ પણ કર્યા વિના સીધો સ્વીચ ઓફ કરી લો. જો આવું નહીં કરો તો ભેજના કારણે ફોનની ચિપમાં લાગેલી સર્કિટ્સ એકમેક સાથે કનેક્ટ થઈ શકે છે.

image source

મોબાઈલ ભીનો થયો છે તો ધ્યાન રાખો કે ફોનમાં સ્પાર્કિંગ થઈ શકે છે. એવામાં ફોનની એક્સેસરીઝને તરત હટાવી લેવી જરૂરી છે.

તરત કાઢી લો બેટરી

image source

જો પાણી ફોનની અંદર ગયું છે તો તમે તરત જ ફોનની બેટરી કાઢી લો અને આ પછી હેન્ડસેટમાં બેટરીની નીચે એક નાનું સ્ટીકર લગાવેલું હોય છે જે ફોનમાં સફેદ રંગનું હોય છે. ફોનની અંદર પાણી ગયું હશે તો તે પિંક કે રેડ કલરમાં કન્વર્ટ થાય છે. જો ફોનમાં થોડો પણ ભેજ હશે તો તેનો રંગ બદલાઈ જાય છે. સ્માર્ટફોન હવે ઈનબિલ્ટ બેટરી સાથે આવે છે. એવામાં બેટરી તાઢલી શક્ય હોતી નથી. માટે ફોનને બંધ રાખો અને તેને સૂકાવવા મૂકો.

ભીનો ફોન ચાર્જ કરવાની ન કરશો ભૂલ

image source

જો તમારો ફોન ભીનો થઈ ગયો છે તેમાં ભેજ હોવાની શક્યતા વધારે રહે છે. આ માટે તેને ચાર્જ કરવાની ભૂલ ન કરશો. જો તમે આવું કરો છો તો તેમાં ઈલેક્ટ્રિક શોક લાગી શકે છે. સૌથી પહેલા તો ફોનને પૂરી રીતે સૂકાવવા દો. આ સિવાય લોકો અનેક વાર ફોનને જલ્દી સૂકાવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરે છે. તેનાથી ફોનની ચીપમાં પાણી સૂકાતું નથી પણ નુકસાન વધે છે. ફોનને સૂકવવા માટે તડકો કે પંખાની હવાનો ઉપયોગ કરો. તેનાથી ફોનના મધરબોર્ડની ચિપમાં ભેજ રહેશે નહીં.

આ રીતે દૂર કરો ફોનનો ભેજ

image source

મોટાભાગે જ્યારે ફોનને તડકામાં રાખવામાં આવે છે કે હવામાં રાખવામાં આવે છે ત્યારે તેનો ભેજ સુકાઈ જાય છે પણ ભેજ કાયમ રહે છે. એવામાં કોઈ પણ હાર્ડવેર કે કેમિસ્ટથી પાણી શોષી લેનારું કપડું લઈ આવો અને ફોનને તેમાં લપેટી લો. તેને 2 દિવસ માટે તેમાં રહેવા દો. જો તમે માર્કેટથી કપડું લાવવા નથી ઇચ્છતા તો તમે તેને ઘરના ચોખાના પીપમાં ફોનને એક પ્લાસ્ટિકની ઝીપ લોક બેગમાં પેક કરીને તેમાં રાખીલો. આખી રાત તમે તેને આ રીતે રાખી દેશો તો ફોનનો ભેજ શોષાઈ જશે અને ફોન ફરીથી સ્ટાર્ટ કરતા તે ફરીથી કામ કરવા લાગશે.